તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PGIMS રોહતકનાં રિસર્ચનો દાવો:હેપેટાઈટિસ Cની દવા લેતા દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ ન થયું, પાંચ મહિના સુધી દોઢ હજાર લોકો પર રિસર્ચ કરવામાં આવ્યું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

PGIMS રોહતકનાં રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, કાળા કમળાની દવા લેતા દર્દીઓમાં કોરોના સંક્રમણ થયું નથી. દુનિયાભરમાં ઘણા દેશોમાં કોરોનાથી બચાવવા કાળો કમળો એટલે કે હેપેટાઈટિસ Cની દવા મદદગાર સાબિત થઇ છે. PGIMS રોહતકના ગેસ્ટ્રોલોજી વિભાગ અને નેશનલ વાઈરલ હેપેટાઈટિસ સેન્ટ્રલ પ્રોગ્રામના મોડલ ટ્રીટમેન્ટ સેન્ટરમાં દોઢ હજાર દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું.

5 મહિના સુધી મોનિટરિંગ ચાલ્યું
ગેસ્ટ્રોલોજી વિભાગના હેડ અને સિનિયર પ્રોફેસર ડૉ. પ્રવીણ મલ્હોત્રાએ દાવો કર્યો કે, હેપેટાઈટિસ Cની દવા કોવિડ-19માં અસરદાર છે. 5 મહિના સુધી હેપેટાઈટિસ B અને હેપેટાઈટિસ Cથી સારવાર આપી દોઢ હજાર દર્દીઓનું માર્ચથી જુલાઈ મહિના સુધી હેલ્થ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચમાં ખબર પડી કે હેપેટાઈટિસની દવા લેનારા દોઢ હજાર દર્દીઓમાં કોરોનાના લક્ષણો જોવા ન મળ્યા કે તેઓ કોરોનાથી સંક્રમિત પણ થયા નથી. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જો આ બાબતે મોટું ટ્રાયલ કરવામાં આવે તો તો તેના પોઝિટિવ પરિણામો સામે આવી આવશે.

હેપેટાઈટિસમાં Cમાં લેડીપસવિર અને ડસાબૂવિરની સાથે સોફાસબૂબિરનું કોમ્બિનેશન આપવામાં આવે છે. સંશોધકો પ્રમાણે, કોરોના દર્દીઓની સારવાર માટે રેમેડેસિવિર યોગ્ય છે. કોરોનાના દર્દીઓ પર તેના ટ્રાયલની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

PGIMS રોહતક, ઇન્ટ્રોક્સ પ્રાઈવેટ લિમિટેડ અને કાઉન્સિલ ફોર સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ નેશનલ કેમિકલ લેબોરેટરીની સાથે મળીને મોટું ટ્રાયલ કરશે. આ માટે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ને પ્રપોઝલ મોકલવામાં આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser