બાળપણ પર ગ્રહણ:વૈજ્ઞાનિકોનો દાવો- વયસ્કો કરતાં બાળકોને કોરોનાથી 3ગણું જોખમ, આ હેલ્ધી હેબિટ્સ શીખવાડી ભૂલકાંઓને કોરોના જોખમથી બચાવો

પારુલ રાંજા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ કરવા માટે બાળકો એક્સર્સાઈઝ કરે તે પણ જરૂરી
  • બાળક કોરોના પોઝિટિવ થાય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ દવા ન આપો

કોરોના વાઈરસના નવાં વેરિઅન્ટ ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દેશમાં 3 જાન્યુઆરીથી કિશોરોનું વેક્સિનેશન શરૂ થયું છે. 15થી 18 વર્ષનાં કિશોરોનું વેક્સિનેશન શરૂ થયું છે. 2થી 14 વર્ષનાં બાળકોનાં રસીકરણનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. લંડનની ઈપ્સોસ મોરીના વૈજ્ઞાનિકોનો દાવો છે કે 5થી 11 વર્ષનાં બાળકોને વયસ્કો કરતાં કોરોનાનું જોખમ 3ગણું છે.

સાઉથ આફ્રિકાના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, આ વખતે 5 વર્ષથી નાનાં બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે. હવે સવાલ એ છે કે આખરે પેરેન્ટ્સ નાનાં બાળકોની ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે શું કરે? કેવી રીતે ત્રીજી લહેરથી તેમને બચાવે? 2-14 વર્ષનાં બાળકોને વેક્સિન ક્યારે મળશે? આ તમામ સવાલોના જવાબ જાણીએ....

ત્રીજી લહેર બાળકો માટે કેટલી જોખમી?
WHOના રિપોર્ટ પ્રમાણે વયસ્કોની સરખામણીએ બાળકો અને કિશોરોમાં કોરોનાનું જોખમ ઓછું રહે છે. બાળકોનાં મૃત્યુનું જોખમ પણ ઓછું રહે છે. ICMRના સીરો સર્વે પ્રમાણે દેશના 50%થી વધારે બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે, પરંતુ તેમના પર ગંભીર અસર જોવા મળી નથી અને મૃત્યુ દર ના બરાબર છે.

ICMRના મહામારી વિજ્ઞાનના પ્રમુખ ડૉ. સમિરન પાંડાના જણાવ્યા પ્રમાણે, વેક્સિન નવાં વેરિઅન્ટ સામે લડવામાં કેટલી સક્ષમ છે તે ચિત્ર સ્પષ્ટ થયું નથી. તે આગામી સમયમાં જ નક્કી થશે.

2થી 14 વર્ષનાં બાળકો માટે રસી ક્યારે આવશે?
ડૉ. સમિરન પાંડા જણાવે છે કે, 2થી 14 વર્ષનાં બાળકો માટે ક્યારે રસી આવશે તે સ્વાસ્થ્ય મંત્રાલય નક્કી કરે છે. નાનાં બાળકોની વેક્સિન અંગેનો નિર્ણય વૈજ્ઞાનિક રીતે આધાર રાખે છે.

હાલ 15થી 18 વર્ષનાં બાળકોનું રસીકરણ થઈ રહ્યું છે. પ્રથમ ડોઝ બાદ તેમને બીજો ડોઝ પણ અપાશે. તેમને બૂસ્ટર ડોઝ અપાશે કે કેમ તે કહી શકાતું નથી.

2 વર્ષનાં બાળકો પર વેક્સિનના ટ્રાયલ
ભારત બાયોટેકનો દાવો છે કે, 2થી 14 વર્ષનાં બાળકો પર તેની વેક્સિન કોવેક્સિનનું ટ્રાયલ સફળ રહ્યું છે. સરકારની મંજૂરી મળ્યા બાદ 2થી 14 વર્ષનાં બાળકોનું રસીકરણ થશે. ટ્રાયલમાં વેક્સિનથી કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

બાળકોને કોરોના થઈ જાય તો શું કરશો?
ફરિદાબાદમાં ફોર્ટિસ એસ્કોર્ટ્સના સીનિયર કન્સલ્ટન્ટ અને બાળરોગ નિષ્ણાત ડૉ. અમિત ગુપ્તા જણાવે છે કે, બાળક કોરોના સંક્રમિત થઈ જાય તો તેને ડૉક્ટરની સલાહ વગર વાઈરલ ડ્રગ્સ, સ્ટિરોઈડ, એન્ટિબાયોટિક કે કોઈ પણ પ્રકારની દવા ન આપવી. બાળકને વૃદ્ધોથી અળગા રાખવા.

સ્પેશિયલ કેરની આવશ્યકતા
ડૉ. અમિત ગુપ્તા જણાવે છે કે, પહેલાં કોરોના શરીરમાં પ્રેવશ કરી સંક્રમણ ફેલાવામાં 1થી 2 દિવસનો સમય લેતો હતો હવે તે 6 કલાકની અંદર માણસને સંક્રમિત કરી દે છે. વયસ્કોની જેમ બાળકોમાં પણ કોરોનાનાં લક્ષણો અલગ અલગ હોવાથી તેમને સ્પેશિયલ કેરની જરૂર હોય છે.

બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હો તો દૂધ પીવડાવતાં પહેલાં અને પછી બ્રેસ્ટ યોગ્ય રીતે સાફ કરો જેથી બાળકને ઈન્ફેક્શન ન થાય. બાળકની ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ બનાવવા માટે નારંગી, ગાજર, તરબૂચ, કીવી અને બીટનો જ્યૂસ આપો.

બાળકો એક્સર્સાઈઝ કરે તે જરૂરી

યંગસ્ટર્સ અને વડીલોએ જ નહિ બાળકો પણ એક્સર્સાઈઝ કરે તે જરૂરી છે. બાળકોને કેસર આપો. કેસરના દૂધને બદલે વેજ રોલમાં કેસર મિક્સ કરી આપો. બાળકોને ઠંડી વસ્તુનું સેવન ન કરવા દો.

આ વાતોનું ધ્યાન રાખો

  • બાળકોને હેલ્ધી નાસ્તો આપો
  • તેમને સિઝનલ ફળ અને શાકભાજી ખવડાવો
  • બાળકોને હરવા ફરવા દો
  • બાળક બહારથી ઘરમાં આવે તો હાથ ધોવાની પ્રેક્ટિસ પાડો
  • ભોજનમાં દાળ અને ઘી સામેલ કરો.
  • નાનાં બાળકોને નાસ્તામાં શીરો, બેસનના પુલ્લા આપો.
અન્ય સમાચારો પણ છે...