અલર્ટ / ખોટી રીતે માસ્ક પહેરવાથી વાઈરસ સામે રક્ષણ આપનાર માસ્ક જ સંક્રમણનું કારણ બની શકે છે, તેનાથી બચવા માટે આ 7 વાતોનું ધ્યાન રાખો

Here are 7 things to keep in mind when wearing a mask incorrectly.
X
Here are 7 things to keep in mind when wearing a mask incorrectly.

  • વાતચીત દરમિયાન, શ્વાસ લેતા સમયે, પરસેવાથી બચવા માટે માસ્ક નીચે ન કરો, તેનાથી માસ્ક ગંદો કે સંક્રમિત થઈ શકે છે
  • WHOના જણાવ્યા અનુસાર, માસ્ક પહેરતા પહેલા અને હટાવ્યા બાદ હાથ સાફ કરવા જરૂરી

દિવ્ય ભાસ્કર

Jul 21, 2020, 12:44 PM IST

કોરોનાવાઈરસથી બચીને રહેવા માટે માસ્ક પહેરવો આવશ્યક છે. માસ્ક બોલતી વખતે, ઉધરસ દરમિયાન અને છીંકવા પર નીકળતા ડ્રોપલેટ્સને રોકે છે. Ipsosના રિપોર્ટ અનુસાર, ભારતમાં શહેરી વિસ્તારોમાં 76% લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. માસ્કની માગ વધવા પર હવે બજારમાં વિવિધ પ્રકારના ટ્રેન્ડી માસ્ક મળવા લાગ્યા છે.

WHOના જણાવ્યા પ્રમાણે, માસ્કનો ઉપયોગ ટ્રાન્સમિશન રોકવા અને જીવન બચાવવા માટેના ઉપાય તરીકે કરવો જોઈએ. વાઈરસથી બચવા માટે ઓછાંમાં ઓછું 6 ફીટનું અંતર, વારંવાર હાથ ધોવા અને માસ્કને વારંવાર અડવાથી બચવું જોઈએ.

માસ્ક વાઈરસથી તમને બચાવી શકે છે પણ જો તમે તેને યોગ્ય રીતે પહેર્યો હોય તો જ. ખોટી રીતે પહેરેલો માસ્ક સંક્રમણનું કારણ બની શકે છે. તેથી માસ્ક પહેરતી વખતે અને તેને હટાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવી જરૂરી છે. WHOના જણાવ્યા અનુસાર, માસ્કનો યોગ્ય રીતે પહેરવો અને ડિસ્પોઝ કરવો જોઈએ. તેથી તે અસરકારક સાબિત થાય અને ટ્રાન્સમિશનને ફેલાવતા રોકી શકે.

મેડિકલ માસ્ક પહેરતી વખતે આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી

  • માસ્કને સાવચેતી રાખી પહેરવો. તેની ખાતરી કરવી કે તે મોં, નાક અને હડપચીને કવર કરે છે કે કેમ. ત્યારબાદ તેને એવી રીતે બાંધવો કે ચહેરા પર કોઈ ગેપ ન રહે.
  • માસ્ક પહેરતાં સમયે તેને અડવાથી બચવું
  • માસ્કને યોગ્ય રીતે જ હટાવવો જોઈએ. તે સમયે માસ્કની આગળની બાજુ અડવી ન જોઈએ માસ્કને કાનની પાછળના ભાગથી દૂર કરવો.
  • જો તમારાથી અજાણતા માસ્કને હાથ અડી ગયો હોય તો હાથ સાફ કરવા માટે આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ રબનો ઉપયોગ કરો. જો હાથ પર ગંદકી જોવા મળે તો પહેલા સાબુ અને પછી પાણીથી સાફ કરો.
  • જો માસ્ક ખરાબ થઈ ગયો હોય તો તેને તરત કોઈ ચોખ્ખાં અને સૂકાં માસ્ક સાથે બદલી નાખો.
  • સિંગલ યુઝ માસ્કનો બીજીવાર ઉપયોગ ન કરો. એકવાર યુઝ કર્યા પછી તેને યોગ્ય રીતે ડિસ્પોઝ કરી દો.

માસ્ક પસંદ કરતી વખતે અને પહેરતી વખતે આ 7 બાબતોનું ધ્યાન રાખો
1. તમારો માસ્ક વધારે મોટો કે નાનો તો નથી ને

તમારા માટે યોગ્ય ફિટિંગવાળું જ માસ્ક પસંદ કરો કારણ કે, અયોગ્ય ફિટિંગવાળો માસ્ક પસંદ કરવાથી તમારે એડજસ્ટ કરવા માટે વારંવાર સ્પર્શ કરવો પડશે. જો માસ્ક નાનો હોય તો તમારા નાક અને મોંને કવર નહીં કરે. જો વધારે મોટો હોય તો ચહેરા પર ગેપ બની જશે. તેથી, યોગ્ય સાઇઝ પસંદ કરો.

2. માસ્ક વારંવાર એડજસ્ટ કરવો
તમે ચહેરા પરનો પરસેવો સાફ કરવા અથવા શ્વાસ લેવા માટે માસ્કને થોડો એડજસ્ટ કરો છો. જો કે, આ પ્રવૃત્તિ ખોટી છે. ગંદા હાથે માસ્ક અથવા ચહેરો સ્પર્શ કરવો એ ખોટી ટેવ છે અને આ ચેપ લાગવાનું જોખમ વધારે છે. માસ્ક સ્પર્શ કર્યા પહેલાં તમે છેલ્લે ક્યાં સ્પર્શ કર્યો હતો તે યાદ કરી જુઓ અથવા તો માસ્કને અડવાનું સંપૂર્ણપણે ટાળો.

3. જો નાક બહાર રહેતું હોય તો માસ્ક પહેરવાનો કોઈ અર્થ નથી
ઘણા લોકો ગરમી અથવા અન્ય વિવિધ કારણોસર નાક માસ્કની બહાર રાખે છે. આ ખૂબ જ જોખમી છે. જો તમે બહાર નીકળ્યા હોવ તો માસ્કથી મોં અને નાકને સંપૂર્ણપણે ઢાંકી દો. નાક બહાર આવતું હોય તો માસ્ક પહેરવાનો કોઈ ફાયદો થતો નથી.

4. વાતચીત કરવા માટે માસ્ક કાઢવું
માસ્ક લગાવવાનું મુખ્ય કારણ જ ડ્રોપલેટ્સ ટ્રેપ કરવાનું છે. જો તમે માસ્ક કાઢીને કોઇની સાથે વાત કરશો તો બીજી વ્યક્તિના મોંમાંથી નીકળેલા ડ્રોપલેટ્સ તમારા સુધી પહોંચી જશે. તેમજ, તમારા મોંઢામાંથી નીકળેલા ડ્રોપલેટ્સ કોઈ બીજી વ્યક્તિ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં ચેપ ફેલાવાનું જોખમ વધી જાય છે. માસ્ક કાઢ્યા વગર વાતચીત ન કરો.

5. તમે માસ્ક ખોટી રીતે કાઢી રહ્યા છો
માસ્કને આગળથી ન સ્પર્શો. જો તમે માસ્ક કાઢવા ઇચ્છતા હો તો પાછળના ભાગમાં લાગેલી દાંઠ ખોલો. માસ્કની પટ્ટીઓને કાન અથવા માથાના પાછળના ભાગેથી ખોલો અને તેને આરામથી કાઢો. માસ્ક કાઢ્યા બાદ તરત તેને ડિસ્પોઝ કરો અને હાથને સેનિટાઇઝ કરો.

6. વારંવાર સાઇડ ચેન્જ કરવી
કપડાંનું માસ્ક પહેરતી વખતે સાઈડનું ધ્યાન રાખો. વારંવાર સાઇડ બદલવાને કારણે માસ્ક પર બેઠેલા વાઇરસ તમારા શરીરની અંદર પહોંચી શકે છે.

7. દાઢીની નીચે માસ્ક ન રાખો
વાત કરતી વખતે અથવા ખાતા સમયે માસ્કને દાઢીની નીચે ન લાવો. માસ્ક સંપૂર્ણ રીતે કાઢી નાખવું વધુ સારું છે કારણ કે, દાઢી એમ પણ પહેલેથી કવર નથી હોતી અને વારંવાર તેનો સ્પર્શ થતો રહે છે. આવી સ્થિતિમાં માસ્કને દાઢીની જગ્યાએ રાખવાથી ચેપ લાગી શકે છે. જો તમે માસ્ક કાઢવા માગતા હો તો તેને સાવધાનીપૂર્વક કાઢો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી