સ્પર્મ માટે ધંધો!:સ્પર્મ ડોનેશન કેવી રીતે કામ કરે છે? દેશમાં સંભવિત 'IAS'ના સ્પર્મની છે ડિમાન્ડ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

2012માં એક્ટર આયુષ્માન ખુરાનાની એક ફિલ્મ આવી હતી 'વિકી ડોનર.' આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પૈસા માટે સ્પર્મ ડોનેટ કરે છે ને કમાણી કરે છે, પરંતુ જ્યારે આ વાત તેની પાર્ટનરને ખબર પડે છે ત્યારે નારાજ થઈ જાય છે. બાદમાં ખબર પડે છે કે જે મહિલાઓ માતા નથી બની શકતી તેમના સપનાં પૂરાં કરે છે ત્યારે આયુષ્માનની પાર્ટનર યામીને આ વાત ખબર પડે છે ત્યારે ખુશ થાય છે. આજકાલ લોકો સ્પર્મને પૈસા કમાવવાનું સાધન માની રહ્યા છે.

આજે અમે તમને સ્પર્મ ડૉનેશનની દુનિયા વિશે વિગતે જણાવીશું....

800 બાળકનો પિતા છે સ્પર્મ ડોનર
'ધ સન્ડે ટાઈમ્સ'ના રિપોર્ટ અનુસાર, બ્રિટનના અત્યંત જમણેરી સંગઠન સાથે જોડાયેલી એક વ્યક્તિએ અત્યારસુધીમાં 800થી વધુ મહિલાઓને સ્પર્મ ડોનેટ કર્યા છે. આ વ્યક્તિનું માનવું છે કે આવું કરીને તે બ્રિટનમાં 'શ્વેત અને આર્યન' જાતિની વસતિ વધારી રહ્યો છે. બ્રિટનમાં શ્વેત જાતિની વસતિ વધારવા માટે આ પુરુષ એટલો ઝનૂની છે કે તે પોતાના ખર્ચે માતા બનવા માગતી મહિલાઓને સ્પર્મ આપે છે.

સ્પર્મ ડોનેશનને કારણે બળાત્કારની શિકાર થઈ રહી છે મહિલાઓ
એવી પણ કેટલીક મહિલાઓ સામે આવી છે, જેઓ સ્પર્મ ડોનર દ્વારા બળાત્કારનો ભોગ બન્યા હોય. રિપોર્ટ અનુસાર, એક મહિલાને તેના ડોનર દ્વારા હોટલના રૂમમાં તેના સ્પર્મ આપવા માટે બોલાવવામાં આવી હતી. પરંતુ જ્યારે મહિલા ત્યાં પહોંચી તો ડોનરે તેની સાથે જબરદસ્તી કરી હતી. શરમના કારણે મહિલાએ આ વાત તેના પરિવારના સભ્યોને કે પોલીસને પણ ન કહી હતી. હવે તે મહિલા એ જ બળાત્કારી ડોનરના બાળકની માતા બનવા જઈ રહી છે.

ભારતમાં આ પ્રકારનાં ગ્રુપ છે
બ્રિટનની જેમ ભારતમાં પૈસા લીધા વગર સ્પર્મ ડોનેશનના કિસ્સા હજુ સુધી સામે આવ્યા નથી. દેશમાં મોટા ભાગે પૈસા માટે સ્પર્મ ડોનેશન કરવામાં આવે છે. ડોનર સામાન્ય રીતે બેરોજગાર અથવા અભ્યાસ કરતા યુવાનો જ વધારે હોય છે. ફેસબુક સહિત ઘણી સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવાં ગ્રુપો હોય છે.

ડોનર અને માતા બંને એકબીજાથી અપરિચિત હોવા જોઈએ
આજે દેશમાં ભલે ડોનર અને ગ્રાહકો એકબીજા સાથે ડીલ કરે છે, પરંતુ સ્પર્મ ડોનેશનની આ રીત કાયદાકીય રીતે સાચી નથી. શ્રી IVF ક્લિનિક, મુંબઈના ડૉક્ટર જય મહેતાના જણાવ્યા અનુસાર, દેશમાં એક નિયમ છે કે ડોનરને ખબર ન હોવી જોઈએ કે તેના સ્પર્મથી કઈ મહિલા માતા બનવા જઈ રહી છે. તો બીજી તરફ તે જ રીતે સ્ત્રીને એ પણ ખબર ન હોવી જોઈએ કે સ્પર્મ ડોનર કોણ છે? આ બંનેને સરકાર માન્ય સ્પર્મ બેંકની મદદથી પરોક્ષ રીતે જોડાયેલા હોવા જોઈએ.

ડોનર ને રિસીવરની ઓળખ એટલા માટે છુપાવવામાં આવે છે કે સ્પર્મ ડોનર બાળક પર કોઈપણ પ્રકારનો દાવો ન કરી શકે. બ્રિટનમાં એક નિયમ એવો પણ છે કે સ્પર્મ ડોનેશનથી પેદા થયેલું બાળક 18 વર્ષ બાદ તેના બાયલોજિકલ પિતાને મળી શકે છે.

દિલ્હીમાં 'IAS મટીરિયલ' કરતાં પણ સ્પર્મની કિંમત વધારે છે
ઓનલાઈન સિવાય દિલ્હી-મુંબઈ જેવાં મોટાં શહેરોની સ્પર્મ બેંકોમાં જઈને પણ સ્પર્મ વેચવામાં આવે છે. દિલ્હી જેવાં શહેરોમાં આવી સેંકડો સ્પર્મ બેંકો છે, જ્યાં યુવાનો 400થી 600 રૂપિયામાં પોતાનું સ્પર્મ આપે છે.

દિલ્હીમાં રહેતા સિવિલ સર્વિસની તૈયારી કરતા 22 વર્ષના મિતેશ (નામ બદલ્યું)એ જણાવ્યું હતું કે ‘અમે અઠવાડિયામાં 2થી 3 વખત સ્પર્મ ડોનેટ કરીએ છીએ. અમારા જેવા લોકો ભણતા 'IAS મટીરિયલ સ્ટુડન્ટ્સ'ના સ્પર્મની માગ અને કિંમત વધારે છે.’

સ્પર્મ ડોનેશન માટે ICMRએ બનાવ્યા છે નિયમ,
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશમાં સ્પર્મ ડોનેશન માટેના નિયમોનું સંપૂર્ણ લિસ્ટ બનાવ્યું છે, પરંતુ આ નિયમોનું ચુસ્તપણે પાલન થતું નથી.

સંબંધીઓ નથી કરી શકતા સ્પર્મ ડોનેટ
ઘણાં નિઃસંતાન કપલો ઈચ્છે છે કે તેમને પોતાના અંગત લોકોના સ્પર્મ મળે, પરંતુ ICMR માર્ગદર્શિકામાં એને યોગ્ય ગણવામાં આવ્યું નથી. આ મુજબ પતિ-પત્નીના કોઈ સંબંધી કે મિત્ર તેમને સ્પર્મ ડોનેટ કરી શકતા નથી.

ડીપ ફ્રીઝરમાં 6 મહિના રાખ્યા પછી સ્પર્મનો ઉપયોગ કરવામાં આવે છે

ICMRનાં ધોરણો મુજબ ઉપયોગ કરતા પહેલાં શુક્રાણુને 6 મહિના સુધી ડીપ ફ્રીઝરમાં રાખવામાં આવે છે. આ દરમિયાન સ્પર્મ અને ડોનરની તપાસ કરવામાં આવે છે. ડોનરને એચઆઈવી, હેપેટાઈટિસ બી-સી, ટીબી, કેન્સર કે કોઈ આનુવંશિક રોગ છે કે કેમ એ જોવામાં આવે છે. તમામ પરીક્ષણો પાસ કર્યા પછી જ એનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તપાસ દરમિયાન સ્પર્મમાં કોઇ સમ્સયા હોય તો એને નષ્ટ કરી દેવામાં આવે છે.

દેશમાં શુક્રાણુઓની આટલી માગ કેમ છે?

Ernst & Young દ્વારા 2015ના અભ્યાસ મુજબ, દેશમાં 10થી 12% યુગલો વંધ્યત્વની સમસ્યાથી પીડાય છે, એટલે કે દેશની કુલ વસતિનો મોટો હિસ્સો બાળકો પેદા કરવા માટે IVF જેવી પદ્ધતિઓ તરફ જોઈ રહ્યો છે. આ જ કારણ છે કે તાજેતરનાં વર્ષોમાં દેશમાં સ્પર્મની માગ ઝડપથી વધી છે.

સસ્તા સ્પર્મ માટે વિદેશીઓ ભારતમાં આવે છે
સમગ્ર વિશ્વમાં સ્પર્મની માગ ઝડપથી વધી રહી છે. પશ્ચિમી દેશોમાં કડક કાયદા અને મોંઘી સારવારને કારણે ભારત IVF હબ તરીકે ઊભરી આવ્યું છે. સસ્તા સ્પર્મને કારણે ભારતમાં દર વર્ષે 20થી 25 હજાર વિદેશીઓ IVF કરાવે છે. દિલ્હી-મુંબઈ જેવાં મોટાં શહેરો ઉપરાંત નાનાં નગરોમાં પણ IVF ક્લિનિક્સ મોટી સંખ્યામાં વિકસી રહ્યાં છે.