આંતરરાષ્ટ્રીય સંશોધકોનો દાવો:હાઈ BPથી પીડાતા યુવાનોનાં મગજ સંકોચાઈ રહ્યા છે, લાંબા સમય સુધી બ્લડ પ્રેશર વધવાને લીધે મેમરી પાવર ઘટી શકે છે આથી હંમેશાં રહો અલર્ટ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો તમે રોજ 30 મિનિટ સુધી વૉક કરશો, તો બ્લડ પ્રેશરમાં 5થી 8 પોઇન્ટનો ઘટાડો આવશે
  • જોગિંગ, સાઇક્લિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે

વધતી ઉંમરમાં મેમરી ઘટતા રોકવી હોય તો બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રાખો. આંતરરાષ્ટ્રીય સંશોધકોના લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે, હાઈ બ્લડ પ્રેશરની અસર તમારા મેમરી પાવર પર પડી રહી છે. 30થી 40 વર્ષની ઉંમરે જો તમારી બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય તો તેને તાત્કાલિક કન્ટ્રોલ કરો કારણકે આ ડિમેન્શિયાનું જોખમ વધારે છે.

60% લોકોમાં આ જોખમ દેખાયું
બ્લડ પ્રેશર, મેમરી પાવર અને ડિમેન્શિયાનું કનેક્શન સમજવા માટે બ્રિટનમાં 2.50 લાખ લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું. આ દરેકની ઉંમર 35થી 44 વર્ષ વચ્ચે હતી અને તેમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ હતી. MRI રિપોર્ટમાં ખબર પડી કે, 61% લોકો પર ભવિષ્યમાં મેમરી ઘટવાનું જોખમ રહે છે. આ રિસર્ચ આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમે કર્યું છે.

હાઈ BP ધરાવતા લોકોનું મગજ સંકોચાઈ રહ્યું છે
રિસર્ચમાં સંશોધકોએ હોયુ કે, હાઈ બ્લડ પ્રેશરને લીધે મગજ સંકોચાઈ જાય છે. તેનો આકાર ઘટવા લાગે છે અને તેનું કનેક્શન ડિમેન્શિયા સાથે પણ છે. જે લોકોને 35 વર્ષની ઉંમરે બ્લડ પ્રેશર વધેલું હોય તેમનું મગજ સંકોચાઈ રહ્યું છે. હાઈ બ્લડ પ્રેશર કન્ટ્રોલ ના કરવામાં આવે તો તેની સ્થિતિ વધારે બગડી શકે છે.

સાઈલન્ટ કિલર હાર્ટ ડિસીઝ વધારે છે
વર્ષ 2019માં બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશને અનુમાન કર્યું હતું કે, બ્રિટનમાં 30થી 40 વર્ષની ઉંમરના 40 લાખ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. સાઈલન્ટ કિલર કહેવાતા હાઈ બીપીને લીધે હાર્ટ અટેક અને સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે.

એક્સપર્ટે કહ્યું કે, સ્ટ્રેસ, સંક્ર્મણ, દવાઓ અને પાણીની ઊણપને લીધે બ્લડ પ્રેશરમાં ગડબડ થઈ શકે છે. ચિંતાની વાત એ છે કે, ઘણા લોકો બ્લડ પ્રેશરમાં આવતા ચેન્જ ઓળખી શકતા નથી. તેને લીધે ગંભીર રોગો અને મૃત્યુ સુધી પણ વાત પહોંચી શકે છે. આથી તેને સાઈલન્ટ કિલર પણ કહેવાય છે.

દુનિયાભરમાં 150 કરોડ લોકો પીડિત
WHOએ કહ્યું કે, હાલની તારીખમાં આખી દુનિયામાં 150 કરોડ લોકો હાઇપર ટેંશનથી પીડિત છે. 2019માં 1.79 કરોડ લોકોના મૃત્યુ હાર્ટ ડિસીઝથી થયા. તેમાંથી એક તૃતીયાંશ મોત પાછળ હાઈ બ્લડ પ્રેશર જવાબદાર છે. ઘણા દર્દીઓને આ બીમારી ઓળખી શકતા નથી. તેના કોઈ લક્ષણ દેખાતા નથી આથી હાર્ટ અટેકની તકલીફ થાય છે.

4 પોઇન્ટમાં સમજો બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરવાની ફોર્મ્યુલા
1. સ્મોકિંગથી 20 મિનિટ સુધી BP હાઈ રહે છે
નિકોટિન ધમનીઓને સંકોચી તેની દીવાલોને સખત બનાવે છે. આ ઉપરાંત લોહીના ગઠ્ઠા જામી જાય છે. એક સિગારેટ પીધા પછી હાર્ટબીટ નોર્મલ થવામાં 20 મિનિટનો સમય લાગે છે. આથી આ છોડવામાં જ ભલાઈ છે.

2. 1 કિલો વજન ઘટાડશો તો 1 પોઇન્ટ ઓછો થશે
હેલ્થકેર કંપની મેયો ક્લિનિકના રિપોર્ટ પ્રમાણે, મેદસ્વિતાથી પીડિત ઓવરવેટ વ્યક્તિ જો એક 1 કિલો વજન ઓછું કરે છે તો બ્લડ પ્રેશર 1 પોઇન્ટ સુધી ઓછું થાય છે. બ્લડ પ્રેશરનું ડાયરેક્ટ કનેક્શન કમર સાથે પણ છે. જો પુરુષની કમર 40 અને મહિલાની કમર 35 ઇંચથી વધારે છે તો તેમના પર જોખમ છે.

3. ભોજનમાં 5 ગ્રામથી વધારે મીઠું ના ખાઓ
એક યુવાન વ્યક્તિએ આખા દિવસના ભોજનમાં 5 ગ્રામથી ઓછું મીઠું ખાવું જોઈએ. એક નાની ચમચીમાં આશરે 2300 મિલિગ્રામ સોડિયમ હોય છે. ભોજનમાં સોડિયમની આ માત્રા ઓછી કરી 5થી 6 પોઇન્ટ સુધી BP ઓછું કરી શકાય છે.

4. 30 મિનિટની કસરતથી 5થી 8 પોઇન્ટ BP ઓછું થશે
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, જો તમે રોજ 30 મિનિટ સુધી વૉક કરશો તો બ્લડ પ્રેશરમાં 5થી 8 પોઇન્ટનો ઘટાડો આવશે. વૉક સતત કરવું જોઈએ નહીં તો બ્લડ પ્રેશર ફરીથી વધી શકે છે. આ ઉપરાંત જોગિંગ, સાઇક્લિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.