ડેન્ગ્યુ:ચોમાસાની સિઝનના મુખ્ય વિલન ડેન્ગ્યુને ઓળખી લો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી ડેન્ગ્યુ થવાની ભીતિ વધુ રહે છે. તેથી ડેન્ગ્યુ માટે જાગ્રત થવું અત્યંત જરૂરી છે. કારણ કે, લોકોને મુશ્કેલીમાં ધકેલનાર આ રોગમાં જાણકારી જ બચાવનું કામ કરે છે. ડેન્ગ્યુ માદા મચ્છર કરડવાથી થાય છે. તેનાં લક્ષણોની વાત કરીએ તો...

  • આ રોગમાં ભારે તાવની સાથે શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે
  • તેમાં 104 ડિગ્રી સે. સુધીનો ભારે તાવ આવે છે અને માથામાં સખત દુખાવો થાય છે
  • શરીરની સાથે સાંધામાં પણ દુખાવો થાય છે તેમજ અપચાની પણ સમસ્યા થાય છે
  • ઊલટી થવી, ભૂખ ન લાગવી તેમજ બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે
  • ચક્કર આવવા, નબળાઈ લાગવી અને શરીરના પ્લેટલેટ્સ ઘટી જવા તેનાં ખાસ લક્ષણ ગણાય છે

તપાસ
જો ઉલ્લેખ કરેલાં લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો, તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ અને તેમની સલાહ પ્રમાણે લોહીની તપાસ કરાવવી જોઈએ. ડેન્ગ્યુની તપાસ માટે NS1 ટેસ્ટ કરવામાં આવે છે. તેનાથી ડોક્ટર નક્કી કરે છે કે દર્દીને ડેન્ગ્યુ થયો છે કે નહીં.

ડેન્ગ્યુ વિશે માહિતી
ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે દિવસમાં જ કરડતા જ હોય છે
ગરમી અને ચોમાસામાં આ બીમારી ઝડપથી થાય છે. ડેન્ગ્યુના મચ્છર હંમેશાં ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. જેમકે ધાબા પર રહેલી પાણીની ટાંકી, ઘડા અને ડોલમાં રહેલું પાણી, કૂલરનું પાણી અને કુંડાંમાં જમા થયેલું પાણી વગેરે.

ઉપાય

  • આમ તો ડેન્ગ્યુની સારવાર ડોક્ટરો દ્વારા જ કરવામાં આવે છે. પરંતુ સાવચેતી માટે તમે પણ કેટલાક ઉપાય કરી શકો છો.
  • દર્દીને વધુમાં વધુ પ્રવાહી આપો, જેથી તેના શરીરમાં પાણીની ઊણપ ન સર્જાય. ડેન્ગ્યુમાં ગિલોય (ગળો) ઘણો ઉપયોગી સાબિત થાય છે.
  • દર્દીને પપૈયાનાં પાન પાણીમાં લસોટીને પીવડાવો. તે શરીરમાં પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. પરંતુ આમ કરતાં પહેલાં એક વાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
  • દર્દીને ડિસ્પ્રિન અને એસ્પ્રિનની ગોળી ન આપો. તાવ ઓછો કરવા માટે પેરાસિટામોલની ગોળી આપી શકાય છે.
  • બને એટલું નાળિયેર પાણી દર્દીને પીવડાવો.
અન્ય સમાચારો પણ છે...