આજે ઘરોઘર કોબીનો કોઈને કોઈ રીતે તો ઉપયોગ કરવામાં આવતો જ હોય છે. બજારમાં સૌથી વધુ કોબીજ બહારથી લીલી અને અંદરથી સફેદ હોય તે વેચાતી હોય છે. આ સિવાય લાલ કોબીનું પણ હાલ ચલણ વધ્યું છે. આજે અમે તમને જણાવીશું કે, લાલ કોબી અને લીલી કોબીજ વચ્ચે શું તફાવત છે, બંને કોબીજમાં ક્યાં-ક્યાં પ્રકારના પોષક તત્ત્વો હોય છે. પરંતુ આ પહેલાં આપણે બંનેના ખાસ ગુણો વિશે જાણી લઈએ છીએ.
શાક કે સલાડમાં કોબીજનો વધારે ઉપયોગ કરવામાં આવે છે. કોબીના ભજિયા અને પરાઠા પણ ઘણી જગ્યાએ બનાવવામાં આવે છે. ડાયટિશિયન ડૉ. વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે કોબીજમાં વિટામિન સીનો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં ગ્લુટામાઇન હોય છે જે એમિનો એસિડ છે અને બળતરા વિરોધી તરીકે કામ કરે છે. આ સાથે જ કોબીજમાં ફાઈબર પણ ભરપૂર હોય છે જે આપણા પાચનતંત્રને સુધારે છે. ફાયબર આંતરડાના બેક્ટેરિયા માટે યોગ્ય ખોરાક પૂરો પાડે છે જેમાંથી ઘણા ફેટી એસિડ્સ ઉત્પન્ન થાય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા દ હોય તેમણે તે લોકોએ ડાયટમાં કોબીજનો સમાવેશ કરવો જોઈએ.
લાલ કોબીજમાં વધારે પોષક તત્ત્વો હોય છે
લાલ રંગની કોબીજમાં લીલી કોબીજની સરખામણીએ વધુ પોષક તત્ત્વો હોય છે. આ કોબીજને ફાઈબરનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે. લાલ કોબીજમાં કાર્બોહાઇડ્રેટ્સ, પોટેશિયમની સાથે ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. લાલ કોબીજનો એથ એ છે કે પૂરતા પ્રમાણમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોવા. લાલ કોબીજમાં ઓક્સિડેટીવ હોય છે તણાવને ઘટાડે છે. તેમાં એક અલગ પ્રકારનું એન્ટી-ઓક્સીડેન્ટ એન્થોકયાનિન પણ વધુ હોય છે, જે કેન્સર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.
કરચલીઓ થતી રોકે છે
લાલ રંગની કોબીજમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જો લાલ કોબીજને નિયમિત રીતે તમારા ડાયટ માં સામેલ કરવામાં આવે તો ત્વચામાં ચમક આવે છે. ઉંમર વધ્યા પછી પણ ત્વચા પર કરચલીઓ આવતી નથી. આ ઉપરાંત, વિટામિન સી હોવાને કારણે ત્વચા લાંબા સમય સુધી ચમકતી રહે છે.
હાડકાં અને માંસપેશીઓ મજબૂત થાય છે
લીલી કોબીજ અથવા લાલ કોબીજને કાચી અને રાંધેલી બંને રીતે ખાવામાં આવે છે. કાચી કોબીજ ખાવાથી હાડકાં મજબૂત બને છે, સાંધાનો દુખાવો ઓછો થાય છે. આ બંને કોબીજમાં રહેલા વિટામિન K, પોટેશિયમ અને અન્ય મિનરલ્સથી હાડકાં અને સ્નાયુઓને મજબૂતી મળે છે.
લાલ કોબીજમાં વિટામીન સી હોય છે
લાલ કોબીજમાં સંતરા કરતાં વધુ વિટામિન સી હોય છે.તેથી જ ડોકટરો લાલ કોબીજ ખાવાની ભલામણ કરે છે. સરેરાશ લાલ કોબીજમાં રહેલાં વિટામિન સી, વિટામિન એ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. લાલ કોબીજ ખાવાથી આંખો પણ સારી રહે છે.
માઈગ્રેનની સમસ્યા હોય તો લાલ કોબીજનું જ્યુસ પીઓ
જો તમે માઈગ્રેનની સમસ્યાથી પીડિત છો તો લાલ કોબીજ આ બીમારીમાં અસરકારક સાબિત થઈ શકે છે. કાચી કોબીનો રસ પીવાથી માઈગ્રેનમાં રાહત મળે છે. માથાના દુખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કાચી કોબીને કાપીને કપડામાં લપેટીને કપાળ પર મુકવાથી રાહત મળે છે.
સલાડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો
લીલી કોબીજની સરખામણીએ લાલ કોબીજનો સલાડમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. લાલ કોબીજને બીજા ઘણા સલાડ સાથે ખાઈ શકાય છે. જો સલાડ તરીકે નિયમિતપણે ખાવામાં આવે તો બ્લડપ્રેશર ઘટાડી શકાય છે. તેમાં પોટેશિયમ વધુ હોય છે, તેથી તે બ્લડ પ્રેશરને યોગ્ય રીતે કંટ્રોલ કરે છે.
ડિસ્ક્લેમર : આ લેખમાં માહિતી અને ડાયટ પ્રમાણે આપવામાં આવી છે. આ અંગે ડોક્ટરની સલાહ પણ લો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.