WHOનું રિસર્ચ:દુનિયાભરમાં બ્લડ પ્રેશર વધવાનું કારણ ગરીબી અને સ્થૂળતા, ગરીબ દેશોમાં કેસ વધી રહ્યા છે, જાણો આ કંટ્રોલ કરવું કેમ જરૂરી છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આફ્રિકા, સાઉથ એશિયા અને પેસિફિક આઈલેન્ડ સાથે જોડાયેલા દેશોમાં હજુ પણ દર્દીઓને જોઈએ તે સારવાર મળતી નથી

દુનિયાભરના લોકોમાં બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનનું કારણ ગરીબી અને સ્થૂળતા પણ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ બુધવારે કહ્યું, સ્થૂળતા હૃદય રોગ, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધારે છે. મોટાભાગના લોકોને આ વિશે જાણકારી ના હોવાથી સમયસર સારવાર થઈ શકતી નથી. હાય બ્લડ પ્રેશર WHO અને ઈમ્પીરિયલ કોલેજ લંડનના સંશોધકોએ મળીને રિસર્ચ કર્યું.

લેન્સેટ જર્નલમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, છેલ્લા 30 વર્ષોમાં હાઈ બ્લડપ્રેશરના કેસમાં થોડો ચેન્જ આવ્યો છે. આ ઉપરાંત વધારે આવકવાળા દેશોમાં કેસ ઘટી રહ્યા છે અને ઓછી આવકવાળા દેશમાં કેસ વધી રહ્યા છે. અમીર દેશોએ સમયની સાથે હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની રીત શીખી લીધી છે.

દુનિયાભરમાં કેટલા લોકો આનાથી તકલીફમાં છે. ગરીબ દેશોએ શું ફેરફાર કરવા જોઈએ અને સ્થૂળતા ઉપરાંત કયા ફેક્ટર જોખમ વધારે છે, જાણો આ પ્રશ્નોના જવાબ...

દુનિયાભરમાં 150 કરોડ લોકો પીડિત છે
WHOએ કહ્યું, હાલ દુનિયાભરમાં 150 કરોડ લોકો હાઈપરટેન્શનથી પીડિત છે. 2019માં 1.79 કરોડ લોકોના મૃત્યુ હૃદય રોગને લીધે થયું હતું. તેમાંથી એક તૃતિયાંશ લોકોના મોત પાછળ હાઈ બ્લડપ્રેશર જવાબદાર છે. કારણકે હાઈપરટેન્શનના દર્દી આ બીમારીને સમયસર ઓળખી શકતા નથી. તેને પરિણામે દર્દીઓને હાર્ટ અટેક આવે છે. આથી આ બીમારીને સાઈલન્ટ કિલર પણ કહેવાય છે.

ગરીબોમાં કેમ બ્લડ પ્રેશર વધી રહ્યું છે, જાણો
ઈમ્પીરિયલ કોલેજ લંડનના પ્રોફેસર માઝિદ ઇઝ્ઝાતીએ કહ્યું, આ ગરીબી સાથે જોડાયેલી સ્થિતિ છે કારણકે આફ્રિકા, સાઉથ એશિયા અને પેસિફિક આઈલેન્ડ સાથે જોડાયેલા દેશોમાં હજુ પણ દર્દીઓને જોઈએ તે સારવાર મળતી નથી.

WHOમાં નોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર બેંટ મિક્કેલસને કહ્યું, અમે જાણીએ છીએ કે હાઈપરટેન્શનની સસ્તી સારવાર અવેલેબલ છે, પરંતુ અહીં એક એવી ઇન્શ્યોરન્સ સિસ્ટમની જરૂર છે જેથી દુનિયાના દરેક ભાગમાં એક જેવી સુવિધા મળી શકે.

કેસ કેમ વધી રહ્યા છે?
બેંટે કહ્યું, જેનેટિક રિસ્ક ફેક્ટર ઉપરાંત અન્ય પણ ઘણા કારણો હાઈપરટેન્શન માટે જવાબદાર છે. જેમ કે અનહેલ્ધી ભોજન, ફિઝિકલ એક્ટિવિટીની અછત, તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન, ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહે અને ઓવરવેટ હોવું. તેમાં સ્થૂળતા એક મોટું રિસ્ક ફેક્ટર છે.

4 પોઈન્ટ્સમાં બ્લડપ્રેશર કંટ્રોલ કરવાની ફોર્મ્યુલા સમજો
1. સ્મોકિંગથી 20 મિનિટ સુધી બીપી વધેલું રહે છે: નિકોટિન ધમનીઓની દિવાલોને સંકોચીને કડક કરે છે. આ ઉપરાંત બ્લડના ગઠ્ઠા થવામાં પણ તેની મહત્ત્વની ભૂમિકા છે. એક સિગારેટ પીધા પછી હાર્ટબીટ સામાન્ય થવામાં કુલ 20 મિનિટનો સમય લાગે છે. આથી સ્મોકિંગ છોડવામાં જ ભલાઈ છે.

2. 1 કિલો વજન ઘટાડશો તો બીપી એક પોઈન્ટ ઓછું થશે: મેયોક્લિનિકના જણાવ્યા પ્રમાણે, સ્થૂળતાથી પીડિત ઓવરવેટ વ્યક્તિ જો એક કિલો વજન ઓછું કરે છે તો બ્લડ પ્રેશર 1 પોઈન્ટ જેટલું ઓછું થઈ જાય છે. બ્લડ પ્રેશરનું કનેક્શન કમર સાથે પણ છે. જો પુરુષની કમર 40 અને મહિલાની કમર 35 ઇંચ હોય તો જોખમ વધારે છે.

3.રોજ ભોજનમાં 5 ગ્રામથી વધારે મીઠું ના ખાઓ: એક યુવાન વ્યક્તિના દિવસભરના ભોજનમાં 5 ગ્રામથી ઓછું મીઠું હોવું જોઈએ. એક નાની ચમચીમાં આશરે 2300 મિલિગ્રામ સોડિયમ હોય છે. ભોજનમાં સોડિયમનું પ્રમાણ ઓછું કરવાથી 5થી 6 પોઈન્ટ બીપી ઓછું કરી શકાય છે.

4. 30 મિનિટની કસરતથી 5થી 8 પોઈન્ટ બીપી ઓછું થશે: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓગ હેલ્થમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, જો રોજ 30 મિનિટ સુધી વોકિંગ કરશો તો બ્લડ પ્રેશરમાં 5થી 8 પોઈન્ટનો ઘટાડો આવે છે. જો કે, વોક સતત કરવું જોઈએ નહીં તો બ્લડ પ્રેશર ફરીથી વધી શકે છે. આ ઉપરાંત જોગિંગ, સાઈક્લિંગ અને ડાન્સ કરવાથી પણ બ્લડ પ્રેશર ઓછું થાય છે.

બ્લડ પ્રેશર 140/90, એટલે હાઈપરટેન્શનનું જોખમ
જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર 140/90 સુધી પહોંચી જાય છે તો તેને હાયપરટેન્શન કહેવાય છે. 120/80 થી 139/89 વચ્ચે બ્લડ પ્રેશર ધરાવતા લોકોને પ્રી-હાઈપરટેન્શનની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આવા લોકોને હાઈપરટેન્શનનું જોખમ સામાન્ય લોકોની સરખામણીએ ઘણું વધારે હોય છે.

અન્ય સમાચારો પણ છે...