સ્વાદ અને સ્વાસ્થ્યમાં બેલેન્સ:તહેવારમાં મીઠાઈ જોઇને મોઢું ના ફેરવો, આ 5 ટ્રિક્સથી અફસોસ કર્યા વગર સ્વીટ્સ ખાઓ

મીનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મીઠાઈ બનાવતી વખતે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો
  • ગળ્યું દહીં એક એવું ડેઝર્ટ છે જે બનાવવા અને ખાવામાં સરળ છે

મહામારી પછી ધીમે-ધીમે લોકોનું જીવન નોર્મલ બની રહ્યું છે. આ વર્ષની દિવાળી દરેક લોકો માટે સ્પેશિયલ રહેશે. આ વર્ષે આપણે મિત્રો અને ફેમિલી સાથે સેલિબ્રેટ કરી શકીશું. આ તહેવાર તો મીઠાઈ વગર અધૂરો જ લાગે. ઘરમાં પડેલી મીઠાઈ જોઇને દરેકનું મન લલચાશે, પરંતુ ઘણા લોકો પોતાના પર કંટ્રોલ રાખે છે કે ક્યાંક વધારે મીઠાઈ ખાઈ લઈએ. મીઠાઈ ખાધા પછી હવે તમારે અફસોસ કરવાની જરૂર નથી. નનામી લાઈફમાં ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. શૈલી તોમર જણાવી રહ્યા છે અમુક એવી ટ્રિક્સ કે જેનાથી તમે હેલ્ધી અને સુગર ફ્રી મીઠાઈ એન્જોય કરી શકશો. આ સ્વીટ્સ ખાવાથી તમારો ટેસ્ટ પણ સચવાશે અને સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન નહીં થાય.

ખજૂર અને અંજીરના લાડુ
ખજૂર અને અંજીર પલાળીને પ્યુરી બનાવી લો. થોડું ઘી મૂકીને આ પ્યુરી ગરમ કરી લો. તેમાં બદામ, તરબૂચના બીજ અને અખરોટ પણ મિક્સ કરી શકો છો. એ પછી તેમાં ખસ-ખસ ઉમેરી દો. આ લાડુથી તમને ઓમેગા 3 ફેટી એસિડ, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન E મળશે. આ મિનરલ્સ અને વિટામિન્સથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. સાથે મીઠાઈ ખાધાનો કોઈ અફસોસ પણ નહીં રહે. આ જ રીતે તમે દૂધીનો હલવો પણ બનાવી શકો છો. ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો. ઘરે મગફળીપાક પણ બનાવી શકો છો.

ગળ્યું દહીં
માર્કેટમાંથી મીઠાઈ ખરીદવાને બદલે ઘરે જ બનાવો. ગળ્યું દહીં એક એવું ડેઝર્ટ છે જે બનાવવા અને ખાવામાં સરળ છે. આ દહીં એક હેલ્ધી ઓપ્શન પણ છે. એક વાસણમાં દૂધ ઉકાળી લો. એ પછી તેમાં ગોળ અને ઈલાયચી નાખીને બે ચમચી દહીં ઉમેરો. આખી રાત માટીના વાસણમાં દહીં જમાવવા મૂકી દો. બીજે દિવસે તમારું હેલ્ધી અને ટેસ્ટી ડેઝર્ટ તૈયાર થઈ જશે.

ફ્રોઝન ફ્રૂટ આઈસ્ક્રીમ
જરૂરી નથી કે તમે માર્કેટમાં અવેલેબલ હોય તે જ આઈસ્ક્રીમ ખાઓ. તેને બદલે તમે ફ્રોઝન ફ્રૂટ આઈસ્ક્રીમ પણ ખાઈ શકો છો. એક પાકેલું કેળું ફ્રીઝરમાં મૂકી દો. તે જામી જાય એટલે દૂધને સાથે મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો. આ પેસ્ટમાં તમે ઈચ્છો તો તમને મનપસંદ ફ્લેવર્સ પણ ઉમેરી શકો છો. જેમ કે ઈલાયચી કે વેનિલા પાઉડર. ફ્રીઝ કરી દીધા પછી સર્વ કરો. આ રીતે તમે ફ્લેવર્ડ યોગર્ટ પણ બનાવી શકો છો. દહીંની સાથે તમારા ફેવરિટ ફળને ફ્રીઝરમાં મૂકીને જમાવી દો. એકવાર બ્લેન્ડ કરીને ફરીથી જમાવવા મૂકી દો. ત્યારબાદ હેલ્ધી અને ઠંડું ડેઝર્ટ પીરસો.

હેલ્ધી ડ્રિન્ક્સ
દિવાળીના ટાઈમ પર ઘણા બધા લોકો કોલ્ડ ડ્રિન્ક્સ પીવે છે, જેમ કે આલ્કોહોલ, સોડા કે પેકેજ્ડ જ્યૂસ. આ ડ્રિંક તમારા શરીરને નુકસાન પહોંચાડે છે. તેની જગ્યાએ તમે છાશ કે લેમોનેટ સર્વ કરી શકો છો. આ ઉપરાંત ડ્રાય ફ્રૂટ્સ મિલ્ક શેક પણ સર્વ કરી શકો છો. આ શેક બાળકોને ખૂબ ભાવશે.

પોર્શન કંટ્રોલ
દિવાળી વર્ષમાં એકવાર આવે છે અને ઘણા લોકો આ ફેવરિટ મીઠાઈ ખાવા આતુરતાથી દિવાળીની રાહ જોતા હોય છે. તમે તમારી ફેવરિટ મીઠાઈ ખાઈ શકો છો, પણ પોર્શન કંટ્રોલમાં. તહેવારનો અર્થ પોતાને સજા આપવાનો નથી. ઓવરવેઈટિંગનું ધ્યાન રાખી બેલેન્સ ડાયટ રાખો. આ રીતે તમે તહેવારમાં કોઈ પણ પ્રકારનો અફસોસ રાખ્યા વગર એન્જોય કરી શકો છો.