માઈન્ડ પર ‘ગાર્ડનિંગ’ ઈફેક્ટ:તમારાં માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદરુપ થાય છે, અભ્યાસમાં ખુલાસો થયો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવું સંશોધન એવું સૂચવે છે, કે જે લોકો ગાર્ડનિંગ કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે, પછી ભલે તે ભલે વીકેન્ડમાં જ કરતાં હોય. PLOS ONE જર્નલમાં પબ્લિશ થયેલાં એક અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાનાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું, કે જે લોકો અઠવાડિયામાં બે વખત ગાર્ડનિંગ કરે છે તે લોકોનાં તણાવ, ચિંતા અને હતાશામાં ઘટાડો થાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારાઓમાંથી કોઈએ પણ અગાઉ ગાર્ડનિંગ કર્યું ન હતું.

ગાર્ડનિંગ એ લોકોનાં માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે
ગાર્ડનિંગ એ લોકોનાં માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે

ભૂતકાળનાં અધ્યયનોએ બતાવ્યું છે, કે જે લોકો વર્તમાન સમયમાં કોઈ માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યાં હોય, ગાર્ડનિંગ એ લોકોનાં માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. આ અભ્યાસ દર્શાવે છે, કે ગાર્ડનિંગ એ લોકોની માનસિક સુખાકારીમાં વધારો કરે છે. આ અભ્યાસનાં મુખ્ય તપાસકર્તા અને યુએફ / આઈએફએએસ પર્યાવરણીય બાગાયત વિભાગનાં પ્રોફેસર એમેરિટસ ચાર્લ્સ ગાયે પણ આ જ વાત કહી હતી.

આ અભ્યાસને પર્યાવરણીય બાગાયત વિભાગ, યુએફ કોલેજ ઓફ મેડિસિન, યુએફ સેન્ટર ફોર આર્ટ્સ ઇન મેડિસિન અને યુએફ વિલ્મોટ બોટનિકલ ગાર્ડન્સ સાથેના સંશોધકોની આંતરશાખાકીય ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, આ અભ્યાસ દરમિયાન વધુ ને વધુ માહિતી મેળવવા માટે સેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

પહેલીવાર ગાર્ડનીંગ કરતાં હોવા છતાં તેમનામાં ડર, નિરાશા કે તણાવ જરાપણ જોવા મળ્યો નહોતો
પહેલીવાર ગાર્ડનીંગ કરતાં હોવા છતાં તેમનામાં ડર, નિરાશા કે તણાવ જરાપણ જોવા મળ્યો નહોતો

આ ગાર્ડનીંગના સેશન્સમાં ભાગ લેનાર લોકોએ બીજની તુલના અને વાવણી, વિવિધ પ્રકારનાં છોડનું પ્રત્યારોપણ જેવી અનેક બાબતો શીખ્યાં હતાં. સંશોધકોને જાણવા મળ્યું, કે પહેલીવાર ગાર્ડનીંગ કરતાં હોવા છતાં તેમનામાં ડર, નિરાશા કે તણાવ જરાપણ જોવા મળ્યો નહોતો. ઉલ્ટાનું તેમનું માનસિક સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત હતું અને આ એક્ટિવીટીના કારણે તેમની ક્રિએટીવીટી અને ઉત્સાહમાં વૃદ્ધિ જોવા મળી.

આ અભ્યાસમાં ભાગ લેનારાઓમાં જે જુસ્સો હતો, તે સંશોધકોએ નોંધ્યું હતું. આ અભ્યાસના અંતે ઘણાં અભ્યાસમાં ભાગ લેનારા લોકોએ આ સેશન દરમિયાન કેટલો આનંદ માણતાં તે પણ જણાવ્યું હતું.