અગમચેતી / ગરમીમાં દાદર વધુ ઝડપથી ફેલાઈ છે, તેનાથી બચવા ટાઈટ કપડાં પહેરવાનું ટાળો અને પરસેવાથી બચો

How to prevent ringworm in summer, don't wear tight clothes

Divyabhaskar.com

Jun 09, 2019, 03:24 PM IST

હેલ્થ ડેસ્ક: દાદર અથવા રિંગવોર્મ એક ફંગલ ઇન્ફેક્શન છે જે સ્કિન પર થાય છે. તેમાં ખંજવાળ પણ આવી શકે છે. દાદર મુખ્યત્વે ઇન્ફેક્શનવાળી વ્યક્તિ અથવા પ્રાણીની સ્કિન સાથેના સીધા સંપર્કથી ફેલાઈ છે. ઉનાળામાં આ પરસેવાના કારણે ઝડપથી ફેલાઈ છે. સામાન્ય દાદર એન્ટિફંગલ દવાઓથી ઠીક થઇ જાય છે. ગંભીર ઇન્ફેક્શન માટે ઘણા અઠવાડિયા સુધી એન્ટિફંગલ દવાઓ લેવાની જરૂર પડી શકે છે.

દાદર થવાના કારણો

 • બીજા વ્યક્તિથી- દાદર જેને થઇ હોય તે વ્યક્તિની સ્કિન સાથે તમારી સ્કિનના સંપર્કથી દાદર ફેલાઈ છે.
 • પાળતુ પ્રાણીથી- પ્રાણીઓને જ્યારે પણ અડો ત્યારબાદ હાથ જરૂર ધોવા જોઈએ કારણકે તેનાથી પણ દાદર થાય છે. ગાયમાં આ મોટેભાગે જોવા મળે છે.
 • કોઈ વસ્તુને અડવાથી- દાદર ફેલાવતા ફંગસ સરફેસ, કપડાં, દાંતિયો અને બ્રશથી પણ ફેલાઈ શકે છે.
 • માટીથી- જો તમે માટીમાં ખુલ્લા પગે કામ કરો છો અથવા ઊભા છો તો આ પણ દાદર થવાનું કારણ હોઈ શકે છે.

દાદર થવાનું વધુ જોખમ ક્યારે?

 • જ્યારે ગરમ વાતાવરણમાં રહેતા હોવ
 • ઇન્ફેક્શનવાળી વ્યક્તિ અથવા પ્રાણી સાથે નજીકના સંબંધો રાખવા પર
 • ઇન્ફેક્શનવાળી વ્યક્તિ સાથે કપડાં, બેડ અથવા ટુવાલ શેર કરવાથી
 • એવા સ્પોર્ટ્સમાં ભાગ લેવાથી જેમાં સ્કિનનો સ્કિન સાથે સીધો સંપર્ક હોય, જેમ કે કુશ્તી
 • વધારે ટાઈટ કપડાં પહેરવાથી
 • નબળી રોગપ્રતિકારક શક્તિ હોય ત્યારે

નિવારણ

 • ઇન્ફેક્શનથી બચવા તમારા હાથને ધોવાના રાખો
 • જે વસ્તુઓ શેર કરતાં હોય તેમાં ખાસ સાવધાની રાખો
 • ગરમીમાં, ભેજવાળા મોસમમાં લાંબા સમય સુધી ટાઈટ કપડાં ન પહેરો, પરસેવાથી બચો.
 • ઇન્ફેક્શનવાળા પ્રાણીથી દૂર રહો. ઇન્ફેક્શન મોટેભાગે સ્કિનના એક પેચ જેવું જ દેખાય છે, જોકે ઘણીવાર તમે આ બીમારીના લક્ષણને પારખી શકતા નથી.
 • તમારા પાળતુ પ્રાણીને રેગ્યુલર ડોક્ટર પાસે લઇ જઈ તપાસ કરાવો
 • લોકોની પર્સનલ વસ્તુઓ જેવી કે હેરબ્રશ, ટુવાલ વગેરેનો ઉપયોગ ન કરે અને કોઈને કરવા પણ ન દે.
X
How to prevent ringworm in summer, don't wear tight clothes

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી