શિયાળામાં બધા જ ઘરમાં જ ચ્યવનપ્રાશનો વધારે ઉપયોગ કરવામાં આવે છે, ચ્યવનપ્રાશથી રોગપ્રતિકારક શક્તિમાં તો વધારો થાય છે. આ સાથે જ અનેક બીમારીઓ પણ દૂર કરે છે. આયુર્વેદમાં પણ ચ્યવનપ્રાશનું મહત્ત્વ અંગે જાણકારી આપવામાં આવી છે. આજે કામના સમાચારમાં જાણીશું કે ચ્યવનપ્રાશ ખાવાની સાચી રીત શું છે અને કેવી રીતે ઓળખી શકાય કે ચ્યવનપ્રાશ અસલી છે કે નકલી? ચ્યવનપ્રાશ વધુ ખાવાથી શું નુકસાન થાય છે? આજના અમારા એક્સપર્ટ છે ડો. રામ અરોરા, ભૂતપૂર્વ પ્રોફેસર, સરકારી ધન્વંતરિ આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ઉજ્જૈન.
સવાલ : આખરે ચ્યવનપ્રાશ શું હોય છે?
જવાબ : ચ્યવનપ્રાશ બનાવવામાં 40થી 50 વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી આયુર્વેદિક ઔષધિને ચ્યવનપ્રાશ કહેવામાં આવે છે. ચ્યવનપ્રાશમાં મુખ્તત્વે આમળાંનો ઉપયોગ કરવામાં આવે છે. આમળાંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે બધી વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ જેવું તૈયાર કરવામાં આવે છે, જેથી બાળકોથી લઈને વૃદ્ધ લોકો સરળતાથી ખાઈ શકે છે.
તો ચ્યવનપ્રાશ ખાવાથી જેટલો ફાયદો થાય છે એટલું જ નુકસાન થાય છે. આ માટે એ જાણવું ખાસ જરૂરી છે કે ચ્યવનપ્રાશ અસલી છે કે નકલી. નકલી ચ્યવનપ્રાશની ઓળખ સરળતાથી ઘર પર જ કરી શકાય છે. આ માટે નીચે આપેલાં ગ્રાફિક્સ વાંચો અને બીજા સાથે શેર કરો.
સવાલ : ચ્યવનપ્રાશ ખાવના શું ફાયદા છે?
જવાબ : ચ્યવનપ્રાશ ખાવના આ રહ્યા ફાયદા...
સવાલ : ચ્યવનપ્રાશમાં નાખવામાં આવતી ખાંડથી કોઈ નુકસાન થાય છે?
જવાબ : આચાર્ય બાલકૃષ્ણ જણાવે છે, ચ્યવનપ્રાશ ઘણી બધી જડીબુટ્ટીઓ ઉમેરવામાં આવેલી હોય છે, તેથી સ્વાદને બેલેન્સ રાખવા માટે ખાંડ અથવા મધ ઉમેરવું જરૂરી છે. આ જડીબુટ્ટી ખાંડની નકારાત્મક અસરોને ઘટાડે છે. હા, માત્ર સારી ગુણવત્તા અને બ્રાન્ડનું જ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ. ચ્યવનપ્રાશ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે જ શરદી અને વિવિધ એલર્જીથી બચાવે છે.
સવાલ : ચ્યવનપ્રાશ બાળકોને આપવું જોઈએ કે નહીં?
જવાબ : સેલિબ્રિટી ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરે જણાવ્યું હતું કે બાળકોને મોસમી બીમારીથી બચાવવા માટે દરરોજ ચ્યાવનપ્રશ ખવડાવવું જોઈએ, જેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
સવાલ : બાળકોને કેવી રીતે ખવડાવું જોઈએ ચ્યવનપ્રાશ?
જવાબ : ઋજુતા દિવેકરે જણાવ્યું હતું કે સૂતાં પહેલાં દૂધ સાથે એક ચમચી ચ્યવનપ્રાશ બાળકોને ખવડાવવું જોઈએ, જેનાથી પાચનક્રિયા સારી રહે છે.
સવાલ : બાળકોને કેટલા પ્રમાણમાં ચ્યવનપ્રાશ ખવડાવું જોઈએ?
જવાબ : જો યોગ્ય પ્રમાણમાં ચ્યવનપ્રાશ ખાવામાં આવે તો અનેક બીમારીથી બચી શકાય છે.
સવાલ : ચ્યવનપ્રાશ ખાવા માટે બેસ્ટ સમય કયો છે?
જવાબ : ચ્યવનપ્રાશ ખાવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ છે. શિયાળામાં સવારે ખાલી પેટે ચ્યવનપ્રાશ ખાવામાં આવે તો અનેકગણો ફાયદો થાય છે. ચ્યવનપ્રાશ ખાવાથી ઠંડીને કારણે થતી શરદી અને ઉધરસની સમસ્યા પણ જોવા મળતી નથી. ચ્યવનપ્રાશ તમે સવારે અને સાંજે ખાઈ શકો છો. રાતે ખાવાથી પેટની સમસ્યા થઇ શકે છે.
સવાલ : ચ્યવનપ્રાશ ખાવાથી નુકસાન થઇ શકે છે?
જવાબ : ચ્યવનપ્રાશ એક આયુર્વેદિક ઔષધિ છે, જે સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે, પરંતુ જો વધુપડતું ખાવામાં આવે તો ઝાડા થઈ શકે છે. આ સાથે જ વધુ ખાવાથી અપચો, પેટનું ફૂલવું, પેટ પર સોજો, ત્વચાની એલર્જી, ત્વચા પર લાલ નિશાન અને ફોલ્લીઓ પણ હોઈ શકે છે.
સવાલ : ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં મળતા શુગર ફ્રી ચ્યવનપ્રાશ સુરક્ષિત છે કે નહીં?
જવાબ : બજારમાં મળતા શુગર ફ્રી અને ગોળવાળું ચ્યવનપ્રાશ ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે. આ સિવાય કેરી ચ્યવનપ્રાશ શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે, પરંતુ એક વાતને ધ્યાનમાં રાખો કે વિશ્વસનીય બ્રાન્ડનું જ ચ્યવનપ્રાશ ખરીદવું જોઈએ. તો ડોક્ટરની સલાહ અનુસાર જ ચ્યવનપ્રાશ ખાવું જોઈએ.
સવાલ : ફ્લેવરવાળું ચ્યવનપ્રાશ ખાવું જોઈએ કે નહીં?
જવાબ : ફ્લેવરવાળું ચ્યવનપ્રાશ કંપનીઓની માર્કેટિંગ વ્યૂહરચના છે, જેમાં અલગથી ફ્લેવર ઉમેરવામાં આવે છે.
સવાલ : શું ફક્ત શિયાળામાં જ ચ્યવનપ્રાશ ખાઈ શકાય છે?
જવાબ : ચ્યવનપ્રાશ કોઈપણ સીઝનમાં ખાઈ શકાય છે. ઉનાળામાં પણ ખાઈ શકાય છે, પરંતુ ખાવામાં ધ્યાન આપવું જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ, નહિતર, ઘણા રોગો થઈ શકે છે. આ સમયે તળેલા અને વધુ મસાલાવાળા ખોરાકથી દૂર રહો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.