• Home
  • Lifestyle
  • Health
  • Have you recovered from Corona? There is no need to be overly happy. Even after recovery, heart related problems can occur

સાવધાન / કોરોનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છો? વધારે ખુશ થવાની જરૂર નથી સ્વસ્થ થયાં બાદ પણ હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે

X

  • જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોસિએશન કાર્ડિયોલોજી દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું
  • રિસર્ચમાં સંશોધકોએ કોરોનાવાઈરસથી સ્વસ્થ થયેલા 100 દર્દીઓના MRI રિપોર્ટનું અવલોકન કર્યું
  • અગાઉ હૃદય સંબંધિત સમસ્યાથી પીડિત ન હોય તેવા કોરોનાવાઈરસના દર્દીઓને પણ કોરોના બાદ તેની સમસ્યા સર્જાઈ શકે છે

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 02:43 PM IST

કોરોનાવાઈરસ મહામારીનો આંકડો વિશ્વભરમાં 1.5 કરોડને પાર પહોંચ્યો છે. વેક્સીન અર્થાત રસીની આશાઓ વચ્ચે કોરોનાવાઈરસને લઈ નવાં નવાં રિસર્ચના પરિણામો સામે આવી રહ્યા છે. જો તમે કોરોનાવાઈરસથી સ્વસ્થ થઈ ચૂક્યા છો તો પણ તેની ગંભીર અસરોનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે. રિસર્ચ અનુસાર, કોરોનાથી સ્વસ્થ થઈ ગયા બાદ દર્દીઓમાં હાર્ટ ડેમેજ સહિતની હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.

રિસર્ચ અને પરિણામ

  • JAMA (જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોસિએશન) કાર્ડિયોલોજીએ કરેલા રિસર્ચ અનુસાર, કોરોનાથી સ્વસ્થ થઈ ગયા બાદ દર્દીઓમાં હાર્ટ ડેમેજ સહિતની હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે. રિસર્ચમાં સંશોધકોએ કોરોનાવાઈરસથી સ્વસ્થ થયેલા 100 દર્દીઓના MRI રિપોર્ટનું અવલોકન કર્યું હતું. આ તમામ દર્દીઓ 40થી 50 વર્ષની ઉંમરના હતા.
  • રિસર્ચમાં જોવા મળ્યું કે, 100માંથી 67 દર્દીઓ માઈલ્ડ લક્ષણો ધરવતા હતા અને સ્વસ્થ થઈ ને ઘરે પણ પહોંચી ચૂક્યા છે જ્યારે 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. સંશોધકોએ MRI, બ્લડ ટેસ્ટ અને હાર્ટ ટિશ્યૂની બાયોપ્સી કરીને તમામ લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કર્યું હતું.
  • રિસર્ચમાં સામેલ 100માંથી 48 દર્દીઓ હાર્ટ ડેમેજ અને બળતરાં સહિતની સમસ્યાથી પીડિત હતા. રિસર્ચમાં સામેલ સંશોધક ક્લાઈડના જણાવ્યા અનુસાર, કોરોનાવાઈરસ થયાં બાદનું ઈન્ફેક્શન ગંભીર હોઈ શકે છે. તેને લીધે હાર્ટ ફેલ્યોર પણ થઈ શકે છે. રિસર્ચમાં એ પણ પુરવાર થયું કે અગાઉ હૃદય સંબંધિત સમસ્યાથી પીડિત ન હોય તેવા કોરોનાવાઈરસના દર્દીઓને પણ કોરોના બાદ હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાઈ શકે છે.

ઈંગ્લેન્ડમાં પણ આ પ્રકારના એક રિસર્ચમાં પુરવાર થયું છે કે, કોઈ પણ પ્રકારની હૃદય સંબંધિત સમસ્યા ન ધરાવતા લોકોમાં કોરોના બાદ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું જોખમ વધી જાય છે. સંશોધકો અનુસાર , આ એક નાના પાયે થયેલાં રિસર્ચના પરિણામ છે આ મામલે વધુ રિસર્ચ થાય તેની આવશ્યકતા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી