તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધુ પ્રોટીન, ફાઇબર અને મીઠું-ખાંડનું સેવન ઓછું કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ વજન ઘટાડવા માટે કેટલાક લોકો ક્રેશ ડાયટિંગ કરે છે. પરંતુ તેનું પરિણામ કાયમી નથી રહેતું. આવા લોકો જેવું પ્રોપર ડાયટ લેવાનું શરૂ કરે છે તેમનું વજન ફરી વધવા લાગે છે. જ્યારે એવું થવું જોઇએ કે તેમે ઇચ્છિત વજન ઘટાડી દીધું તો પછી તમારું વજન ત્યાં જઇને સ્થિર થઈ જવું જોઇએ. જો કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે માત્ર ડાયટિંગ જ નહીં પરંતુ ખોરાકમાં પોષણ વિવિધતા અને સંતુલન લાવો. તો ચાલો જાણીએ વજન ઘટાડવાનો શ્રેષ્ઠ ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ.
 

1) વજન ઘટાડવા માટે ડાયટ ટીપ્સ

આહારમાં એકસમાન જૂથ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પોતાના ડાયટમાં વિવિધ ખોરાક સામેલ કરવો જોઇએ. જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી વગેરે વિવિધતાથી ભરેલાં ફૂડનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત, ખોરાકમાં આખું અનાજ અને શાકભાજી પણ હોવાં જોઈએ.

ભારતીય ખોરાકમાં પ્રોટીન કરતા વધુ કાર્બોહાઇડ્રેટ અને ચરબી હોય છે. તેથી આહારમાં પ્રોટીનનો મોટો ભાગ લેવાનો પ્રયત્ન કરો. પ્રોટીન પચવામાં અને રક્તવાહિનીઓમાં શોષણ માટે વધુ સમય લે છે. તેમાં કેલરીનો વપરાશ પણ વધુ થાય છે. કેલરીના વધુ વપરાશથી વજન વધુ ઓછું થશે.

ઓછામાં ઓછું 30 થી 35 ગ્રામ ફાઇબર તમારા દૈનિક આહારમાં હોવું જોઈએ. આખું અનાજ, ચિયા સીડ્સ અને ફાઇબરયુક્ત શાકભાજીઓ જેવી કે પાલક, બ્રોકોલી, ગાજર, કાકડી તેમજ ઘણાં ફળો જવા કે દાડમ, બદામ અને ચીકૂ વગેરેમાં પર્યાપ્ત ફાઇબર હોય છે.

પોતાના ડાયટ પ્લાનમાં અઠવાડિયાંમાં એક દિવસ ડિટોક્સિંગ પણ ચોક્કસ સામેલ કરો. ડિટોક્સિંગથી શરીરમાં જમા થયેલા ઝેરી રસાયણો દૂર થાય છે. વજન ઘટાડવા માટે શરીરના આ ઝેરી રસાયણો દૂર કરવા મહત્વપૂર્ણ છે. ડિટોક્સ માટે ત્રિફળાના પાણીનો ઉપયોગ કરો. તે તમારા હોર્મોન્સને સંતુલિત કરવામાં પણ મદદ કરે છે. તેનાથી વજન ઘટાડી શકાય છે.

તમારા દૈનિક આહારમાં મીઠાંનો ઉપયોગ ઘટાડી દો. મીઠાંને કારણે શરીરમાં પાણીનો જથ્થો વધે છે, જે સ્થૂળતાનું મુખ્ય કારણ છે. દરરોજ 2 ગ્રામ મીઠાંથી વધારે ન લો. ખાંડની માત્રા પણ મર્યાદિત રાખો. રૂટિન લાઇફમાં મીઠું અને ખાંડનો ઉપયોગ બંધ કરી દેશો તો તમારું વજન ઝડપથી ઘટશે.

અન્ય સમાચારો પણ છે...