• Gujarati News
 • Lifestyle
 • Health
 • Heaviness In Voice, Drinking Less Water, Drinking More Caffeine Increases Speech Problems, Take These Remedies To Avoid

વોઇસ ડિસઓર્ડર:અવાજમાં ભારેપણું, ઓછું પાણી અને વધુ કેફીન પીવાથી બોલવાની સમસ્યામાં વધારો થાય છે, બચવા માટે આ ઉપાય કરો

17 દિવસ પહેલા
 • કૉપી લિંક

જો તમને પણ બોલવામાં કોઈ તકલીફ પડતી હોય, ગળામાં દુખાવો થતો હોય, બોલતા સમયે થાક લાગતો હોય તો વોઇસ ડિસોર્ડરનો સંકેત હોઈ શકે છે. આ બીમારી પાછળનું કારણ વોકલ કોર્ડ છે, જેમાં વાઇબ્રેંટ બરાબર કામ કરતું નથી. વોકલ કોર્ડનું બરાબર રીતે ધ્યાન કેવી રીતે રાખવું એ અંગે જણાવી રહ્યા છે ઇએનટી-સર્જન ડો. પંકજ ગુલાટી.

વોઇસ ડિસઓર્ડર પાછળ આ કારણો છે જવાબદાર
ડો.ગુલાટી જણાવે છે કે વોઇસ ડિસઓર્ડર પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં અવાજ બેસી જાય છે, અવાજમાં બદલાવ આવે છે. આવો... જાણીએ વધુ માહિતી

તમે કયા પ્રોફેશનમાં છો?
વોઇસ ડિસઓર્ડર પાછળ તમારું પ્રોફેશન પણ કંઈક અંશે જવાબદાર છે. સિંગર, એન્કર, ટીચરો વધુ બોલે છે, જેને કારણે ગળામાં સોજો આવે છે અને બોલતા સમયે ગળામાં દુખાવો થાય છે.

સ્મોકિંગ
આજકાલ છોકરાઓની સાથે-સાથે છોકરીઓમાં પણ સ્મોકિંગ એક ફેશન અને સ્ટેટસ સિમ્બોલ થઇ શકે છે. ડોક્ટર ગુલાટી કહે છે, જ્યારે કોઈ વ્યક્તિ સ્મોક કરે છે તો તેમના વોકલ કોર્ડ્સમાં તકલીફ થાય છે ને પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્મોકિંગ હાર્ટથી લઈને મગજ સુધી નુકસાન પહોંચાડે છે.

અવાજ ખરાબ થવા પાછળ સ્મોકિંગ પણ છે જવાબદાર
ઇન્ડિયન આઇડલ 11ના જજ અને સિંગર વિશાલ દદલાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો કે એક દિવસમાં 40થી વધુ સિગારેટ પીતો હતો, પરંતુ ઓગસ્ટ 2019માં સ્મોકિંગ છોડી દીધું હતું. સિગારેટ પીવાથી અવાજ ખરાબ થયો હતો. સ્મોકિંગ છોડી દીધાના 6 મહિના બાદ તેનો અવાજ બરાબર થયો હતો. સિગારેટ પીવાથી ગળામાં અને ફેફસાંમાં સોજો આવી શકે છે, જેનાથી અવાજ ખરાબ થઈ શકે છે.

વોઇસ ડિસઓર્ડરને કારણે વોકલ કોર્ડ્સમાં કેન્સર થઈ શકે છે

ન્યુરોલોજિકલ સમસ્યાઓ
કેટલીક તબીબી પરિસ્થિતિઓમાં વોકલ કોર્ડ્સને કંટ્રોલ કરતી સ્વરપેટીને નુકસાન પહોંચાડે છે. સ્વરપેટીના જ્ઞાનતંતુઓને ગંભીર ઈજા કે સર્જરીથી પણ ઈજા થઈ શકે છે. આ કારણે અવાજમાં પ્રોબ્લેમ થાય છે કે પછી કહો કે થાઇરોઇડ ડિસઓર્ડર જોવા મળે છે.।

અવાજમાં ફેરફારથી બચવા કરો આ ઈલાજ

અવાજમાં ફેરફાર
ડોક્ટર ગુલાટી જણાવે છે, વોઇસ ડિસઓર્ડરનો ઈલાજ તપાસ કરીને કરવામાં આવે છે. જો ઈલાજથી ફાયદો ન થતો હોય તો સર્જરીથી સારવાર કરવામાં આવે છે. ગળાનું કેન્સર હોય તો એની સારવાર અલગ રીતે કરવામાં આવે છે. ડૉ. ગુલાટીએ વોઈસ ડિસઓર્ડરથી બચવા માટે કેવી રીતે બચી શકાય એ જણાવે છે...

 • જે લોકોને વધુપડતું બોલવાનું હોય તો અવાજ પર વધુ દબાણ ન કરો
 • વોઇસ મોડ્યુલેશન કરો. નીચું અને ધીમેથી બોલો, જેથી ગળા પર દબાણ ન આવે.
 • ગળામાં દુખાવો થવા પર સ્ટીમ લેવાથી રાહત મળે છે.
 • એસિડિટીની સમસ્યા હોય તો દવા લો, જેથી ગળાની સમસ્યા ઓછી થાય.
 • ગળામાં સોજો આવી ગયો હોય તો અવાજને રિલેક્સ કરો. તમને જેટલું જોઈએ એટલું બોલો.
 • વોકલ હાઇજીન જાળવો, એનાથી રાહત પણ મળે છે.

વોઇસ ડિસઓર્ડરમાં બોલવામાં તકલીફ પડે છે. જો આ બીમારીથી બચવું હોય તો શરૂઆતમાં જો લક્ષણો જોવા મળે તો એનો ઈલાજ કરવો જરૂરી છે.

ખરાબ આદતથી પણ વોકલ કોર્ડમાં થાય છે મુશ્કેલી
જો તમે સિંગિંગ, ન્યૂઝ રીડિંગ, ડબિંગ, એક્ટિંગ કે ટીવી હોસ્ટ જેવાં પ્રોફેશનમાં કરિયર બનાવવા માગતા હો તો એમાં વોઇસની મોટી ભૂમિકા છે. બાળપણથી જ નાની-નાની ભૂલોને કારણે અવાજ બગડી શકે છે. એવી ઘણી આદતો છે, જે વોકલ કોર્ડ પર ખરાબ અસર કરે છે. વોકલ કોર્ડ એ એક એવું સાધન છે, જ્યાંથી આપણો અવાજ બહાર આવે છે.

આવો... જાણીએ ખરાબ આદતો, જેનાથી વોકલ કોર્ડ થાય છે ખરાબ

પાણી ઓછું પીવાથી
જો તમે ઓછું પાણી પીવો છો તો એ પણ અવાજ ભારે થવાનું કારણ બની શકે છે. વોકલ કોર્ડ કેટલી ઝડપથી વાઇબ્રેટ થાય છે, પછી અવાજ નીકળે છે. આ સ્થિતિમાં જો તેને યોગ્ય લુબ્રિકેશન નહીં મળે તો અવાજ ભરાઈ જશે. એટલા માટે સ્પીકર્સ કે પર્ફોર્મર્સ સ્ટેજ પર બોલતા પહેલા પાણી પીવે છે. તમારે દરરોજ ઓછામાં ઓછું 8થી 12 લિટર પાણી પીવું જ જોઈએ. આ સિવાય અવાજને મીઠો રાખવા માટે મીઠાં ફળો અને પાણીવાળી શાકભાજીનું સેવન પણ કરવું જોઈએ.

અવનવા અવાજ કાઢવા
કેટલાક લોકોને મજાકમાં ખોટા અને વાહિયાત અવાજો કાઢવાની આદત હોય છે. બૂમો પાડવી, ખૂબ જોરથી બૂમો પાડવી અને ઊંટ-પટ્ટંગના અવાજો વોકલ કોર્ડ પર ખરાબ અસર પડે છે, તેથી હંમેશાં ઓછું અને મીઠું બોલવાથી અવાજની ગુણવત્તા સારી રહે છે.

વધારે કેફીનનું સેવન કરવું
દારૂની લત અનેક રોગોનું કારણ બને છે. આલ્કોહોલ વોકલ કોર્ડને પણ અસર કરે છે. અવાજની દૃષ્ટિએ દારૂ પીવો એ સારી આદત નથી. આ ઉપરાંત ચા અને કોફી જેવાં કેફી પીણાંના સેવનથી પણ અવાજ અને વોકલ કોર્ડ પર ખરાબ અસર પડે છે. તમારી જાતને હાઇડ્રેટેડ રાખવા માટે પાણીથી વધુ સારું પીણું બીજું કોઈ નથી.

ખારાશ દૂર કરવી
ગળામાં ખારાશ એ એક સામાન્ય સમસ્યા છે, જે થોડા સમય માટે મૌન રહ્યા પછી થાય છે, પરંતુ ગળાને હંમેશાં સાફ કરતા રહો છો તો પછી તમારી આ આદત વોકલ કોર્ડને નુકસાન પહોંચાડે છે. જો તમને ગળામાં દુખાવો થતો હોય તો એનો અર્થ એ છે કે વોકલ કોર્ડને થોડા ભેજની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ગળાનો દુખાવો દૂર કરવા થોડું પાણી પીવું વધુ સારું છે.

અવાજમાં ભારે થઈ જવું એ એક પ્રકારનું ઇન્ફેકશન છે, ગળા પર ઈજા અને ઠંડીને કારણે અવાજમાં ભારેપણું આવી જાય છે. વોકલ કોર્ડને કંટ્રોલ કરનારા સ્નાયુઓને જો ઈજા થાય તો સ્વરતંતુ યોગ્ય રીતે હલનચલન કરી શકતા નથી, જે અવાજને અસર કરે છે.

હંમેશાં તમારા ગળાને સાફ રાખો

 • બોલતી વખતે અવાજ ધીમો કરવો જોઈએ.
 • ગરમ પાણીમાં ચપટી મીઠું નાખીને કોગળા કરવાથી ભારેપણું દૂર થાય છે.
 • દર્દીએ ઠંડા પાણી, ઠંડાં પીણાં, આઇસક્રીમથી બચવું જોઈએ.
 • ગરમ કપડું કે મફલરને ગળામાં લપેટી દેવાથી ફાયદો થાય છે.

શું છે લેરિન્જાઇટિસ?

લેરિન્જાઇટિસ એ એક ગળાની બીમારી છે. બોલવાનો પ્રયત્ન કરવા છતાં મોઢામાંથી અવાજ ન આવે તો એ લેરિન્જાઇટિસનું લક્ષણ છે. એમાં બહુ ઓછો અવાજ આવે છે. લેરિંજાઇટિસ રોગ ટૂંકા અને લાંબા સમય માટે હોઈ શકે છે.

લેરિન્જાઇટિસના સંક્રમણને કારણે વોઇસ બોક્સમાં સોજો આવે છે, જે વોકલ કોર્ડ છે. સામાન્ય રીતે વોકલ કોર્ડ આરામથી ખૂલે છે અને બંધ થાય છે, જે તેમના ધ્રુજારીમાંથી અવાજ કરે છે. લેરીન્જાઇટિસની બીમારીને કારણે વોકલ કોર્ડમાં સોજો અને દુખાવો થાય છે, જેને કારણે ગળામાંથી યોગ્ય અવાજ બહાર આવતો નથી.

ગંભીર લેરિન્જાઇટિસનાં કારણો

 • ક્રોનિક લેરિન્જાઇટિસ
 • વાઇરલ ઇન્ફેક્શન
 • બૂમો પાડીને કે બોલીને ગળા પર દબાણ
 • ડિપ્થેરિયા જેવા બેક્ટેરિયલ ચેપ

જો આ રોગ ત્રણ અઠવાડિયાંથી વધુ સમય માટે હોય તો એને ક્રોનિક લેરિન્જાઇટિસ કહેવામાં આવે છે. એનાથી વોકલ કોર્ડ પર દબાણ આવે છે, જખમ થઈ શકે છે અથવા વોકલ કોર્ડના વિકાસને અસર થઈ શકે છે.

રાખો આ સાવધાની

 • ધૂમ્રપાન કરવાથી ગળું સુકાઈ જાય છે અને સ્વરતંતુને નુકસાન થાય છે.
 • આલ્કોહોલ અને કોફીના સેવનથી પાણીની ઘટ પડે છે.
 • મરચાં-મસાલા ખાવાનું ટાળો.
 • આખાં ધાન, ફળ અને શાકભાજીને ડાયટમાં સામેલ કરો.
 • વિટામિન એ, ઇ અને સી ગળાના મ્યૂકોસ મેમ્બ્રેનને સ્વસ્થ રાખે છે.