રિસર્ચમાં દાવો:ત્રણ કે તેથી વધુ બાળકોના લીધે માતા-પિતા વહેલા વૃદ્ધ થઈ જાય છે; તેના બે મોટા કારણ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ બાળકો થવાથી કુટુંબની આવકમાં ઘટાડો થાય છે
  • ત્રણ કે તેથી વધુ બાળકો હોવાને કારણે માતાપિતા પર નકારાત્મક અસર પડે છે

જો તમે બેથી વધુ બાળકોના પેરેન્ટ્સ છો તો તમે બે અથવા ઓછા બાળકોના માતા-પિતાની તુલનામાં ઝડપથી વૃદ્ધ થઈ રહ્યા છો. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં દાવો કર્યો છે કે, 3 અથવા તેનાથી વધુ બાળકો ધરાવતા માતા-પિતા પોતાની વાસ્તવિક ઉંમર કરતાં 6.2 વર્ષ વૃદ્ધ થઈ જાય છે. રિસર્ચમાં ઝડપથી વૃદ્ધ થવાના કારણ બાળકોનો ઊછેર અને ચિંતા અને આર્થિક બોજ છે.

65 પ્લસ વયના લોકો પર રિસર્ચ થયું

પરિણામો દર્શાવે છે કે તણાવ અને નાણાકીય બોજને કારણે માતા-પિતાની વૃદ્ધત્વ પ્રક્રિયા ઝડપી બને છે.
પરિણામો દર્શાવે છે કે તણાવ અને નાણાકીય બોજને કારણે માતા-પિતાની વૃદ્ધત્વ પ્રક્રિયા ઝડપી બને છે.

આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ યુરોપના હેલ્થ, એજિંગ અને રિટાયરમેન્ટ સર્વે (SHARE)ના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ ડેટાબેઝમાં 65 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના હજારો લોકોના ડેટા હતા. આ તમામ લોકો ઓછામાં ઓછા બે બાળકોના પેરેન્ટ્સ છે અને યુરોપ કે ઈઝરાયેલના 20 દેશોના રહેવાસી છે.

રિસર્ચના પરિણામો દર્શાવે છે કે, વધારે બાળક હોવાથી માતા-પિતા પર વધારે જવાબદારી આવી જાય છે. વધતા તણાવ અને આર્થિક ભારના કારણે તેમની એજિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે, જેનાથી તેઓ જલ્દી વૃદ્ધ થઈ જાય છે.

મેમરી અને નિર્ણય લેવાની ક્ષમતા પર અસર પડે છે

ત્રણ કે તેથી વધુ બાળકો હોવાને કારણે માતાપિતા પર નકારાત્મક અસર પડે છે.
ત્રણ કે તેથી વધુ બાળકો હોવાને કારણે માતાપિતા પર નકારાત્મક અસર પડે છે.

ફ્રાન્સની પેરિસ ડોફીન યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. એરિક બોનસાંગના અનુસાર, પેરેન્ટ્સની કોગ્નિટિવ ફંક્શનિંગ પર ત્રણ અથવા તેનાથી વધારે બાળક હોવાથી નકારાત્મક અસર પડે છે. કોગ્નિટિવ ફંક્શનિંગનો અર્થ માતા-પિતાની મેમરી, ફોકસ કરવાની ક્ષમતા, બુદ્ધિ, નિર્ણય લેવાની ક્ષમતા વગેરે થાય છે. આ અસર પુરુષો અને મહિલાઓમાં એક જેવી હોય છે.

વધારે બાળકો હોવાને કારણે લિવિંગ સ્ટાન્ડર્ડ પર અસર થાય છે

વધુ બાળકો થવાથી કુટુંબની આવકમાં ઘટાડો થાય છે, જે માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ કરી શકે છે.
વધુ બાળકો થવાથી કુટુંબની આવકમાં ઘટાડો થાય છે, જે માનસિક સ્વાસ્થ્યને પણ ખરાબ કરી શકે છે.

સંશોધકો માને છે કે વધારે બાળકો હોવાથી પેરેંટ્સને વધારે ખર્ચ થાય છે, જેનાથી તેમની ફેમેલિની ઈન્કમ ઘટે છે. તે તેમણે ગરીબ રેખા નીચે પણ લાવી શકે છે. જીવનનું સ્તર આ રીતે ઘટવાના કારણે તેમની કોગ્નિટિવ ફંક્શનિંગ ધીમી થવાની આશંકા રહે છે. તે ઉપરાંત આરામનો અભાવ અને મેન્ટલ હેલ્થને સારી બનાવવાની એક્ટિવિટીઝમાં સામેલ ન થવાથી પેરેંટ્સ જલ્દી વૃદ્ધ થઈ જાય છે.

ત્રણ બાળકો પણ વૃદ્ધાવસ્થામાં ખર્ચ વધારે છે

બે કરતાં વધુ બાળકો કોગ્નિટિવ હેલ્થ ખરાબ કરે છે, જે સ્વાસ્થ્ય પર ખર્ચમાં વધારો કરે છે.
બે કરતાં વધુ બાળકો કોગ્નિટિવ હેલ્થ ખરાબ કરે છે, જે સ્વાસ્થ્ય પર ખર્ચમાં વધારો કરે છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, વૃદ્ધાવસ્થામાં સામાજિક રીતે સક્રિય રહેવા અને તમારી સ્વતંત્રતા જાળવી રાખવા માટે કોગ્નિટિવ હેલ્થનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કે, બેથી વધારે બાળકો કોગ્નિટિવ હેલ્થ ખરાબ કરે છે. વૃદ્ધ લોકોની કામ કરવાની ક્ષમતાને વધારવા અને હેલ્થકેરના ખર્ચને ઘટાડવા માટે તેમની કોગ્નિટિવ હેલ્થ પર ધ્યાન આપવું જોઈએ.

અત્યારે વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બાળક થવાથી કે ન થવાથી લોકો પર શું અસર પડે છે.

અન્ય સમાચારો પણ છે...