• Home
  • Lifestyle
  • Health
  • High blood pressure is controlled by drinking several types of berry juice, including cranberries

રિસર્ચ / ક્રેનબેરી સહિત અનેક પ્રકારની બેરીનું જ્યૂસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

High blood pressure is controlled by drinking several types of berry juice, including cranberries

  • ક્રેનબેરી અને બ્લેક કરન્ટનાં જ્યૂસનું સેવન કરવાથી રક્તવાહિનીનાં સ્વાસ્થ્યમાં સુધારો થાય છે
  • લિંગોબેરીનાં જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે

Divyabhaskar.com

Jan 06, 2020, 05:48 PM IST

હેલ્થ ડેસ્કઃ હાઈ બ્લડ પ્રેશરથી સ્વાસ્થ્યને અનેક પ્રકારનાં નુકસાન થાય છે. ક્રેનબેરી, લિંગોબેરી સહિતની અનેક બેરીનાં જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરી શકાય છે. ફિનલેન્ડમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે.

ફિનલેન્ડની હેલસિન્કી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં ક્રેનબેરી, લિંગોબેરી અને બ્લેક કરન્ટનાં જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કેટલું નિયંત્રણમાં રહે છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

રિસર્ચમાં જિનેટિક રીતે હાઈ બ્લડ પ્રેશર ધરાવતાં વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને 8થી 10 અઠવાડિયા સુધી વિવિધ બેરીસનાં જ્યૂસનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

રિસર્ચમાં લિંગોબેરીનાં જ્યૂસનું સેવન કરતા લોકોમાં હાઈ બ્લડ પ્રેશરનું ઓછું પ્રમાણ જોવા મળ્યું હતું. જ્યારે અન્ય જ્યૂસનું સેવન કરતા લોકોમાં રક્તવાહિનીનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

વિવિધ બેરીમાં Polyphenols (પોલિફિનોલ્સ) નામનું માઈક્રો ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. પોલિફિનોલ્સમાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. તેથી તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે છે. આ રિસર્ચમાં એમ પણ પુરવાર થયું કે પોલિફિનોલ્સ યુક્ત આહારનું સેવન કરવાથી કાર્ડિયોવાસ્ક્યુલર રોગોનું જોખમ ઘટે છે.

X
High blood pressure is controlled by drinking several types of berry juice, including cranberries

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી