રિસર્ચ / કડકડતી ઠંડીમાં હોટ બાથ ઠંડી સામે રક્ષણ આપવાની સાથે ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રાખશે

hot water can control diabetes and blood pressure in winter

Divyabhaskar.com

Jan 11, 2020, 01:04 PM IST

હેલ્થ ડેસ્કઃ શિયાળામાં નાહવાની ઘણા લોકોને આળસ ચડતી હોય છે. પરંતુ હાડ થીજવતી ઠંડીમાં જ્યારે ગરમ પાણીથી નાહવામાં આવે તો શરીરમાં ગરમાવો આવી જાય છે. હોટ બાથ લેવાથી ઠંડી સામે તો રક્ષણ મળે જ છે પણ સાથે તે ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ગરમ પાણીથી નહાવાથી શરીરમાં આવેલા સોજામાં ફરક પડે છે અને સાથે બ્લડ શુગર લેવલ પણ ઘટે છે. જો તમે લગભગ 1 કલાક સુધી ગરમ પાણીથી નહાઓ તો આ એક એક્સર્સાઇઝ તરીકે શરીર માટે ફાયદાકરક રહે છે. આ અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ગરમ પાણીથી ભરેલાં ટબમાં થોડો સમય રહેવાથી શરીરમાંથી ઇન્ટરલ્યુકિન નામનો એક પદાર્થ રિલીઝ થાય છે, જે બ્લડ પ્રેશર પણ ઘટાડે છે.

લોફબોરો યુનિવર્સિટીના સંશોધકોએ 10 એક્ટિવ અને વધુ વજન ધરાવતા પુરુષોનું વિશ્લેષણ કર્યું. તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. બંને ગ્રુપને 27°ડિગ્રી ધરાવતા રૂમમાં 15 મિનિટ માટે રાખવામાં આવ્યા. ત્યારબાદ પહેલા ગ્રુપને 38° સેલ્શિયસ તાપમાનવાળા ગરમ પાણીથી એક કલાક નાહવાનું કહેવામાં આવ્યું. જ્યારે બીજા ગ્રુપને એ જ રૂમમાં એક કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા. ગરમ પાણીથી નાહી લીધા બાદ તરત જ તેમનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું. ત્યારબાદ બે કલાક પછી પુરુષોનું ગ્લુકોઝ અને ઇન્સ્યુલિનનું લેવલ તપાસવામાં આવ્યું. તેમજ, આ સાથે સોજો આવેલી જગ્યાને પણ ચકાચવામાં આવી. નહાવા દરમિયાન દરેક 15 મિનિટમાં હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરના તાપમાનનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.

જે પુરુષો ગરમ પાણીથી નાહ્યા તેમનો બ્લડ ટેસ્ટ કર્યાં અગાઉ તેમને 2 અઠવાડિયાં સુધી ઓછામાં ઓછું 10 વાર ગરમ પાણીથી નાહવાની સલાહ આપવામાં આવી હતી. આ રિસર્ચમાં જાણવા મળ્યું કે, ગરમ પાણીથી નાહવાથી બ્લડ ફ્લોમાં ઇન્ફ્લામેટરી કેમિકલ IL-6નું સ્તર વધારે છે. આ એક્સર્સાઇઝ દરમિયાન પણ વધી જાય છે, જે એક ઇન્ફ્લામેટરી રિસ્પોન્સને વધારી દે છે.

આ રિસર્ચમાં એક હોટ વોટરથી નાઇટ્રિક ઓક્સાઇડ પણ રિલીઝ થયું, જે બ્લડ વેસલ્સને આરામ આપે છે અને તેનાથી બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે. જ્યારે પુરુષ દરરોજ ઘરે ગરમ પાણીથી નાહ્યા તો તેમનામાં ઇન્સ્યુલિન અને બ્લડ શુગરની માત્રા ઘટતી જોવા મળી. આ અભ્યાસ જર્નલ ઓફ એપ્લાઇડ ફિઝિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ રિસર્ચના સંશોધકોનું માનવું છે કે, નહાવાથી ઇન્ફ્લામેટ્રી પ્રોફાઇલના પાસાંઓમાં સુધાર આવવાથી અને એક્ટિવ બનવાથી વધુ વજન ઘરાવતા પુરુષોમાં ગ્લુકોઝ મેટાબોલિઝમમાં વૃદ્ધિ થઈ શકે છે.

X
hot water can control diabetes and blood pressure in winter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી