એક્સપર્ટ ટિપ્સ:હેલ્ધી રહેવા માટે દરરોજ કેટલી માત્રામાં વિટામિન-C લેવું જરૂરી? તેના કુદરતી સ્ત્રોત કયા છે?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ પુરુષોએ 90 મિલિગ્રામ અને મહિલાઓએ 75 મિલિગ્રામ વિટામિન-C લેવું જોઈએ
  • યોગ્ય માત્રા કરતાં વધારે વિટામિન-C લેવાથી શરીરને નુકસાન થઈ શકે છે

સ્વસ્થ શરીર માટે વિટામિન-C એક જરૂરી પોષકતત્વ છે. વિટામિન-C શરીર પોતે ઉત્પન્ન કરતું નથી. તેની ઊણપથી હાડકાં, ત્વચા અને હૃદય સંબંધિત નસને નુક્સાન થઈ શકે છે. તેથી વિટામિન-Cથી ભરપૂર ડાયટ લેવું જરૂરી છે.

કેન્સરનું જોખમ ઓછું કરે છે
વિટામિન-C વ્હાઈટ બ્લડ સેલ્સ વધારી ઈમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે છે. વિટામિન-C પાણીમાં ભળી જાય છે. શરીરમાં તેની યોગ્ય માત્રા જાળવી રાખવા માટે તેનું દરરોજ સેવન કરવું જોઈએ. વિટામિન-C પ્રોટીન જાળવી રાખવામાં મદદ કરે છે. તેની એન્ટિઓક્સીડન્ટ પ્રોપર્ટી કેન્સરનું જોખમ ઓછું કરે છે. તે એક્યુએટ રેસ્પિરેટરી ઈન્ફેક્શન અને ટીબીની બીમારીનું જોખમ પણ ઓછું કરે છે.

એક્સપર્ટ પાસેથી જાણો તેના ફાયદા
ન્યૂટ્રિશનિસ્ટ જયશ્રી શરદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેના ફાયદા જણાવ્યા છે. તે હાઈપરપિગ્મેન્ટેશન રોકે છે. ત્વચાને UVના નકારાત્મક પ્રભાવથી બચાવે છે. તેનાં સેવનથી DNA રિપેર થાય છે અને ત્વચા પરના ઘા જલ્દી રૂઝાઈ જાય છે.

ડૉ. શરદ જણાવે છે કે દરરોજ પુરુષોએ 90 મિલિગ્રામ અને મહિલાઓએ 75 મિલિગ્રામ લેવું જોઈએ. ત્વચા સંબંધિત સમસ્યા હોય તો 1000 મિલિગ્રામ સુધી તેનું સેવન કરવું જોઈએ. અન્ય રિસર્ચ પ્રમાણે દરરોજ ગર્ભવતી મહિલાઓએ 85 મિલિગ્રામ અને બ્રેસ્ટ ફીડિંગ કરાવતી મહિલાઓએ 120 મિલિગ્રામ સુધી વિટામિન-Cનું સેવન કરવું જોઈએ.

વિટામિન-Cના કુદરતી સ્ત્રોત
ડૉ. શરદના જણાવ્યા પ્રમાણે, નારંગી, લીંબું, પાઈનેપલ, ચેરી, બ્લૂબેરી, પપૈયું, ટમેટાં અને બ્રોકલીમાં વિટામિન-Cની સૌથી વધારે માત્રા હોય છે. આ સિવાય જામફળ, બીટ, આમળાં, શલગમ અને કેપ્સિકમમાં પણ વિટામિન-C હોય છે.

આ લક્ષણો વિટામિન-Cની ઊણપનાં
ડ્રાય સ્કિન, પેઢાંમાંથી લોહી આવવું, શરીરમાં લોહીની ઊણપ, ઘા રુઝાવામાં વધારે સમય લાગવો, વાળ શુષ્ક થઈ જવા, ઈમ્યુનિટી ઓછી થવી વિટામિન-Cની ઊણપના લક્ષણો છે.

વધારે પડતું વિટામિન-C પણ જોખમકારક
વિટામિન-Cની વધારે માત્રા લેવાથી નુકસાન થઈ શકે છે. તેનાથી શરીરમાં આયર્ન વધી શકે છે. છાતીમાં દુખાવો, માથાનો દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યા પણ થઈ શકે છે.