ઇંગ્લેન્ડના વૈજ્ઞાનિકોનો દાવો:હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવું હોય તો રાત્રે 10થી 11 દરમિયાન ઊંઘી જવું જોઈએ, મોડા ઊંઘવા-ઊઠવાથી બોડી ક્લોક ડિસ્ટર્બ થાય છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં 88 હજાર લોકોને સામેલ કર્યા હતા
  • અડધી રાતે કે પછી મોડા સૂતા લોકોમાં હાર્ટ ડેમેજ થઈ શકે છે

હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવું હોય તો રાત્રે 10થી 11 દરમિયાન ઊંઘી જાઓ. વૈજ્ઞાનિકો આ સમયને ‘ગોલ્ડન અવર’ કહે છે. વ્યક્તિના ઊંઘવાનો સમય અને દિલની બીમારીઓ વચ્ચે એક કનેક્શન મળ્યું છે. ખાસ કરીને જે મહિલાઓ રાત્રે મોડી ઊંઘે છે તેઓ હાર્ટની બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છે.

ઇંગ્લેન્ડની એક્સેટર યુનિવર્સીટીના સંશોધકોએ લેટેસ્ટ રિસર્ચમાં આ દાવો કર્યો છે. રિસર્ચરે કહ્યું કે, અડધી રાતે કે પછી મોડા સૂતા લોકોમાં હાર્ટ ડેમેજ થઈ શકે છે.

ઊંઘ અને હાર્ટ વચ્ચે આ છે કનેક્શન
સંશોધકોએ કહ્યુ, માણસોની ઊંઘ અને દિલની બીમારીઓ વચ્ચે એક કનેક્શન છે. જે લોકો રાતે મોડા ઊંઘે છે તેઓ સવારે મોડા ઊઠે છે. તેમની બોડીની ક્લોક ડિસ્ટર્બ થાય છે. હાર્ટ પર ખરાબ અસર પડે છે. રાત્રે જલ્દી ઊંઘીને આ જોખમ ઓછું કરી શકાય છે.

88 હજાર લોકો પર રિસર્ચ થયું
રિસર્ચરે કહ્યું કે, અમે 43થી 73 વર્ષ વચ્ચેના 88 હજાર બ્રિટિશ રહેવાસીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામેલ લોકોને હાથમાં ટ્રેકર પહેરાવ્યું હતું. ટ્રેકરની મદદથી તેમની ઊંઘવાની અને ઊઠવાની એક્ટિવિટી મોનિટર કરી. આ ઉપરંત લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલા અમુક પર્સનો પણ કર્યા. આ લોકોમાં 5 વર્ષ સુધી હાર્ટ ડિસીઝ, હાર્ટ અટેક, સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર અને મેડિકલ રેકોર્ડ રાખવામાં આવ્યો અને તેની સરખામણી કરવામાં આવી.

રિસર્ચનું રિઝલ્ટ શું કહે છે?
રિઝલ્ટ જણાવે છે કે, જે દર્દીઓએ રાતે 10થી 11 વાગ્યા દરમિયાન ઊંઘ લેવાનું શરૂ કર્યું તેમનામાં હાર્ટ ડિસીઝ સૌથી ઓછા હતા. જે લોકો અડધી રાત્રે ઊંઘે છે તેમનામાં આ જોખમ 25% સુધી વધારે હોય છે.

ઊંઘથી બોડીક્લોક બેલેન્સ રહે છે
યુરોપિયન હાર્ટ જર્નલમાં પબ્લિશ રિસર્ચ કહે છે, અમે લોકોને રાત્રે જલ્દી ઊંઘવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ. જલ્દી ઊંઘવાથી બીમારીઓનું જોખમ ઓછું કરી શકાય છે. રિસર્ચર ડૉ. ડેવિડ પ્લાન્સે કહ્યું કે, 24 કલાક ચાલતી બોડી ક્લોક આપણને શારીરિક અને માનસિક સ્વસ્થ રાખે છે. આને સર્કેડિયન રિધમ કહેવાય છે. મોડા ઊંઘવાથી સર્કેડિયન રિધમ બગડે છે. આથી બોડીક્લોકમાં બેલેન્સ રાખવું જરૂરી છે.