આશાનું કિરણ:ICMRએ 'સિલિકોસિસ'ની ઓળખ કરવાની નવી ટેસ્ટ કિટ ડેવલપ કરી, જાણો શું છે આ બીમારી અને તેનાથી કેવી રીતે બચશો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વખત 'સિલિકોસિસ' થઈ જાય તો દર્દીને પહેલાં જેવો સ્વસ્થ નથી બનાવી શકાતો
  • વહેલી તકે આ બીમારીની ઓળખ કરી દર્દીની હાલત ગંભીર થતાં બચાવી શકાશે

ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડકિલ રિસર્ચ)એ ફેફસાં સાથે સંકળાયેલી બીમારી 'સિલિકોસિસ'ની ઓળખ કરવાની નવી ટેસ્ટ કિટ ડેવલપ કરી છે. ટેસ્ટ કિટની મદદથી બીમારી ગંભીર થતાં પહેલાં તેની ઓળખ કરી શકાશે. સિલિકોસિસની ઓળખ થવી એટલા માટે જરૂરી છે કે એક વખત આ બીમારી થઈ જવા પર દર્દી પહેલાં જેવો સ્વસ્થ થઈ શકતો નથી.

સિલિકોસિસ શું છે, શા માટે આ બીમારી થાય છે અને તેના રિસ્ક ફેક્ટર શું છે આવો જાણીએ...

સિલિકોસિસ
સિલિકોસિસ ફેફસાં સંબંધિત બીમારી છે. રેતી, માટી અને ધૂળમાં 'સિલિકા' નામનું એક મિનરલ હોય છે. તેની આસપાસ રહેતા વ્યક્તિઓ મોટે ભાગે મજૂરોમાં સિલિકાના કણો શ્વાસનાં માધ્યમથી ફેફસાંમાં પહોંચી જાય છે. ધીરે ધીરે તેની સંખ્યા વધવા લાગે છે અને ફેફસાં ડેમેજ થઈ જાય છે. એક એવો સમય આવે છે કે આ ડેમેજ એટલું વધી જાય છે કે શ્વાસ લેવો મુશ્કેલ બને છે. આ સ્થિતિને 'સિલિકોસિસ' કહેવાય છે. તેમાં ફેફસાં યોગ્ય રીતે કામ કરતાં નથી. સિલિકોસિસ ટીબી, લંગ કેન્સર અને ક્રોનિક બ્રોન્કાઈટિસ સહિતની બીમારીનું જોખમ વધારે છે.

આ રીતે બીમારી પારખો
આ બીમારીની ઓળખ કરવા માટે કોઈ ખાસ ટેક્નિક નથી. ડૉક્ટર્સ લક્ષણોના આધારે તેની તપાસ કરે છે. ડૉક્ટર આરામની સ્થિતિમાં અને હરવા ફરવાની સ્થિતિમાં શ્વાસ લેવા પર કેવું લાગે છે તે પૂછે છે. જોબનાં લોકેશનની માહિતી લે છે. મેડિકલ રેકોર્ડ ચકાસવામાં આવે છે. આ સિવાય જોખમ જણાતાં ડૉક્ટર ટેસ્ટ કરવા માટે કહે છે. આ તપાસ દર્દીના ફેફસાંનાં સ્વાસ્થ્ય વિશે જણાવે છે.

સારવાર
આ બીમારીની કોઈ ચોક્કસ સારવાર નથી. એક વખત આ બીમારી થઈ જાય તો તેને પહેલાં જેવો સ્વસ્થ નથી બનાવી શકાતો. સારવારમાં માત્ર બીમારી ગંભીર થતાં રોકી શકાય છે. દર્દીને ધૂમ્રપાનથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે. સારવારમાં બ્રોન્કોડાયલેટરની મદદથી શ્વાસનળીમાં સોજો ઓછો કરવામાં આવે છે. ઘણી વખત દર્દીને ઓક્સીજન પણ અપાય છે.

અન્ય સમાચારો પણ છે...