• Gujarati News
  • Lifestyle
  • Health
  • How Tobacco Makes Corona More Fatal World No Tobacco Day, Tobacco Use With The Severity Of The COVID 19 Manifestations.

તમાકુને કહો ના:સિગારેટ કે હુક્કા પીવો છો તો કોરોના થવાનું જોખમ વધારે, કોરોના થવા પર વેન્ટિલેટરની જરૂર વધે છે અને મૃત્યુનું જોખમ 80% વધારે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે વર્લ્ડ નો-ટોબેકો ડે અર્થાત તમાકુ નિષેધ દિવસ છે. કોરોનાકાળમાં આ દિવસનું મહત્ત્વ વધારે છે. તેનું કારણ પણ એકદમ સ્પષ્ટ છે કે તમાકુએ કોરોનાના વધારે ઘાતક બનાવ્યો છે. WHOનું કહેવું છે કે તમાકુનો ધૂમાડો શ્વાસનળી અને ફેફસામાં કોરોના વાઈરસના રિસેપ્ટર્સની સંખ્યાને વેગ આપે છે. તેવામાં ધૂમ્રપાન કરનારા લોકોનો કોરોના થવાની આશંકા વધી જાય છે.

જો કોઈ ધૂમ્રપાન કરનાર વ્યક્તિને કોરોના થાય છે તો તેને વેન્ટિલેટરની જરૂર વધી જાય છે અને મૃત્યુ થવાનું જોખમ 80% વધી જાય છે. બેંગલોરના એસ્ટર CMI હોસ્પિટલમાં મેડિકલ ઓન્કોલોજિસ્ટ અર્થાત કેન્સર રોગના નિષ્ણાત ડૉ. આદિત્ય મુરલી જણાવે છે કે તાજેતરમાં થયેલાં રસિર્ચમાં જોવાં મળ્યું કે ધૂમ્રપાન ન કરનારાની સરખામણીએ ધૂમ્રપાન કરનારા લોકોમાં કોરોના સાથે અન્ય ગંભીર બીમારી થવાનું જોખમ વધે છે. કોરોના વાઈરસ ખાસ કરીને ફેફસાં પર હુમલો કરે છે અને ધૂમ્રપાન ફેફસાંને નબળાં પાડે છે.

આવો જાણીએ આજનો દિવસ તમાકુ છોડવા માટે શા માટે ઉત્તમ છે...