વરિયાળી ચાવવાના ફાયદા:વજન ઘટાડવા માટે કેવી રીતે મદદરુપ થશે, હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા પછી કેમ આપવામાં આવે છે?

3 મહિનો પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ તો દૂર થશે જ સાથે પાચન પણ મજબૂત બનશે. આ ઉપરાંત ખાટાં ઓડકાર અને એસિડિટી જેવી સમસ્યાઓને પણ દૂર કરવા માટે પણ વરિયાળી લાભદાયી છે. જો તમે દરરોજ વરિયાળી ખાશો તો તમે અનેક પ્રકારની બીમારીઓથી રાહત મેળવી શકો છો. આયુર્વેદાચાર્ય ડૉ. સિદ્ધાર્થ સિંહ મુજબ વરિયાળીમાં અનેક પ્રકારના ગુણો સામેલ હોય છે, જે પેટ સાથે જોડાયેલ સમસ્યાઓની સારવાર કરવામાં મદદ કરી શકે છે.

સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ
વરિયાળીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. તેનો સ્વાદ બધા લોકોને ગમે છે. દાદી-નાનીના ઘરેલૂ નુસ્ખામાં વરિયાળીના તમામ પ્રકારના ફાયદાઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો તેના ફાયદાઓ વિશે જાણીએ.

બીપી નિયંત્રણમાં રહે
જો હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ રહે તો વરિયાળી ખાવાનું શરુ કરી દો. વરિયાળી મોઢામાં રાખીને ચાવવાથી લાળમાં નાઈટ્રેટનું પ્રમાણ વધે છે, જે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મદદરુપ સાબિત થઈ શકે છે.

ત્વચા માટે લાભદાયી
વરિયાળીનું પાણી કે પેસ્ટ તૈયાર કરીને તમે ત્વચાને લગતાં અનેક પ્રકારના લાભ મેળવી શકો છો. વરિયાળી બ્લડ સર્ક્યુલેશનમાં ઓક્સિજનનું સંતુલન બનાવે છે ને હોર્મોન્સને સંતુલિત કરે છે.

હૃદય તંદુરસ્ત રહે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, ફાઈબર, પોટેશિયમ અને કેલ્શિયમ મળી રહે છે, જે તમારા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં મદદરુપ સાબિત થાય છે.

કેન્સર સામે રાહત આપે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં એન્ટી-કેન્સર તત્ત્વો જોવા મળે છે. જો તમે બ્રેસ્ટ કે લિવર કેન્સરની સમસ્યાથી પીડાતા હોવ તો વરિયાળીનું સેવન લાભદાયી સાબિત થઈ શકે છે.

શરીરના સોજામાં કારગર સાબિત થશે
વરિયાળીમાં ભરપૂર માત્રામાં વિટામીસ-સી અને ક્વેરસેટિન હોય છે. જે તમારા શરીરના સોજા ઘટાડવામાં મદદરુપ સાબિત થશે.

બ્રેસ્ટ ફીડ કરાવતી માતા માટે પણ લાભદાયી
વરિયાળીમાં લેક્ટોજેનિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે, જે વરિયાળીમાં પ્રોલેક્ટિન લેવલ વધારે છે. આ જ કારણ છે કે, પ્રસવ પછી માતાને વરિયાળી ચાવવાની સલાહ આપવામાં આવે છે.

ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાના ફાયદા
જો તમે તમારા શરીરને ડિટોક્સ કરવા ઈચ્છો છો તો તમારે ભૂખ્યા પેટે વરિયાળીના પાણીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં ફેટ જમા થશે નહી. આ ઉપરાંત ત્વચા અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ સામે પણ રાહત મળશે.

હોટેલ કે રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા પછી વરિયાળી કેમ આપવામાં આવે છે?
પાચન સાથે જોડાયેલી સમસ્યાઓથી રાહત મેળવવા માટે ભોજન કર્યા પછી વરિયાળી ખાવી હિતાવહ છે. હોટલ કે રેસ્ટોરન્ટમાં ખાધા પછી મીસરી અને વરિયાળી આપવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, વરિયાળી ઠંડી હોય છે અને ખોરાકને સરળતાથી પચાવે છે. તે એક સારા માઉથ ફ્રેશનરની જેમ પણ કામ કરે છે.

દિવસમાં બે-ત્રણ વખત વરિયાળીના થોડા દાણા ચાવવાથી મોઢાની દુર્ગંધથી રાહત મળે છે.
દિવસમાં બે-ત્રણ વખત વરિયાળીના થોડા દાણા ચાવવાથી મોઢાની દુર્ગંધથી રાહત મળે છે.

જાણો વજન ઘટાડવા માટે વરિયાળી કેવી રીતે મદદરુપ થશે?
ભોજનમાં વરિયાળીનો ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી વજનમાં વધુ ઘટાડો થાય છે. એક ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ભૂખ્યા પેટે ચાવીને ખાઓ. રસોઈ બનાવતી વખતે તમે તેનો ઉપયોગ દાળ અથવા શાકભાજીમાં મસાલા તરીકે પણ કરી શકો છો. તેનો પાઉડર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. દિવસમાં બે-ત્રણ વખત વરિયાળીના થોડા દાણા ચાવવાથી મોઢાની દુર્ગંધથી પણ રાહત મળે છે.

વરિયાળી અને મીસરી એકસાથે ખાવાથી મોંઢામાં તાજગી તો આવે જ છે સાથે-સાથે ભોજન પચાવવામાં પણ મદદ મળે છે. વરિયાળીમાં ઘણા પાચક ગુણધર્મો છે જે પાચનની પ્રક્રિયાને તરત જ સક્રિય કરે છે. જમ્યા પછી વરિયાળી અને મીસરી ખાવાથી ખોરાક સરળતાથી પચી જાય છે.

આંખોનું તેજ પણ વધારે છે
વરિયાળીમાં ઝિંક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ્સ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે આંખો માટે વરદાનરૂપ છે. વરિયાળી અને મીસરી ખાવાથી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને આંખોનું તેજ પણ વધે છે.

વધતી ઉંમરના સંકેતોને દૂર કરે
સુંદરતા વધારવા માટે અને વૃદ્ધત્વના સંકેતોને રોકવા માટે તમે વરિયાળીનો ઉપયોગ કરી શકો છો. તેમાં એન્ટિઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે ત્વચાની કરચલીઓ દૂર કરવામાં અસરકારક હોય છે. ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે એક ગ્લાસ પાણી લો, તેમાં 2 ચમચી વરિયાળી ઉમેરો. લગભગ 15 મિનિટ સુધી ઉકાળો. બાદમાં તેમાં થોડું દહીં ઉમેરો અને સ્મૂધી તૈયાર કરો. આ પેસ્ટને લગભગ 15 મિનિટ સુધી ચહેરા પર લગાવો. આ પછી ચહેરાને પાણીથી સાફ કરો, કરચલીઓ દૂર થશે.

ચહેરાના ડાઘ દૂર થશે
ત્વચાને અંદરથી સાફ કરવા માટે પણ વરિયાળીનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ચહેરાના ડાઘ પણ દૂર થાય છે. 1 કપ ગરમ પાણીમાં 1 મોટી ચમચી વરિયાળી ઉમેરો. તેને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો. પાણી ઠંડુ થાય એટલે તેમાં ટી-ટ્રી ઓઈલના થોડા ટીપા નાખીને બોટલમાં ભરી લો. તમે આ પાણીનો ઉપયોગ ટોનર તરીકે કરી શકો છો. તે ત્વચાને સાફ કરે છે અને ચહેરા પરના ડાઘ દૂર કરે છે.

દવાઓ સાથે ન ખાવ
જો તમે ડોક્ટરની સલાહ પર કોઈ પ્રકારની દવાઓનું રુટિન ફોલો કરો છો તો આ સમય દરમિયાન વરિયાળીનું સેવન ન કરશો. એવું માનવામાં આવે છે કે, દવા સાથે વરિયાળીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.