H3N2થી બાળકો, વૃદ્ધો, પ્રેગ્નન્ટ મહિલાઓ સાવચેત રહો:અસ્થમા, લિવર, હાર્ટ અને ડાયાબિટીસનાં દર્દીઓને વધુ પડતું જોખમ; વાંચો ડૉક્ટરની સલાહ અને ઉપાય

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

H3N2 વાયરસનાં કેસ દેશમાં વધી રહ્યા છે. તેનાથી 2 લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA મુજબ આ વાયરસ સામાન્ય રીતે 15 વર્ષથી નાની અને 50 વર્ષથી મોટી ઉંમરનાં લોકોને બીમાર પાડી રહ્યો છે. કોમોરબિડ દર્દી એટલે કે એક એવો વ્યક્તિ કે જે એક સમયે અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો શિકાર હોય જેમ કે- તે ડાયાબિટીસ અને બીપી બંનેની તકલીફથી પીડાતો હોય અથવા તો એવા લોકો કે, જે અસ્થમા, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ, નબળી ઈમ્યૂન સિસ્ટમ અને ન્યૂરોલોજિકલ સમસ્યાઓથી પીડાતા હોય, આ લોકોને H3N2નું જોખમ વધુ પડતુ રહે છે.

એક્સપર્ટ છે - ડૉ. શાલમાલી ઇનામદાર, કન્સલ્ટન્ટ & ફિઝિશિયન, કોકિલાબેન હોસ્પિટલ, મુંબઈ, ડૉ. રાજીવ ગુપ્તા, સિનિયર કન્સલ્ટન્ટ, ઈન્ટર્નલ મેડિસિન, સી કે બિરલા હોસ્પિટલ, દિલ્હી અને ગુરુગ્રામ, ડૉ. રોહિત જોશી, પીડિયાટ્રિશિયન, બંસલ હોસ્પિટલ ભોપાલ અને ડૉ. રીતુ સેઠી, ગાયનેકોલોજિસ્ટ, ગુડગાંવ.

H3N2 વાયરસનાં લક્ષણો મોસમી શરદી અને કફ જેવા છે. નીચે કેટલાક લક્ષણો છે, વાંચો અને સાવચેતી રાખો ...

  • ઉધરસ
  • નાક વહેવુ કે નાક બંધ થવુ
  • ગળામાં ખારાશ
  • માથાનો દુખાવો
  • શરીરનાં દુખાવો
  • તાવ
  • ઠંડી લાગવી
  • થાક લાગવો
  • દસ્ત
  • ઊલ્ટી
  • શ્વાસ ફૂલી જવો

હવે એક-એક કરીને તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ, તમે પણ નીચેના ગ્રાફિક્સ વાંચો અને બીજાને શેર પણ કરો

પ્રશ્ન - H3N2 હોય તો તાવ કેટલા દિવસમાં ઉતરી શકે છે?
જવાબ -
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું માનવુ છે કે, આ ઈન્ફેક્શનનાં લક્ષણો 5-7 દિવસ સુધી રહેશે. H3N2થી થતો તાવ 3 દિવસમાં ઉતરી શકે છે પરંતુ, ઊધરસ 3 અઠવાડિયાથી વધુ દિવસો સુધી રહે છે.

પ્રશ્ન - શું અમુક લક્ષણોને જોઈને એ જાણવુ સંભવ છે કે, તમને H3N2 ઈન્ફ્લૂએન્ઝા શા માટે થયુ છે?
જવાબ -
ના, ફક્ત લક્ષણો જોઈને કઇપણ નક્કી ન કરી શકાય. લોહીના નમૂનાની તપાસ અને લેબમાં બીજા અમુક ટેસ્ટ કરવામાં આવે છે, જે તમને જણાવે કે તમને H3N2 થયુ છે કે કોઈ બીજી બીમારી છે.

પ્રશ્ન - H3N2ને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય?
જવાબ -
આ સ્ટેપ્સને ફોલો કરીને તમે H3N2ને ફેલાતા અટકાવી શકો છો...

  • સેલ્ફ હાઈજીન મેઈન્ટેન કરો એટલે કે, સાફ-સફાઈની કાળજી રાખો.
  • ખાવાનું ખાતા પહેલા મોઢુ, નાક અને હાથને પાણીથી સાફ કરો.
  • જે લોકોને H3N2 ઈન્ફ્લૂએન્ઝા થયુ છે અથવા કોઈ ચેપ છે, તો તેના સંપર્કમાં ન આવો.
  • પોકેટમાં સેનિટાઈઝર રાખો અને જરુરિયાત પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
  • હેલ્ધી ભોજન ખાવ, વધુ ને વધુ ફળ અને શાકભાજી ડાયટમાં સામેલ કરો.
  • સૌથી મહત્વનું ઘરનું ભોજન છે, સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો.
  • પોતાની જાતને હાઈડ્રેટ રાખો, લિક્વિડનું પ્રમાણ વધારો અને પાણી પીતા રહો.