તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ગ્લોબલ હેન્ડવોશિંગ ડે:માત્ર કોરોના જ નહીં, ડાયેરિયા, ન્યૂમોનિયા અને બેક્ટેરિયાના સંક્રમણથી દૂર રહેવું હોય તો 20 સેકન્ડ સુધી હાથ ધોવાનું ના ભૂલો, 4 કારણોથી જાણો આ કેમ જરૂરી છે?

12 દિવસ પહેલા

દુનિયાભરમાં 240 કરોડ લોકો તેમના હાથ ચોખ્ખા રાખી શકતા નથી. 20% લોકો જ હાથની સફાઈનું ધ્યાન રાખે છે. એક્સપર્ટ કહે છે કે, આ વર્ષે ભલે લોકોએ કોરોનાના ડરને લીધે હાથ ધોવાની ટેવ પાડી દીધી હોય પણ આગળ જો ચેપી રોગોથી બચવું હોય, તો આ આદતનો સાથ ન છોડવો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અને અમેરિકાની સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) કહે છે કે, સંક્રમણનો નાશ કરવા માટે હાથને ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી ધોવા જરૂરી છે.

બ્રિટનમાં થયેલા રિસર્ચ પ્રમાણે, કોરોના સંક્રમણનું જોખમ જો ઓછું કરવું હોય તો દિવસમાં ઓછામાં ઓછા 6 વાર હાથ ધુઓ અને માસ્ક લગાવો. ગંદા હાથોથી સૌથી વધારે બીમારીઓ બાળકોમાં ફેલાય છે, તેમાં ન્યૂમોનિયા અને ડાયરિયા કોમન છે. વર્લ્ડ બેંકનો રિપોર્ટ કહે છે કે, હાથને સાફ ન રાખવાથી દુનિયાભરના દેશોમાં 19 લાખ કરોડ રૂપિયાનો વધારે ખર્ચ કરવો પડે છે.

આજે ગ્લોબલ હેન્ડવોશિંગ ડે છે. આ વર્ષની થીમ છે ‘હેન્ડ હાઈજીન ફોર ઓલ’. આજથી નક્કી કરી લો કે દિવસમાં ઓછામાં ઓછા 6 વાર હાથ ધોવાની આદત પાડશો, આ માત્ર કોરોનાથી બચવા માટે જ નહિ પણ જીવનભર બીમારીઓથી દૂર રહેવા માટે પણ છે. હાથ કેવી રીતે ધોવા, ક્યારે ધોવા અને આ કેટલું જરૂરી છે તે જાણીએ...

દિવસમાં ઘણીવાર સાબુથી હાથ ધોવા કેમ જરૂરી, આ 4 ફાયદા જાણો:

1. પેટ અને શ્વાસની બીમારીઓનું જોખમ ઘટાડવા માટે હાથની ચોખ્ખા કરવા જરૂરી

  • મુંબઈની જસલોક હોસ્પિટલનાં ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ ડૉ. શ્રુતિ ટંડને જણાવ્યું કે, પેટની બીમારીઓ, શ્વાસ સાથે જોડાયેલા રોગ અને સંક્રમણથી ફેલાતી બીમારીઓથી બચવું હોય, તો હાથ ધોવા જરૂરી છે.
  • જો તમારા હાથ ઘણા ગંદા છે કે તમે કોઈ એવી વ્યક્તિને સ્પર્શ કર્યો છે જેની ઈમ્યુનિટી ઓછી છે તો હાથને 3 મિનિટ સુધી ધોવા જોઈએ. આ નિયમ હોસ્પિટલમાં ફોલો કરવામાં આવી રહ્યો છે.
  • જો તમારી પાસે લિક્વિડ સાબુ છે તો તે હાથ ધોવાનો બેસ્ટ ઓપ્શન છે. જો એક જ સાબુને ઘણા બધા લોકો વાપરે છે તો 3 મિનિટ સુધી હાથ ધુઓ.

2. સેનિટાઈઝરના વધારે ઉપયોગથી હાથમાં ખંજવાળ અને ડ્રાયનેસ વધી શકે છે
સ્કિન એક્સપર્ટ ડૉ. યુ. એસ. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, હાથને સાફ કરવા માટે સાબુ-પાણી જ બેસ્ટ છે. વધારે સેનિટાઈઝરના ઉપયોગથી બચવું. તેમાં હાજર કેમિકલ્સ પ્રાકૃતિક કોમળતાનો નાશ કરી દે છે. કેમિકલને લીધે રોમછિદ્રો શુષ્ક થઇ જાય છે. સેનિટાઈઝરના વધારે ઉપયોગથી સ્કિન એલર્જી, માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી તકલીફ થઇ શકે છે.

3. માત્ર કોરોના જ નહિ પણ અન્ય જોખમો વાઈરસ અને બેક્ટેરિયાથી પણ રક્ષણ થશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો રિપોર્ટ કહે છે કે, ઘણીવાર હેલ્થકેર વર્કર્સથી સંક્રમણ દર્દી સુધી ફેલાવાનું જોખમ રહે છે. હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સમજી નથી શકતા કે તેઓ નવા સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે આથી હાથને સાફ રાખવા જરૂરી છે. હેલ્થકેર સ્ટાફથી પણ વાઈરસ અને બેક્ટેરિયા ફેલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, હિપેટાઈટિસ-A વાઈરસ, નોરોવાઈરસ, રોટાવાઈરસ, એડિનોવાઇરસ, કેન્ડીલા, સ્યુડોમોનાસ અને સ્ટેફાયલોકોકસ ઓરેયસ.

4. દિવસમાં 6 વખત હાથ ધોવાથી કોરોનાનું જોખમ 90% ઘટી જાય છે
બ્રિટનમાં કોલેજ ઓફ લંડનના રિસર્ચ પ્રમાણે, દિવસમાં ઓછામાં ઓછું 6 વાર હાથ ધોવાથી અને માસ્ક પહેરવાથી કોરોનાનું જોખમ 90% સુધી ઓછું થઇ જાય છે. 1663 લોકો પર રિસર્ચ કર્યા પછી આ વાત સાબિત થઇ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મહામારીના આ ટાઈમમાં ઓછામાં ઓછી 6 વાર અને મેક્સિમમ 10 વાર હાથ ધોવા જરૂરી છે.

હાથ ક્યારે-ક્યારે ધોવા?
સામાન્ય રીતે ઘરેથી બહાર જતા પહેલાં અને તમારી જગ્યાએ પહોંચ્યા પછી હાથ ધુઓ. જમવાનું બનાવતા પહેલાં, જમ્યા પહેલાં અને જમ્યા પછી હાથ ધુઓ. ઘરમાં સાફ-સફાઈ પછી, બાળકોના ડાઇપર બદલ્યા પછી, શોપિંગ કાર્ટને સ્પર્શ કર્યા પછી, બાથરૂમનો ઉપયોગ કર્યા પછી, ઉધરસ કે છીંક ખાધા પછી, પાલતું પ્રાણીઓને સ્પર્શ કર્યા પછી અને કચરો ફેંક્યા પછી હાથ ધોવા જરૂરી છે.

હાથ સાફ કરતી વખતે 20 સુધી આંકડા ગણો
સંક્રમણથી બચવા માટે આ સૌથી બેસ્ટ ઓપ્શન છે કે વારંવાર હાથ ધુઓ, પરંતુ મોટાભાગના લોકો તેની રીત સમજતા નથી. આથી હાથમાં સાબુ અને પાણી લો. 20થી 1 સુધી ઊંધા આંકડા ગણો આ દરમિયાન કાંડા અને નખને સારી રીતે ધુઓ. હાથને એર ડ્રાયરથી ના સૂકવો. હાથ કોરા કરવા ટોવેલનો ઉપયોગ કરો અને નળ બંધ કરવા માટે પણ ટોવેલનો ઉપયોગ કરો જેથી ફરીથી સંક્રમણનું જોખમ ના રે.

કોલોરાડો સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર ડૉ. અદિત ગીન્ડેના જણાવ્યા પ્રમાણે, તમારા હાથથી જ શ્વાસનળી બધા જંતુઓ લઇ જાય છે આથી બને એટલા હાથ ચોખ્ખા રાખો.

12 વર્ષથી ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની ઉજવણી
ગ્લોબલ હેન્ડ વોશિંગ ડેની શરુઆત ઓગસ્ટ 2008માં સ્વીડનના સ્ટોકહોમમાં વર્લ્ડ વોટર વીક દરમિયાન થઇ હતી પ્રથમવાર આ દિવસ 15 ઓક્ટોબર, 2008ના રોજ સેલિબ્રેટ કરવામાં આવ્યો. આ પહેલની શરુઆતને લીધે 2008ના રોજ ઇન્ટરનેશનલ યર ઓફ સેનિટાઈઝેશનની જાહેરાત કરવામાં આવી.

આ દિવસને સેલિબ્રેટ કરવાનો હેતુ હાથથી ફેલાતા બેક્ટેરિયા, વાઈરસ અને બીજા જર્મ્સને રોકવાનો છે. પ્રથમવાર આ દિવસ સ્કૂલના બાળકો વચ્ચે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો