તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માથાના દુખાવાના 4 પ્રકારો:માથાના દુખાવાના લોકેશનથી ઓળખો કે તે માઈગ્રેન છે કે સાઈનસનો દુખાવો, લક્ષણોથી ઓળખો ડિસઓર્ડરને

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વની 50% વસ્તીને વર્ષમાં ઓછામાં ઓછા એક વખત માથાનો દુખાવો જરૂરથી થાય છે

WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમાણે, દુનિયામાં યુવાઓની 50% વસતીને વર્ષમાં મિનિમમ એક વખત માથાનો દુ:ખાવા સંબંધિત ડિસઓર્ડર જરૂર થયો હોય છે. તો દુનિયાની 1.7%થી 4% યુવા વસતી મહિનામાં 15 દિવસ માથાના દુખાવાની સમસ્યાથી પીડિત રહે છે.

માથાનો દુખાવો ઘણા પ્રકારનો હોય છે. દરેક માથાના દુખાવાના કારણ અને લક્ષણો હોય છે. જો તે લક્ષણોની ઓળખ કરવામાં આવે તો સારવાર સરળ બને છે. જાણો માથાનો દુખાવો કયા ડિસઓર્ડર તરફ ઈશારો કરે છે...

રિસર્ચ: ચહેરા પર થતો દુખાવો પણ માથાના દુખાવાનું લક્ષણ
ચહેરા પર થતો દુખાવો પણ માથાનો દુખાવો હોઈ શકે છે, તેને મોટા ભાગના લોકો સમજી શકતા નથી. જર્મનીની હેમબર્ગ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, માથાના દુખાવાથી પીડિત 10% લોકો ચહેરા પર થનારા દુખાવાથી પીડિત હોય છે. સંશોધકોનું કહેવું છે કે, ચહેરાના દુખાવાને અત્યાર સુધી માથાના દુખાવાનાં લક્ષણ તરીકે ઓળખવામાં આવતું નથી.

2912 લોકોને ચહેરા પર દુખાવો અનુભવાયો
રિસર્સ પ્રમાણે, ચહેરા પર દુઃખ અસામાન્ય વાત છે. મોટાભાગના લોકો સમજે છે તેને માથાના દુખાવા સાથે કોઈ સંબંધ નથી. ન્યૂરોલોજી જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, આ સ્ટડી 2912 લોકો પર કરવામાં આવી. સ્ટડીમાં સામેલ લોકોને ચહેરા અને માથાના દુખાવા વિશે પ્રશ્નો પૂછ્યા હતા. માઈગ્રેનથી પીડિત 2,912માં 291 લોકોના ચહેરા પર દુખાવો થઇ રહ્યો હતો.

સંશોધકોને ખબર પડી કે, 6 લોકો એવા પણ હતા તેમને ચહેરા સિવાય વધુ એક માથાનો દુખાવો થઇ રહ્યો હતો. આવું તેમને દિવસમાં ઘણીવાર 10થી 30 મિનિટ માટે થતું હતું. રિસર્ચમાં સામેલ અમુક લોકો ક્લસ્ટર માથાના દુખાવાથી પીડિત હતા. ક્લસ્ટર દુખાવો માથાની ચારેબાજુ થતો દુખાવો છે. 15 ટકા લોકોમાં આવા કેસ આવ્યા છે.

રિસર્ચમાં સામેલ 21 ટકા લોકો દુર્લભ માથાના દુખાવાથી પીડિત હતા. તેને વિજ્ઞાનની ભાષામાં હેમિક્રેનિયા કોન્ટીનુઆ કહેવાય છે. આ સ્થિતિમાં માણસને સતત માથાનો દુખાવો રહે છે અને ધીમે-ધીમે તે ગંભીર બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો