તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશમાં ડેલ્ટા પ્લસના 50 કેસ:ત્રીજી લહેર રોકવા માટે ડેલ્ટા પ્લસથી બચવું જરૂરી, એક્સપર્ટ પાસેથી જાણો કેવી રીતે ખતરનાક ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ બન્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોનાના નવાં વેરિઅન્ટ ડેલ્ટા પ્લસના આશરે 50 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આ વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. કઈ વેક્સિન કયા વેરિઅન્ટ પર અસરકારક છે તે માહિતી હજુ સામે આવાની બાકી છે, પરંતુ તાજેતરના રિસર્ચમાં જોવા મળ્યું કે, કોવેક્સિન ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર અસરકારક છે. એક્સપર્ટનું માનવું છે કે, ત્રીજી લહેરને રોકવા માટે ડેલ્ટા પ્લસથી બચાવ કરવો જરૂરી છે.

મુંબઈની મસીના હોસ્પિટલના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ.તૃપ્તિ ગિલાડા પાસેથી જાણો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ કેવી રીતે બન્યો અને તે કેટલો ખતરનાક છે...

કોરોનાવાઈરસથી કઈ રીતે બન્યો ડેલ્ટા વેરિઅન્ટ?
ડૉ. તૃપ્તિ કહે છે કે, અન્ય વાઈરસની જેમ કોરોના પણ રેપ્લિકેટ થાય છે, અર્થાત પોતાની સંખ્યા વધારે છે. આ દરમિયાન વાઈરસમાં મ્યુટેશન થાય છે. આ વાઈરસમાં થતો એક પ્રકારનો ફેરફાર હોય છે. આ પ્રકારના વાઈરસમાં હજારો ફેરફાર થાય છે, પરંતુ કેટલાક એવા ફેરફાર હોય છે જે તેને વધારે ખતરનાક અને સંક્રામક બનાવી દે છે.

આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં મૃત્યુના કેસ વધવા માટે કોરોનાના નવા રૂપ ડેલ્ટા વેરિઅન્ટને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. આ જ ડેલ્ટા વેરિઅન્ટમાં થયેલા ફેરફારને લીધે ડેલ્ટા પ્લસ વાઈરસ બન્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, આ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધારે ખતરનાક અને સંક્રામક છે.

એક્સપર્ટનું કહેવું છે કે, કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેરમાં વધારે મૃત્યુ થયા છે, તેનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ છે. કેટલાક વૈજ્ઞાનિક નવા ડેલ્ટા પ્લસથી ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

અત્યાર સુધી ક્યાં મળી આવ્યો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ?
કોરોનાનો ડેલ્ટ પ્લસ વેરિઅન્ટ ભારત, અમેરિકા અને બ્રિટનમાં મળી આવ્યો છે. ભારતના 7 રાજ્યોમાંથી 40 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ હોવાની પુષ્ટિ પહેલાંથી થઈ ગઈ છે. તેમાંથી 16 સેમ્પલ એપ્રિલમાં મહારાષ્ટ્રમાંથી લેવામાં આવ્યા હતા. હજુ પણ તેના વિશે વધુ માહિતી સામે આવી નથી. હાલ તેનો આંકડો 50 સુધી પહોંચી ગયો છે.

કઈ વેક્સિન ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કારગર છે?
ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ)ના DG ડૉ. બલરામ ભાર્ગવનું કહેવું છે કે, હાલ બીજી લહેર પૂરી નથી થઈ, પરંતુ સારી વાત એ છે કે કોવીશિલ્ડ અને કોવેક્સિન અત્યાર સુધી તમામ વેરિઅન્ટ પર કારગર સાબિત થઈ છે.

ડૉ. ભાર્ગવે જણાવ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ 12 દેશમાં છે. ભારતમાં અત્યાર સુધી 11 રાજ્યોમાં તેના 50 કેસ સામે આવ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર હાલની વેક્સિન કેટલી પ્રભાવી હશે તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે. ડૉ. ભાર્ગવ જણાવે છે કે, અત્યાર સુધીના વેરિઅન્ટ- આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાના આધારે જ ડેલ્ટા પ્લસ માટે વેક્સિનની એફિકેસીની ઓળખ કરવામાં આવી રહી છે. તેના પરિણામ આગામી 7થી 10 દિવસમાં મળશે.

લોકો દુવિધામાં છે કે કઈ વેક્સિન કયા વેરિઅન્ટ પર કેટલી અસરકારક સાબિત થશે, પરંતુ અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોવેક્સિન કોરોનાના બંને રૂપ ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ પર અસરકારક છે.

ડેલ્ટા પ્લસ કેટલો ખતરનાક?
કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ વેરિઅન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવે છે, પરંતુ અત્યાર સુધી તેના કોઈ પ્રમાણ મળ્યા નથી. છેલ્લા 2 મહિનાથી ઘણા રાજ્યોમાં આ વેરિઅન્ટના કેસ મળી રહ્યા છે, પરંતુ કેસોની સંખ્યા વધારે જોવા મળી નથી. અનલોકને કારણે કોરોનાના કેસ કેટલાક રાજ્યોમાં વધી રહ્યા છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ વેરિઅન્ટ કોરોનાના કેટલાક દર્દીઓમાં કૃત્રિમ એન્ટિબોડીઝની અસર ઓછી કરે છે.

આ વાતોનું ધ્યાન રાખો

  • તાવ, ઉધરસ, છાતીમાં દુખાવો, શ્વાસ ફૂલી જવો અથવા શ્વાસ લેવામાં કોઈ તકલીફ થાય તો ડૉક્ટરની સલાહ લો અને કોરોનાની તપાસ કરાવો.
  • ચામડી પર ચકામા, પગની આંગળીઓનો રંગ બદલાઈ જવો, ગળામાં ખરાશ, સ્વાદ અને સુગંધ ન આવે તો અલર્ટ થઈ જાઓ.
  • ઘરની બહાર નીકળતા પહેલાં ડબલ માસ્ક લગાવો. ભલે કેસ ઓછા આવી રહ્યા હોય પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ન ભૂલો.
  • હાથને સેનિટાઈઝ કરો. બહારથી આવ્યા બાદ 20 સેકન્ડ સુધી સાબુ-પાણી વડે હાથ ધુઓ.
અન્ય સમાચારો પણ છે...