જો જો આવી ભૂલ ન કરતા:ઉતાવળે રાંધેલા ચોખા કેન્સર નોતરી શકે છે, જોખમ ઓછું કરવા આ રીત અપનાવો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્વીન્સ યુનિવર્સિટી ઓફ બેલફાસ્ટના વૈજ્ઞાનિકોએ ચોખાનાં સેવન પર અલર્ટ જાહેર કર્યું
  • આર્સેનિકયુક્ત ચોખા ખાવાથી હૃદય રોગની સમસ્યા થઈ શકે છે

તમારી ડાયટમાં જો તમે ચોખા લઈ રહ્યા હો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે. ચોખામાં ભળેલી જંતુનાશક દવાઓ કેન્સર નોતરી શકે છે. ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિકોએ ચોખાનાં સેવનથી કેન્સરનાં જોખમની ચેતવણી આપી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જંતુનાશક અને ઝેરી કેમિકલયુક્ત માટીમાં ઉગાડેલા ચોખા ખાવાથી કેન્સર અને હૃદય રોગની સમસ્યા થઈ શકે છે. તેનું કારણ આવા કેમિકલમાં રહેલું નુક્સાનકારક તત્વ આર્સેનિક છે.

અધકચરાં અથવા પલાળેલાં ન હોય તેવા ચોખા ખાવાથી કેન્સરનું જોખમ વધે છે. આ જોખમ ઘટાડવા તેને ઉતાવળે રાંધવાનું ટાળવું જોઈએ. શા માટે ચોખા કેન્સર નોતરે છે? આ જોખમ કેવી રીતે ઓછું કરી શકાય? અને ભારતીયોને શા માટે જોખમ છે આવો જાણીએ...

આર્સેનિક નામનું તત્વ યમદૂત સમાન
ચોખામાં ભળેલાં આર્સેનિકથી કેન્સરનું જોખમ રહે છે. પેસ્ટિસાઈડ્સ અને ઈંસેક્ટિસાઈડ્સમાં આર્સેનિક હોય છે. ખેતીમાં વધતો જતો તેનો ઉપયોગ રેડ અલર્ટ છે.

પાણીમાં રહેલાં આર્સેનિકથી પણ જોખમ છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે ધણા દેશોના ભૂગર્ભ જળમાં આર્સેનિક જોવા મળે છે. તે ધીરે ધીરે શરીરમાં પાણી અને ભોજનનાં માધ્યમથી શરીરમાં પહોંચે છે.

આ કારણે ચોખાથી જોખમ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે ચોખાથી વધુ જોખમ એટલા માટે છે કારણ કે તેનો પાક ઝેરી રસાયણોથી તૈયાર થાય છે. ચોખા વધુ પાણી શોષે છે. પાણીમાં જ આર્સેનિક હોય તો ચોખામાં તે વધુ ઓબ્ઝર્વ થાય છે અને જોખમ વધે છે. શરીરમાં આર્સેનિકની માત્રા વધી જાય તો કેટલાક લક્ષણો જણાવાં લાગે છે. તમારાં શરીરમાં આ ફેરફાર જણાય તો ડૉક્ટરની સલાહ લો.

આ રીત અપનાવી કેન્સરનું જોખમ ઘટાડો
રિસર્ચ કરનાર ક્વીન્સ યુનિવર્સિટી ઓફ બેલફાસ્ટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેન્સર અને અન્ય બીમારીઓનું જોખમ ઓછું કરવા માટે અધકચરાં રાંધેલા ચોખા ન ખાઓ. રિપોર્ટમાં ચોખામાંથી આર્સેનિક દૂર કરવા માટેની આ રીત જણાવવામાં આવી છે.

ચોખાનાં આર્સેનિકથી દર વર્ષે 50 હજારનો ભોગ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, પાકની ઉપજ વેળાએ માટીમાં જ આવા હાનિકારક રસાયણ ભળી જાય છે. આવાં અનાજનું સેવન કરવા પર તે લિવરથી જોડાયેલી બીમારીનું કારણ બને છે. કેટલાક કેસમાં તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે.

આપણા દેશની મોટા ભાગની વસતી ચોખા પર નિર્ભર છે. ચોખામાં કેલરી અને પોષક તત્ત્વો હોય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચોખામાં આર્સેનિક હોવાને કારણે દુનિયાભરમાં 50 હજાર લોકોનાં મૃત્યુ થાય છે.

આ કારણે ભારતીયોએ અલર્ટ થાય તે જરૂરી
દુનિયાભરમાં ચોખાનાં ઉત્પાદનમાં ભારત બીજો સૌથી મોટો દેશ છે. નેશનલ સેમ્પલ સર્વેના રિપોર્ટ પ્રમાણે, આપણા દેશના ગામડાંમાં ચોખાનો વધારે ઉપયોગ થાય છે. ગામડાંમાં એક ભારતીય દર મહિને 6 કિલો ચોખા ખાય છે અને શહેરીજનોનો આંકડો 4.5 કિલોનો છે.

ઉત્તર પ્રદેશ અને બિહારના ગ્રામીણ ક્ષેત્રોમાં ચોખાનો વધારે ઉપયોગ થાય છે. સેમ્પલ સર્વે મુજબ, દેશમાં દક્ષિણ, પૂર્વ અને ઉત્તર પૂર્વના લોકોને ચોખા વધુ વ્હાલા હોય છે. મોટા ભાગના રાજ્યોમાં ચોખા વધુ ખવાય છે તેથી અલર્ટ થવાની જરૂર છે.