તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્લડ પ્રેશર આટલું જોખમી છે:હાઈ બ્લડ પ્રેશર આંખોની દૃષ્ટિ ઘટાડવાની સાથે હાડકાંને કમજોર કરી શકે છે, આ 5 વસ્તુઓ બીપી કંટ્રોલ કરવામાં મદદ કરશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશમાં દર વર્ષે હાઈ બ્લડ પ્રેશરથી 16 લાખ મૃત્યુ થાય છે
  • બ્લડ પ્રેશર વધવાથી કિડનીને પણ નુકસાન થઈ શકે છે

દેશમાં દર વર્ષે 16 લાખ મૃત્યુ હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શનના કારણે થાય છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, હાઈ બ્લડ પ્રેશર માત્ર હૃદયની બીમારીઓ અને સ્ટ્રોકના કારણે થાય છે. હકીકત એ છે કે તે હાર્ટ અને બ્રેન સ્ટ્રોક ઉપરાંત શરીરના ઘણા ભાગ પર ખરાબ અસર પહોંચાડે છે.

બ્લડ પ્રેશર વધવાથી ગ્લુકોમા અને રેટિનોપેથીનું જોખમ વધી જાય છે. આંખોથી દેખાવાનું બંધ થઈ શકે છે. ડિપ્રેશન વધવા ઉપરાંત સેક્સ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બ્લડ પ્રેશર વધવા પર કેલ્શિયમ શરીરમાં રહેવાની જગ્યાએ બહાર નીકળવા લાગે છે અને હાડકાં કમજોર થઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં ખાણીપીણી દ્વારા બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની સલાહ આપી છે. ડાયેટીશિયન સુરભી પારીક પાસેથી જાણો ખાવામાં કઈ વસ્તુઓ સામેલ કરવાથી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકાય છે...

1. ડાયટમાં સંતરા, લીંબુ અને દ્રાક્ષ સામેલ કરો
બ્લડ પ્રેશર વધારે રહે છે તો ડાયટમાં ખાટા ફળ જેવા કે સંતરા, લીંબુ અને દ્રાક્ષને સામેલ કરો, તે બીપીને કંટ્રોલ કરશે. તેમાં ઘણા પ્રકારના વિટામિન, મિનરલ્સ, અને પ્લાન્ટ કમ્પાઉન્ડ છે જે હાર્ટને હેલ્ધી રાખે છે. તેના પર રિસર્ચ પણ થયું છે. રિસર્ચમાં 101 જાપાની મહિલાઓને 5 મહિના સુધી નિશ્ચિત પ્રમાણમાં લીંબુ પાણી પીવડાવામાં આવ્યું. પરિણામમાં બ્લડ પ્રેશર સામાન્ય થવાની પુષ્ટિ થઈ.

2. કોળાના બીજ અને તેલ બંનેથી બીપી ઘટે છે
કોળાના બીજમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, આર્જેનિન અને એમીનો એસિડ હોય છે જે ધમનીઓને રિલેક્સ રાખવાની સાથે બ્લડ પ્રેશર ઘટાડે છે. આ બીજનું તેલ પણ અસરકારક છે. એક રિસર્ચમાં હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરી રહેલી 23 મહિલાઓને કોળાના બીજના તેલને ટીપાં તરીકે આપવામાં આવ્યું. પરિણામે બ્લડ પ્રેશર ઘટવાની વાત સામે આવી.

3. ખાવામાં કઠોળ અને સરગવાની માત્રા વધારવી
બ્લડ પ્રેશર સંબંધિત 8 વિવિધ પ્રકારના રિસર્ચમાં સામે આવ્યું કે કઠોળ અને સરગવો આ દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં ફાઈબર, મેગ્નેશિયમ, અને પોટેશિયમ હોય છે જે વધેલા બ્લડ પ્રેશરને ઘટાડે છે. 554 લોકો પર કરવામાં આવેલા રિસર્ચમાં સાબિત થયું છે.

4. ગાજર ધમનીઓનો સોજો ઘટાડીને બીપી કંટ્રોલ કરે છે
17 લોકોને 3 મહિના સુધી 473 ml ગાજરનો જ્યુસ આપવામાં આવ્યો. રિસર્ચમાં સાબિત થયું કે ગાજર બીપી પણ કંટ્રોલ કરે છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ગાજરમાં ફિનોલિક કમ્પાઉન્ડનું પ્રમાણ હોય છે જે ધમનીઓના સોજાને ઘટાડે છે. પરિણામે બીપી કંટ્રોલમાં રહે છે.

5. ટામેટાંમાં રહેલા લાઈકોપીન હાર્ટ ડિસીઝનું જોખમ ઘચાડે છે
ટામેટાં પર થયેલા 21 પ્રકારના વિવિધ રિસર્ચમાં એક વાત સામાન્ય હતી કે તેમાં રહેલ લાઈકોપીન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો