ફાયદા / સ્વાસ્થ્ય માટે ફાયદાકારક દહીં કેન્સર થતું પણ અટકાવે છે, એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે

Healthy yogurt also prevents cancer and getting rid of acidity

Divyabhaskar.com

Jul 08, 2019, 12:09 PM IST

હેલ્થ ડેસ્કઃ દહીંના અઢળક ફાયદા છે એ વિશે તમામ લોકો માહિતગાર છે. ખાસ કરીને ગરમીની ઋતુમાં દહીં સ્વાસ્થ્ય માટે બહુ લાભદાયક હોય છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, લેક્ટોઝ, આયર્ન, ફોસ્ફરસ વગેરે જેવા રાસાયણિક પદાર્થો સામેલ હોય છે, જે આપણાં શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. દહીં પેટને ઠંડું રાખવામાં પણ મદદ કરે છે અને એસિડિટીની સમસ્યામાં રાહત આપે છે.


દહીંથી થતા ફાયદાની સૂચિમાં એક વધુ ફાયદો ઉમેરાયો છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે દહીં કેન્સર સામે લડવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. અભ્યાસ અનુસાર, એવા પુરુષો જે અઠવાડિયામાં બેથી વધુ વખત દહીં ખાતાં હોય તેમનામાં કોલન કેન્સર થવાનું જોખમ 26% ઓછું થઈ જાય છે. તેમજ દહીં ખાવાથી શરીરને પણ અન્ય ઘણા ફાયદા થાય છે.

  • હૃદય માટે દહીં બહુ ફાયદાકારક છે. કોલેસ્ટેરોલની અધિક માત્રા લોહી પરિભ્રમણને અસર કરે છે. દહીં લોહીમાં બનતાં કોલેસ્ટેરોલની માત્રા ઘટાડે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા દૂર રાખે છે. આ સાથે જ હૃદય રોગથી પણ છૂટકારો અપાવે છે.
  • તાણ ઘટાડવા માટે પણ દહીં વપરાશ ખૂબ ફાયદાકારક છે, કારણ કે દહીં ખાવાની અસર મગજ પર થાય છે. તેથી, ડોક્ટર્સ પણ દરરોજ દહીં ખાવાની સલાહ આપે છે. આ ઉપરાંત, દહીં ખાવાથી થાક નથી અનુભવાતો. દહીં શરીરને ઊર્જાથી ભરી દે છે.
  • દહીંને મધ સાથે સવારે અને સાંજે ખાવાથી મોઢાંમાં પડેલા ચાંદથી રાહત મળે છે. દિવસમાં બેથી ત્રણવાર દહીં અને મધ મિક્સ કરીને ચાંદા પર લગાવાથી તે ઠીક થઈ જાય છે. મધ ન હોય તો માત્ર દહીં પણ મોઢામાં પડેલા ચાંદા માટે ફાયદાકારક સાબિત થાય છે.
  • દરરોજ દહીં ખાવાથી પાચનપ્રક્રિયા યોગ્ય રહે છે. પાચનક્રિયામાં ગરબડ થવાથી શરીરમાં અનેક સમસ્યા ઊભી થાય છે. તેથી, દહીંનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે બહુ સારો છે.
  • દહીં ખાવાથી શરીરની ચરબી ઘટે છે. દહીંમાં રહેલું કેલ્શિયમ શરીર ફૂલતાં અટકાવે છે, જેનાથી સ્થૂળતા ઘટે છે. તેમજ દહીં વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
  • દહીંમાં મળતું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાં અને દાંતને સુરક્ષિત કરે છે. તેથી દાંત અને હાડકાં માટે દહીં ખાવું સારું છે.
X
Healthy yogurt also prevents cancer and getting rid of acidity
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી