તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Home Isolated Patients With Sugar Do Not Take Steroids From Day One, Be Active; Do Not Start Extra Medicines In Panic If You Have Heart Problems

કોવિડ કેર:ડાયાબિટીસના હોમ આઈસોલેટ દર્દીઓએ પહેલાં દિવસે જ સ્ટેરોઈડ ન લેવી જોઈએ, એક્ટિવ રહેવું; હૃદય રોગના દર્દીઓએ ગભરાઈને વધારાની દવાઓ ન લેવી

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં 4 વખત શુગર લેવલ ચેક કરવું
 • હૃદય રોગના દર્દીઓએ સેચ્યુરેટેડ ફેટ ઓછું કરવું. સાથે જ મીઠાંનું સેવન ઓછું કરવું

ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે કોરોના વધુ ધાતક છે. જો સાવચેતી રાખવામાં આવે તો આ જોખમ ઓછું કરી શકાય છે અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ શકે છે. જો દર્દી શુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ કન્ટ્રોલમાં રાખે તો જોખમ ઓછું કરી શકાય છે.

કોરોનામાં દર્દીઓેને સ્ટેરોઈડ્સ આપવામાં આવે છે. તેનાથી શુગર લેવલ વધે છે. જો હળવાં લક્ષણો હોય અને ઘરે જ હો તો સ્ટેરોઈડ્સ ન લો. જરૂરી હોય તો 3 દિવસ પછી લો. ડૉક્ટરની સલાહથી પોતાની દવાઓ અને ઈન્સુલિનના ડોઝ એડ્જસ્ટ કરવા જરૂરી છે. જો તમારું શુગર લેવલ નિયંત્રણમાં હોય તો કોવિડથી ગંભીર રીતે સંક્રમિત થવાનું જોખમ ઘણુ ઓછું છે.

ડાયાબિટીસના દર્દી: દિવસમાં 4 વાર શુગર લેવલ ચેક કરો, ડાયટમાં પ્રોટીન વધારો

 • ઓક્સીજન લવેલ યોગ્ય હોય તો આઈસોલેશનમાં પણ એક્ટિવ રહો. રૂમમાં જ દિવસમાં 2 વખત 6-6 મિનિટ એક્સર્સાઈઝ કરો. એક્સર્સાઈઝ કરતાં પહેલાં અને પછી ઓક્સીજન લેવલ ચેક કરો.
 • દિવસ દરમિયાન 4 વખત શુગર લેવલ ચકાસો. સવારે ખાલી પેટ, બપોરે ભોજન લીધા પછી, ડિનર પહેલાં અને ડિનરના 2 કલાક બાદ. રીડિંગ નોટ કરો.
 • હોમ આઈસોલેશનમાં હો અને તબિયત સારી હોય તો પ્રયત્ન કરો કે પ્રથમ દિવસે સ્ટેરોઈડના ઈન્જેક્શન ન લો. જો ઓક્સીજન લેવલ ઓછું થઈ રહ્યું છે તો ડૉક્ટરની સલાહ લો.
 • પોતાની ડાયટમાં પ્રોટીનનો ઈન્ટેક વધારો.

હૃદય રોગના દર્દીઓ: જો હોમ આઈસોલેટ હો તો હળવાં લક્ષણોમાં માત્ર નિયમિત દવાઓ લો

 • કોવિડના હળવાં લક્ષણોવાળા દર્દીઓ ઘરે જ રહી શકે છે.
 • પોતાની નિયમિત દવાઓ સમયસર લો. હળવાં લક્ષણો ધરાવતા દર્દીઓ કોવિડની કોઈ દવા ન લે. ડૉક્ટરની સલાહ બાદ જ દવા ન લો.
 • ઓક્સીજન સેચ્યુરેશન ચેક કરતાં રહો. લેવલ ઓછું થાય તો ડૉક્ટરનો સંપર્ક કરો.
 • ઘણા પ્રકારની દવાઓ હૃદય અને કિડની માટે ઘાતક હોય છે. ડૉક્ટરની સલાહ વગર તે ન લો.
 • કોલેસ્ટેરોલની દવાઓ લેતાં રહો.
 • ડાયટમાં સેચ્યુરેટેડ ફેટ ઓછું કરો. મીઠાંનું સેવન ઓછું કરો.

કોવિડ દર્દીઓમાં ફંગલ ઈન્ફેક્શનને કારે આંખો પર પણ અસર થઈ રહી છે
મ્યૂકોરમાઈકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે. તે ડાયાબિટીસના દર્દીઓમાં કોરોના સંક્રમણ પછી વધી રહ્યું છે. તેમાં સંક્રમણ નાકથી દાંત સુધી જતું રહે છે અને સીધી અસર આંખો પર થાય છે. કેટલાક દર્દીઓને તો અંધાપો પણ આવે છે. આ એક પ્રકારનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન છે. આ પહેલાં તે ઘણા રેર કેસમાં જોવું મળતું હતું, પરંતુ હવે કેસો વધી રહ્યા છે. દર્દીઓએ સાવચેત રહેવાની જરૂર છે.

એક્સપર્ટ
ડૉ. સ્કંદ કુમાર ત્રિવેદી, સીનિયર કાર્ડિયોલોજિસ્ટ, ભોપાલ
ડૉ. સુનીલ એમ જૈન, સીનિયર ડાયબિટોલોજિસ્ટ