મસલ એક્સર્સાઇઝ / હેંગિંગ વર્કઆઉટ લંબાઈ વધારવાની સાથે પેટના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે

Hanging workout makes the abdominal muscles stronger and also increase height

Divyabhaskar.com

Jul 09, 2019, 11:28 AM IST

હેલ્થ ડેસ્કઃ જ્યારે તમે હેંગિંગ વર્કઆઉટ કરો ત્યારે શરીરના દરેક સ્નાયુ સ્ટ્રેચ થાય છે. તેનાથી શરીરના દરેક ભાગ સુધી લોહી પરિભ્રમણ અને ઓક્સિજનનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે. આ વર્કઆઉટ વધુ ઝડપથી કરવાનું ટાળવું જોઇએ. ચાલો જાણીએ હેંગિંગ વર્કઆઉટ કરવાની સાચી રીત.


સ્ટાન્ડર્ડ ની-રેજ

 


આ કરવા માટે બારને ખભાની સમાન પહોળાઈથી પકડો અને ઘૂંટણોને વાળીને ધીમે-ધીમે ઉપરની તરફ લઈ જાઓ. આ દરમિયાન કમર સ્થિર રાખો. આ કસરતના 3 વાર 10-10 સેટ મારો.


સ્વિંગ લેગ રેજ
આ કરવા માટે હેંગિંગ બારને ખભાની સમાન પહોળાઈથી પકડો. બંને પગોને એકસાથે ઉઠાવીને કમરની સામેની બાજુ લઈ જાઓ. હવે પગને એકદમ ઢીલા છોડી દો અને નીચે આવવા દો. પછી પગને રોક્યા વગર ફરી ઉપર લઈ જાઓ. આ કસરતના 3 વાર 10-10 સેટ મારો.


હેંગિંગ લેગ રેજ

 


આ કરવા માટે પુલ અપ બારની જરૂર પડે છે. પહેલાં પહોળા સ્ટૂલ પર ઊભા રહી જાઓ અને પુલ અપ બાર પકડી લો. હવે શરીરનું બેલેન્સ બનાવતા ધીમે-ધીમે ઘૂંટણો ઉપરની તરફ ઉઠાવો. ઘૂંટણોને સીધા કરતા પગ ફેલાવો અને જેટલા સમય સુધી શક્ય હોય આ અવસ્થામાં રહો. પછી પગ નીચે લાવો. આ કસરત ઓછામાં ઓછી 15થી 20 વાર કરો. તેને 3ના સેટમાં દરરોજ કરવાનું શરૂ કરો.


ફાયદા: સ્નાયુઓ મજબૂત થશે, બોડી પોશ્ચર સુધરશે
આ વર્કઆઉટ કાંડા અને હાથના સ્નાયુઓને મજબૂતી આપે છે. તેમજ બાયસેપ્સના સ્નાયુઓ માટે પણ ફાયદાકારક છે. તે લંબાઈ વધારવામાં પણ મદદ કરે છે. બોડી પોશ્ચર સુધારવામાં પણ અસરકારક છે અને મૂડ સ્વિંગની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બને છે.


સાવધાની: ઘૂંટણો પર વધુ દબાણ ન લાવો
કસરત દરમિયાન ઘૂંટણો પર વધારે દબાણ આપવાથી બચો. નહીં તો ઘૂંટણોમાં દુખાવો ઘર કરી શકે છે અથવા લિગામેન્ટ્સ ખેંચાઈ શકે છએ. પેટ અને કમરના સ્નાયુઓ ટાઇટ રાખો. નહીં તો લોઅર બેકમાં દુખાવો થઈ શકે છે અથવા સ્નાયુઓ ખેંચાઈ શકે છે. ગ્લવ્સનો ઉપયોગ ફરજિયાત કરવો. તેનાથી હાથની ગ્રિપ સારી રહે છે અને ઈજા થવાનો ડર પણ નથી રહેતો.

X
Hanging workout makes the abdominal muscles stronger and also increase height
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી