સિદ્ધાંત-રાજુ શ્રીવાસ્તવનાં મૃત્યુનું જિમ કનેક્શન:અમેરિકા-બ્રિટનનાં જિમમાં હેલ્થ એક્સપર્ટ જરુરી, પહેલાં બોડીની તપાસ પછી જ જિમમાં એન્ટ્રી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કુસુમ, કસોટી ઝિંદગી કી અને કુમકુમ જેવી સિરિયલમાં જોવા મળેલ અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થઈ ગયું. 46 વર્ષનાં સિદ્ધાંત જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા અને તેમને હાર્ટ અટેક આવતાં તેમનું નિધન થઈ ગયું.

હજુ થોડા સમય પહેલાં જ નિધન પામેલા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ અને ટીવી અભિનેતા દીપેશ ભાનની મોતનું કનેક્શન પણ જિમ સાથે જોડાયેલું હતું. આ સિવાય ‘બાલિકા વધૂ’નાં પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું પણ હાર્ટઅટેકથી નિધન થયું, જે ફિટનેસ ફ્રિક હતા.

આખરે આ પ્રખ્યાત સેલેબ્રિટીઓએ હેલ્ધી લાઈસ્ટાઈલ ફોલો કરી તેમછતાં પણ જીવ કેમ ગુમાવ્યો? શું આ આકસ્મિક ઘટનાઓનું કનેક્શન તેમનાં વર્કઆઉટ રુટિન અને ફૂડ હેબિટ સંબંધિત તો નથી ને?

પ્રશ્ન-1 ભારતમાં જિમ ખોલવા માટે લાયસન્સ કે ટ્રેનિંગ સર્ટિફિકેટની જરુર પડે છે?
જવાબ- હા, ભારતમાં જિમ ખોલવા માટે સ્થાનીય પ્રશાસન પાસેથી મંજૂરી લેવી પડશે. જીમ ‘નાના અને કુટીર ઉદ્યોગ’ હેઠળ નોંધાયેલા છે. જો દિલ્હીમાં જિમ ખોલવાનાં હોય તો દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન લાયસન્સ આપશે.

મજેદાર વાત તો એ છે કે, દિલ્હીમાં ચાની દુકાન, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, સ્પા, ઓડિટોરિયમ અને મટન શોપ માટે પણ એ જ ફોર્મ ભરવામાં આવે છે કે, જે જિમમાં ભરવામાં આવે છે. દરેક રાજ્યએ જિમ ખોલવા માટે પોતપોતાના અલગ નિયમો બનાવ્યા હતા. આ ગ્રાફિકથી તમે જાણી શકશો કે, જિમ ખોલવા માટે શું જરુરી છે?

પ્રશ્ન-2 જિમ ખોલવા માટે અથવા ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટેનાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કયા છે? અમેરિકા, બ્રિટનમાં કયા-કયા નિયમો છે?
જવાબ- ભારતની સાપેક્ષે પશ્ચિમી દેશો પોતાનાં નાગરિકોનાં સ્વાસ્થ્ય અને જિમને લઈને વધુ પડતાં તણાવમાં નજર આવે છે. અમેરિકામાં જિમ ખોલવા માટે ક્વોલિફાઈડ ટ્રેનર, યોગ્ય જગ્યા, ફાયર ડિપાર્ટમેન્ટથી ક્લિયરન્સ, હેલ્થ અને સ્પોર્ટસ મિનિસ્ટ્રી પાસેથી મંજૂરી લેવી પડશે. અમેરિકાની સાપેક્ષે બ્રિટેન જિમ અને નાગરિકોનાં સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને ખૂબ જ સજાગ છે. તેમનાં નિયમ ખૂબ જ કડક છે.

આ ગ્રાફિકથી આ વાતને સમજી શકો.

પ્રશ્ન-3 શું જિમમાં મેડિકલ એક્સપર્ટ હાજર હોય છે? જિમ ટ્રેનર નવા જોડાયેલ લોકોની મેડિકલ હિસ્ટ્રી ચેક કરે છે? શું જિમ ટ્રેનરને પણ એ વાતની બેઝિક મેડિકલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કે, એક્સટર્નલ બોડી પાર્ટસની ટ્રેનિંગથી ઈન્ટરનલ ઓર્ગન્સ પર શું અસર પડશે?
જવાબ- ભારતની અમુક મોટી બ્રાન્ડ કે જિમ કે કોર્પોરેટ ઓફિસમાં ખુલેલા જિમમાં ક્લાઈન્ટનું મેડિકલ સર્ટિફિકેટ જરુરી છે. અમુક મોટા શહેરોનાં લોકપ્રિય જિમમાં જ તે માગવામાં આવે છે, અમે દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસનાં રસ્તાઓનું રિયાલિટી ચેક પણ કર્યું છે. દિલ્હી-NCRનાં અંદાજે ડઝનેક જિમની તપાસ કરવામાં આવી પણ તેનું કોઈ નિશ્ચિત સ્ટાન્ડર્ડ જોવા મળ્યું નહીં.

આ જિમમાં ન તો કોઈ મેડિકલ એક્સપર્ટ જોવા મળ્યું કે ન તો કોઈ ફર્સ્ટ એઈડની વ્યવસ્થા જોવા મળી. બધાને એક કોમન સલાહ આપવામાં આવી છે કે, તમારે જિમમાં રેગ્યુલર આવવાનું છે. ડાયટ કંટ્રોલની વાત તો થાય છે પણ ડાયટિશન તેની આ વાતચીતનો ભાગ નથી હોતો.

સોફ્ટવેર એન્જિનિયર અને ફિટનેસ ફ્રિક જયગોવિંદ ગુપ્તા અમેરિકાનાં પેન્સિલ્વેનનિયામાં રહે છે. તે જણાવે છે કે, જિમને લઈને અમેરિકાનાં નિયમ ખૂબ જ કડક છે. જિમમાં એડમિશન દરમિયાન તમારી મેડિકલ રિપોર્ટ માગવામાં આવે છે. ફૂડચાર્ટને લઈને ડાયટિશન સાથે કન્સલ્ટ કરવામાં આવે છે. જિમ ટ્રેનર ક્વોલિફાઈડ અને સર્ટિફાઈડ હોય. સરકારની આ શરતો પૂરી થાય તો જ ત્યાં જિમ ખોલી શકાય.

પ્રશ્ન-4 શું જિમમાં જવા માટે લિંગ અને ઉંમર પણ મહત્ત્વની છે? જો આવું હોય તો કઈ ઉંમરની વ્યક્તિ માટે જિમમાં કેટલો સમય વર્કઆઉટ કરવું સુરક્ષિત રહે છે? શું વેઈટ ટ્રેનિંગની તાલીમ આજીવન લઈ શકાય?
જવાબ- ભારતમાં જિમ જનારાઓ મોટાભાગે યુવાન હોય છે. અહીં ઉંમર પર કોઈ પ્રતિબંધ નથી. ‘ફિટનેસ પ્લસ’ જેવા ફિટનેસ સેન્ટર્સનાં નિષ્ણાતો 20 થી 50 વર્ષની વય જૂથના લોકોને જીમમાં જવાની ભલામણ કરે છે. પર્સનલ ફિટનેસ ટ્રેનર અભિજીત સાહુનું કહેવું છે કે, દરેક ઉંમરનાં લોકો જીમમાં જઈ શકે છે. રોજની 40-45 મિનિટ કસરત માટે પૂરતી છે. જો તમારી ઉંમર વધારે હોય તો 30 મિનિટ સુધી કસરત કરો.

પરંતુ, જયગોવિંદનું કહેવું છે કે, અમેરિકામાં એક સગીરને જીમમાં પ્રવેશતાં પહેલાં તેના માતા-પિતા પાસેથી સંમતિ પત્ર લાવવો પડે છે. અમેરિકામાં જ્યાં એક સગીરને જિમમાં જવા માટે માતા-પિતાની મંજૂરી લેવી પડે છે તો બીજી તરફ જાણકારોનાં મતે ભારતમાં આવો કોઈ નિયમ નથી.

પ્રશ્ન-5 જીમમાં અચાનક હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ શું છે? શા માટે જાણવું જરૂરી છે?
જવાબ- પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાનાં કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીનું કહેવું છે કે, હાર્ટ એટેકનાં મોટાભાગનાં કેસ સવારે થાય છે. વાસ્તવમાં સવારે બ્લડ પ્રેશર વધી જાય છે. વહેલી સવારે લોહી ગંઠાઈ જવાનું વલણ પણ વધુ જોવા મળ્યું છે. જો કોઈ વ્યક્તિની કોરોનરી ધમનીમાં પહેલેથી જ રિસ્ક ફેક્ટર્સ હોય અને તેઓ રાત્રે બરાબર ઊંઘતા ન હોય અથવા તેમના શરીરમાં પાણીની કમી હોય તો વધુ હાર્ડ એક્સરસાઇઝ કરતી વખતે ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાનું જોખમ વધી શકે છે કારણ કે, કસરત કરતાં સમયે શરીરની વધારાની ઓક્સિજનની માંગ પૂરી થતી નથી અને મામલો ગંભીર બને છે.

આ જ કારણ છે કે, જીમમાં યુવાનો સાથે આવી ઘટનાઓ ઘટે છે. કસરત ખરાબ નથી તો પણ કંઈ કરતાં પહેલાં એ જાણી લેવું જરૂરી છે કે, શરીરમાં કોરોનરી ધમનીમાં એવા પ્લેક્સ તો નથી રચાતા ને અથવા તો આ જોખમી પરિબળોને કેવી રીચે કંટ્રોલ કરવા, જેથી તે તૂટી ન જાય. એ જાણવું જરુરી છે.

પ્રશ્ન-6 જીમમાં જતાં પહેલાં કે જિમમાં ગયા પછી શરીર વિશે શું સાવચેતી રાખવી જોઈએ? શારીરિક ચેકઅપ કેટલું મહત્વનું છે?
જવાબ- વારાણસીની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલનાં ડૉક્ટર શ્રીતેશ મિશ્રા કહે છે કે, ‘જીમમાં કસરત કરો પરંતુ, નિયમિત રીતે તમારા શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ લેવલની તપાસ કરતાં રહો. જો બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું લેવલ વધી ગયું હોય કે લિપિડ પ્રોફાઈલ વધી ગઈ હોય તો ડૉક્ટરને મળીને કોરોનરી એન્જીયોગ્રાફી કરવી જોઈએ. દરરોજ 30 થી 45 મિનિટની કસરત બરાબર છે. આનાથી વધારે કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે.’

જો તમે પહેલીવાર જિમમાં જોડાવા જઈ રહ્યા છો, તો પછી ગ્રાફિકમાં લખેલી વસ્તુઓ તપાસો

પ્રશ્ન-7 જિમ જનારા લોકો મોટાભાગે શરીરનાં ઉપરનાં ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરતાં હોય છે. આની સરખામણીએ લોઅર બોડીનો ભાગ નબળો રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે વજન વધે છે ત્યારે શરીરનું સંતુલન ખોરવાશે નહીં? પગ અને કરોડરજ્જુ પર દબાણ નહીં વધે?
જવાબ- જો તમારું વજન વધારે થઈ જાય અને તમારાં નીચલા અંગોનાં સ્નાયુઓ નબળા થઈ જાય તો તમામ પ્રેશર ઘૂંટણ સુધી જતું રહેશે. ધીમે-ધીમે ઘૂંટણની ગેપિંગ ઘટવા લાગશે અને ઘૂંટણ એકબીજા સાથે ઘસાવા લાગશે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ થઈ શકે છે. પગનાં તળિયામાં પણ સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પગનાં અંગૂઠામાં કમાનો હોય છે જે ગડબડ થવા લાગે છે. આ ‘પગની કમાન’ની સમસ્યા છે.

પ્રશ્ન-8 સાત દિવસ સુધી કસરત ન કરવી, શરીરને એક દિવસનો આરામ આપવો
જવાબ- ડૉ. શ્રીતેશ મિશ્રા સમજાવે છે કે, સાચી રીત એ છે કે જો તમે કસરત કરવાના હો, તો શરીરનાં અંગોની કસરતને દિવસોમાં વહેંચી દો. અઠવાડિયામાં 2 દિવસ ઉપરનાં અંગો, છાતી અને પીઠની બે દિવસ કસરત કરો. બે દિવસ સુધી નીચલા અંગોની કસરત કરો. બાકીનાં 1 દિવસ આરામ કરો. 1 દિવસનો આરામ એ રોજની કસરતનાં 6 દિવસ જેટલું જ મહત્વપૂર્ણ છે. તમે રવિવારને આરામથી ઉજવો. આ શરીર માટે ફાયદાકારક રહેશે. જો તમે દરરોજ જિમ જતા હોવ તો ગ્રાફિકમાં આપવામાં આવેલી વાતોનું ધ્યાન રાખો, ગજબની કામની વાતો છે.​​

પ્રશ્ન-9 જીમ જતી વખતે શરીરમાં શું ફેરફાર થાય છે? શું સ્નાયુઓની હાડકાં પર કોઈ સારી અથવા ખરાબ અસર પડે છે?
જવાબ- જિમમાં કસરત કરવાથી શરીરનાં સ્નાયુઓ પર અસર થાય છે. તેની સીધી અસર હાડકાં પર થતી નથી. અમુક લોકો એવા પણ હોય છે કે, જે શરૂઆતથી જ જિમમાં ખૂબ જ કસરત કરે છે અને વધુ ને વધુ વજન ઉંચકે છે. જેની તેમને આદત નથી. શરૂઆતમાં સ્નાયુઓ એટલા મજબૂત ન હોવાથી તેનું દબાણ હાડકાં પર જ આવે છે પરંતુ, યોગ્ય રીતે કસરત કરતાં પહેલાં સ્નાયુઓ મજબૂત બનશે અને હાડકાં પર દબાણ નહીં આવે.

પ્રશ્ન-10 કઈ કસરતથી હૃદય, કાર્ડિયો કે વેઇટ ટ્રેનિંગ પર વધુ દબાણ આવે છે?
જવાબ- ડૉ. શ્રીતેષ મિશ્રાનાં મતે કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ બંને હૃદય પર અસર કરે છે. હેવી વેઈટ લિફ્ટિંગથી હર્નિયાની સમસ્યા થઈ શકે છે. તમારી પાસે એક ખાસ પ્રકારનો હર્નિયા હોઈ શકે છે. જિમ જનારાઓ માટે યોગ્ય લિપિડ પ્રોફાઇલ હોવી મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર અને કોલેસ્ટ્રોલનું સ્તર સામાન્ય હોવું જોઈએ. જેથી જીમમાં કસરત દરમિયાન હાર્ટમાં કોઈ તકલીફ નહીં પડે.

ડાયટમાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોવું જોઈએ, કારણ કે એનાથી હાર્ટમાં સંકોચન યોગ્ય રહે છે. હૃદય મજબૂત રહે છે. જીમમાં જતાની સાથે જ હેવી વેઇટ લિફ્ટિંગ અથવા સ્પીડમાં કાર્ડિયો કરવું જોખમી બની શકે છે.

પગમાંથી ક્લોટિંગ હૃદય સુધી પહોંચે છે, હુમલાનું જોખમ વધે છે
કસરત દરમિયાન શરીરમાં લોહીનું પરિભ્રમણ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં ઝડપથી રક્ત પરિભ્રમણને કારણે પગથી હૃદય સુધી લોહીના ગંઠા જામી જાય છે. જે અચાનક બ્લોકેજનું કારણ બને છે. આને ‘થ્રોમ્બોએમ્બોલિઝમ’ કહે છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એટલા માટે જ્યારે તમે જિમમાં જાઓ છો તો સૌથી પહેલા બોડી વોર્મઅપ કરો. ત્યારબાદ જ કસરત, વેઇટ લિફ્ટિંગ કે કાર્ડિયો કરો. જીમમાં કેવા પ્રકારની ઇન્જરી થઇ શકે છે, તે તમે આગળ જાણી શકશો. પરંતુ તે પહેલાં ચાલો ગ્રાફિક પરથી જાણીએ કે હાલનાં સમયમાં કઈ ફિટનેસ ફ્રીક હસ્તીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પ્રશ્ન-11 જીમમાં જતી વખતે ઘણી વખત અહંકારનાં કારણે ઝડપી પરિણામો મેળવવામાં ચકકરમાં ઈજા થાય છે? તેમને કેવી રીતે ટાળવી જોઈએ?
જવાબ-
જિમ શરૂ કરતાં પહેલાં જિમ ટ્રેનરને કહી દો કે, તમારા શરીરમાં કોઈ સમસ્યા નથી. તમારા શરીરનું ધ્યેય શું છે? ટ્રેનર વિના નિરીક્ષણમાં જાતે ભારે કસરતો કરવાથી શરીરને જોખમી ઈજાઓ થઈ શકે છે. ઈજાથી બચવા પ્રશિક્ષકની સલાહ સાથે સહાયક બેન્ડ્સ અથવા બેલ્ટનો ઉપયોગ કરો.

પ્રશ્ન-12 મસલ ડિસમોર્ફિયા એટલે શું? શું ફિટનેસ ફ્રીક્સ આ ડિસઓર્ડરનો શિકાર બને છે?
જવાબ- ‘મસલ ડિસમોર્ફિયા’ એક પ્રકારનો માનસિક વિકાર છે. આવામાં લોકો બળજબરીથી માનવા લાગે છે કે, મારા શરીરમાં કોઈ ખામી છે અને તે ખામીઓને સંતાડવા માટે મેકઅપ અને કપડાનો સહારો લે છે. બીજાના લુક સાથે તમારી સરખામણી કરીએ તો હંમેશા પરફેક્ટ દેખાવાની આદત પણ આ ડિસઓર્ડરનો જ એક ભાગ છે.

યુકેમાં યુવાનો પર કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, 54 ટકા પુરુષો અને 49 ટકા મહિલાઓ બોડી ડિસમોર્ફિક ડિસઓર્ડરથી પીડિત છે. તે જ સમયે, જીમમાં જતાં દર 10મો વ્યક્તિ મસલ ડિસમોર્ફિયાથી પીડાય છે.

ભારતમાં ફિટનેસ સેન્ટરનો બિઝનેસ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ગણાય છે, આ હેઠળ લાઇસન્સ પણ ઉપલબ્ધ છે. ચાલો જાણીએ જીમનું માર્કેટ

પ્રશ્ન-13 લગ્ન પહેલાં જ છોકરીઓ જિમમાં જાય છે, શું આનાથી તેમના પીરિયડ્સ, હોર્મોન્સ અને સ્વાસ્થ્ય પર કોઈ અસર પડે છે?
જવાબ-
આજકાલ લગ્ન પહેલાં છોકરીઓ વજન ઘટાડવા કે ફિગર જાળવવા માટે કીટો ડાયટ અપનાવવાની સાથે-સાથે સખત કસરત કરવા લાગે છે. આમ, કરવાથી કે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી ફીમેલ હોર્મોન્સમાં ગડબડી થવા લાગે છે. આ કોર્ટિસોલ સ્તર અને પીરિયડ્સના ચક્રને પણ ખલેલ પહોંચાડે છે. કડક કસરત કરવાથી કિડનીની નજીકની એડ્રિનલ ગ્રંથિઓ પર તેની ખરાબ અસર પડે છે.

પ્રશ્ન-14 જો તમે જિમ છોડવાનું વિચારતા હોવ તો તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ ? તમારે કેવી રીતે ખાવું જોઈએ?
જવાબ-
ડૉ. શ્રીતેષ મિશ્રા સમજાવે છે કે, જીમને અચાનક છોડી દેવું ન જોઈએ. ધીમે-ધીમે તમે રૂટિન એક્સરસાઈઝ ઓછી કરો અને પછી જતા રહો. જો તમે અચાનક જિમ છોડી દો છો તો તમારું શરીર એકથી ચાર અઠવાડિયાની વચ્ચે ધીમું થવાનું શરૂ કરશે. જો સ્નાયુઓ પર સખત મહેનત ન કરવામાં આવે તો તે સંકોચાવા માંડશે, જેના કારણે શરીરમાં સમસ્યા સર્જાશે, માંસપેશીઓ નબળી પડશે તેમજ ફેટ સેલ્સ પણ ઝડપથી વધશે. શરીરમાં ચરબી જમા થવા લાગશે અને તમે પહેલા કરતા વધુ સુસ્તી અને થાક અનુભવશો. હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને બીમારીઓ ઘર કરી શકે છે. તેથી જિમ છોડ્યા પછી, ઝડપી ચાલ અને હળવી કસરતો તમારા નિત્યક્રમનો એક ભાગ રાખો. આ સાથે જ ડાયટિશનની સલાહથી તમારા ડાયટમાં પણ ફેરફાર કરો.