હાર્ટ અટેકના તે 7 લક્ષણો જે તમે નથી જાણતા:જડબા, ગળા અને હાથમાં દુખાવો પણ હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે, પગમાં સોજો અને બેચેની થાય તો ડૉક્ટરની સલાહ લેવી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગ અને પંજામાં સોજાના ઘણા કારણો હોય છે. જો તમે હૃદય રોગના રિસ્ક ઝોનમાં છો તો આ લક્ષણને અવગણશો નહીં
  • જો તમે હૃદયના દર્દી છો અને ઊધરસ નથી મટતી તો તમે રિસ્ક ઝોનમાં છો

છાતીમાં દુખાવો અને બળતરા, હાર્ટ અટેકના સૌથી સામાન્ય લક્ષણ છે. મોટાભાગના લોકોને આ લક્ષણો વિશે ખબર હોય છે પરંતુ કેટલાક એવા લક્ષણો પણ હોય છે જે હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે પરંતુ દર્દી તેને સમજી નથી શકતો.

અમેરિકાની પેન સ્ટેટ હાર્શે હાર્ટ એન્ડ વેસ્ક્યુલર ઇન્સ્ટિટ્યૂટના એમડી ડૉ. ચાર્લ્સ ચેમ્બર્સના જણાવ્યા પ્રમાણે, હાર્ટના તે લક્ષણોને સમજવાની જરૂરી છે જેના વિશે ઘણા ઓછો લોકોને ખબર છે. જાણો એવા 7 લક્ષણો વિશે જે હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે...

  • હાથમાં દુખાવો થવોઃ શરીરના ડાબી બાજુના ભાગમાં દુખાવો થવો એ હાર્ટ અટેકનો ઈશારો કરે છે. ચેમ્બર્સના જણાવ્યા પ્રમાણે, આ દુખાવો છાતીથી શરૂ થાય છે. મારી પાસે કેટલાક એવા દર્દી પણ આવ્યા જેમને હાથમાં દુખાવો થયો અને હાર્ટ અટેકની સ્થિતિ બની. તેથી આવા લક્ષણો પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
  • ગળા અને જડબામાં દુખાવો: ગળા અને જડબામાં દુખાવો થવો પણ હાર્ટ અટેકનું એક લક્ષણ હોઈ શકે છે. છાતી પર દબાણ આવે ત્યારે તેની અસર ગળા અને જડબાના દુખાવા તરીકે જોવા મળે છે. આવું થવા પર વહેલી તકે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જેથી સમય રહેતા બચાવ કરી શકાય.
  • ચક્કર આવવાઃ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ચક્કર આવવા પણ હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે. હકીકતમાં હાર્ટ અટેકની સ્થિતિ થવા પર હૃદય બ્લડને તેવી રીતે પમ્પ નથી કરી શકતું જેવી રીતે તેને કરવું જોઈએ. પરિણામે બીપી લો થઈ જાય છે. જેના કારણે દર્દીને ચક્કર આવે છે.
  • પેટ અને પંજામાં સોજોઃ પગ અને પંજામાં સોજાના ઘણા કારણો હોય છે. જો તમે હૃદય રોગના રિસ્ક ઝોનમાં છો તો આ લક્ષણને અવગણશો નહીં. તે હાર્ટ અટેકની તરફ ઈશારો કરે છે. ડૉક્ટર સાથે વાત કરીને તેનું કારણ જાણો. હાર્ટ અટેક પહેલા શરીરમાં યોગ્ય રીતે બ્લડ પમ્પ ન થવાથી આવી સ્થિતિ બની શકે છે.
  • ઊધરસ આવવીઃ જો તમે હૃદયના દર્દી છો અને ઊધરસ નથી મટતી તો તમે રિસ્ક ઝોનમાં છો. એક્સપર્ટના અનુસાર, જો એકદમ સફેદ અથવા ગુલાબી લાળ આવતી હોય તો તે હૃદયની બીમારીનું લક્ષણ છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારું હાર્ટ શરીરની જરૂરિયાતોના અનુસાર કામ નથી કરી શકતું.
  • પરસેવો થવોઃ ઠંડીની સિઝનમાં પણ પરસેવો આવી રહ્યો છે તો અલર્ટ થવાની જરૂર છે કેમ કે તે પણ હાર્ટ અટેકનો સંકેત હોઈ શકે છે. જો તમારી સાથે આવું થઈ રહ્યું છે અને તમને તેનું કારણ સમજ નથી આવી રહ્યું તો તરત ડૉક્ટરની સલાહ લો.
  • પેટમાં દુખાવો, ઊલ્ટી અને બેચેનીઃ ચેમ્બર્સના જણાવ્યા પ્રમાણે, કેટલાક લોકોમાં હાર્ટ અટેક પહેલા ઊલ્ટી થાય છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં આ લક્ષણ વધારે જોવા મળે છે. તે ઉપરાંત પેટમાં દુખાવો અને બેચેની થાય તો અલર્ટ થઈ જવું. ડૉક્ટરની સલાહ લેવી કેમ કે પેટની કેટલીક સામાન્ય બીમારીઓ પણ આ લક્ષણો દર્શાવે છે.