ગુડ ન્યૂઝ:30 સેકન્ડ સુધી ઓરલ એન્ટિસેપ્ટિક અને માઉથવોશથી કોગળા કરવાથી મોંમાં હાજર કોરોના 99% સુધી નિષ્ક્રિય થશે

2 વર્ષ પહેલા

માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક કોરોનાને ન્યૂટ્રલ કરી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સંક્રમણ પછી જો મોઢાની સફાઈ કરવામાં આવે તો વાઈરસને આગળ વધતો રોકી શકાય છે. લેબમાં થયેલા પ્રયોગમાં આ વાત સાબિત થઇ ગઈ છે. અમેરિકન વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, નાક અને મોંની સફાઈથી કોરોનાને ન્યૂટ્રલ કરી શકાય છે. એનાથી સંક્રમિત વ્યક્તિમાં વાઈરસની સંખ્યા ઘટી જાય છે.

રિસર્ચ આવી રીતે થયું
રિસર્ચ કરનારી પેન્સિલવેનિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેબમાં માઉથવોશ, ઓરલ એન્ટિસેપ્ટિક અને બેબી શેમ્પૂનો પ્રયોગ માણસમાં મળતા વાઈરસ પર કરવામાં આવ્યો. એ પછી અલગ-અલગ વસ્તુઓ પર વાઈરસની અસર જોવામાં આવી. દરેક 30 સેકન્ડ, 1 મિનિટ અને 32 મિનિટ પછી અસરની તપાસ થઇ. કોરોનાનો કેટલી હદ સુધી નાશ થયો છે એ સમજવા માટે માણસની કોશિકાઓમાં સોલ્યુશન ઉમેરવામાં આવ્યું. એ પછી જોયું કે કેટલી કોશિકાઓ જીવતી રહે છે.

બેબી શેમ્પૂથી 2 મિનિટ અને માઉથવોશથી વાઈરસ 30 સેકન્ડમાં ન્યૂટ્રલ થયો
જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, બેબી શેમ્પૂના 1% સોલ્યુશનથી પણ 2 મિનિટમાં 99.9% કોરોના વાઈરસ નિષ્ક્રિય એટલે કે ન્યૂટ્રલ થઇ શકે છે. જો માઉથવોશનો પ્રયોગ કરો છો તો 30 સેકન્ડ કોગળા કરીને 99.99% સુધી કોરોના વાઈરસને ન્યુટ્રલ કરી શકાય છે. કોરોના દર્દી અને ક્વોરન્ટીનમાં રહેતા લોકો માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિક ઘણા અસરકારક સાબિત થઇ શકે છે.

વેક્સિન ના આવે ત્યાં સુધી સંક્રમણ રોકવાની નવી રીત શોધવી જરૂરી
પેન્સિલવેનિયા યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ ક્રેગ મેયર્સનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન નથી ત્યાં સુધી કોરોના સંક્રમણને ઘટાડવાની નવી રીત શોધવાની જરૂર છે. અમે વાઈરસની સંખ્યા ઘટાડવા માટે માઉથવોશ અને ઓરલ એન્ટિસેપ્ટિકનો ઉપયોગ કર્યો છે. આ સરળતાથી અવેલેબલ છે અને લોકો ડેલી રુટિનમાં પણ ઉપયોગ કરી રહ્યા છે.

હાલમાં થયેલા રિસર્ચ પ્રમાણે નાક અને ઓરલ કેવિટી કોરોનાનો એન્ટ્રી પોઈન્ટ છે. ત્યાં પહોંચીને એ સંક્રમણ ફેલાવે છે.

અન્ય સમાચારો પણ છે...