રિસર્ચ / હિપેટાઇટિસ C દવાઓથી લીવર કેન્સરથી થતા મૃત્યુનું જોખમ ઓછું રહે છે

Hepatitis C drugs lower the risk of death from liver cancer

Divyabhaskar.com

Aug 13, 2019, 11:27 AM IST

હેલ્થ ડેસ્ક. તાજેતરમાં ‘ગેસ્ટ્રોએન્ટ્રોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ કરવામાં આવ્યું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હિપેટાઇટિસ C ની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી એન્ટિવાયરલ ડ્રગ્સ અથવા દવાઓથી દર્દીઓમાં લિવર સંબંધી મૃત્યુને 50 ટકા ઘટાડવામાં અસરકારક છે જેઓ એક સમયે લિવરના કેન્સરથી પીડાતા હતા.

પહેલાં ડોક્ટરોનું માનવું હતું કે, હિપેટાઈટિસ C લિવરને સંક્રમિત કર્યા બાદ રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને આ સિસ્ટમ લિવર કેન્સર થતું અટકાવે છે.પરંતુ હકીકતમાં એવું નથી. આ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં પ્રકાશિત આ રિસર્ચના સંશોધકોએ સમગ્ર દેશના 31 મેડિકલ સેન્ટર્સમાંથી લગભગ 800 દર્દીઓ પર રિસર્ચ કર્યું અને જોયું કે, એન્ટિવાયરલ ડ્રગ્સ માત્ર સુરક્ષિત છે એટલું જ નહીં પણ તેના કારણે સિરોસિસ અને લિવર કેન્સરથી થતા મૃત્યુ આંકમાં 46 ટકાનો ઘટાડો થયો.

ક્લિનિકલ ચીફ ઓફ હિપેટોલોજી અને યૂટી સાઉથવેસ્ટર્ન લિવર ટ્યૂમર પ્રોગ્રામના મેડિકલ ડિરેક્ટર ડો. અમિત સિંઘલે કહ્યું કે, હિપેટાઈટિસ સી માટે આપવામાં આવતી દવાઓ લિવર દર્દીઓ માટે ન માત્ર સુરક્ષિત છે પણ ફાયદાકારક પણ છે. તેમને આગળ જણાવ્યું કે, હિપેટાઈટિસ C થેરપી એટલા માટે જરૂરી છે કેમ કે, તેનાથી યોગ્ય નિવારણ થાય છે. 'તેમને કહ્યું કે, તમારે માત્ર 2 કે 3 મહિના સુધી દવા લેવાની હોય છે, જેની સાઈડ ઈફેક્ટ નામ માત્રની થાય છે અને તમે એકદમ સ્વસ્થ થઈ જાઓ છો. હિપેટાઈટિસ સી એકવખત સંપૂર્ણ રીતે મટી જાય પછી ફરીથી થવાની સંભાવના 1 ટકા કરતાં ઓછી થઈ જાય છે'.

હિપેટાઈટિસ Cનો ઈલાજ કરવો બહુ જરૂરી છે, નહીં તો લિવર સિરોસિસ થઈ શકે છે જે જીવલેણ હોય છે. તે વાયરસ સંક્રમિત લોહીથી પણ ફેલાય છે. આ બીમારી એટલા માટે પણ ખતરનાક છે કેમ કે, અડધા સંક્રમિત લોકોને એ જાણ જ નથી હોતી કે તેમને આ બીમારી થઈ છે. આવું એટલા માટે થાય છે કેમ કે, તેમને આ રોગનાં લક્ષણો દેખાતાં નથી અથવા સામે આવતાં 10 વર્ષ સુધીનો સમય લાગી જાય છે. આ કારણે જ ડોક્ટરો નિયમિત સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપે છે.

X
Hepatitis C drugs lower the risk of death from liver cancer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી