તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ICMR:ICMRએ કહ્યું - કોરોના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવાથી ગંભીર આડઅસરો નહીં થાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ICMRના ડાયરેક્ટર જનરલ બલારામ ભાર્ગવાના જણાવ્યા પ્રમાણે, દેખરેખ હેઠળ હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના દર્દીઓને આપવામાં આવે તો તેની ગંભીર આડઅસર નહીં થાય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે ભારતની સર્વોચ્ચ બાયોમેડિકલ સંસ્થા પણ કોરોનાવાઈરસથી બચવા માટે એન્ટિ-મેલેરિયા દવા હાઈડ્રોક્સીક્લોરોક્વનીનું સમર્થન કરી રહી છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ  વિશ્વભરમાં આ દવાના ક્લિનિકલ ટ્રાયલ પર પ્રતિબંધ મૂક્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ બલારામ ભાર્ગવાના જણાવ્યા પ્રમાણે, દેખરેખ અને નિયંત્રિત રીતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન કોરોના દર્દીઓને આપવામાં આવે તો તેની ગંભીર આડઅસર નહીં થાય. ડો. બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, તેના કારણે માત્ર ગભરામણ, ઉલટી અને છાતીમાં દુખાવો થાય છે. પરંતુ તેનાથી વધારે ગંભીર આડઅસરો નથી થતી. 

ICMRના જણાવ્યા પ્રમાણે, હાઈડ્રોક્સીક્લોરોક્વીનને કોરોનાવાઈરસના દર્દી અને સામાન્ય લોકો પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ તરીકે આ દવા લઈ શકે છે. ડો. બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, આપણે આ દવાનો ઉપયોગ પ્રોફીલેક્ટીક અથવા બીમારીને અટકાવા માટે કરી શકીએ છીએ. તેના કારણે કોઈ નુકસાનથી નથી થતું પરંતુ ફાયદો ચોક્કસપણે થશે

ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, અમે ફ્રન્ટલાઈન વર્કર્સને આ દવા માટે ના પાડી શકતા. કેમ કે, તે લોકો સતત કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓના સંપર્કમાં રહે છે તેમને આ દવાની જરૂર પડે છે અને આ દવા તેમને કોરોના સંક્રમણથી બચાવે છે. 

ભારતમાં કોરોનાવાઈરસની સારવારને લઈને જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, તેમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ભલામણ કરવામાં આવી છે. પંરતુ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, જે દર્દીઓની સ્થિતિ વધારે ગંભીર હોય અને જેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હોય તો તેમને આ દવા આપવી જોઈએ. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દવાથી મૃત્યુનું જોખમ હોવાથી તેનું ક્લિકનકલ ટ્રાયલ બંધ કરી દીધું છે. 

સમગ્ર વિશ્વમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનદવાનું સૌથી વધારે ઉત્પાદન ભારતમાં થાય છે. અહીં, વિશ્વના કુલ ઉત્પાદનના 70 ટકા ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં 1.45 લાખથી વધારે લોકો કોરોનાવાઈરસની ઝપેટમાં આવ્યા છે. જ્યારે 4100થી વધારે લોકોનાં મોત થયા છે. 

અન્ય સમાચારો પણ છે...