તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોંકાવનારું રિસર્ચ:દુનિયાની અડધી વસતી 2050 સુધી ઓવરવેટ થશે, તેનું કારણ ડાયટમાં પોષક તત્વોની ઊણપ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીના પોટસ્ડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચનું અનુમાન
  • દાવો- અનહેલ્ધી ફૂડ ખાવાનું આમ જ ચાલુ રહ્યું તો 30 વર્ષ બાદ લોકોમાં પોષક તત્વોની ભારે ઊણપ સર્જાશે

વર્ષ 2050 સુધી દુનિયાની અડધી વસતી ઓવરવેટ થઈ જશે. તેનું કારણ અનહેલ્ધી ફૂડ અર્થાત એવો ખોરાક જેમાં પોષક તત્વો નથી અને શરીરને નુક્સાન પહોંચાડે છે. આટલું જ નહિ આ પ્રકારના ખોરાકથી દુનિયાભરના 150 કરોડ લોકો મેદસ્વિતાથી પીડિત બનશે. 30 વર્ષ પછી 50 કરોડ લોકોનું વજન સરેરાશ વજન કરતાં ઓછું હશે. તેઓ ભૂખ સામે લડત આપી રહ્યા હશે.

જર્મનીના વૈજ્ઞાનિકોએ આ અનુમાન લોકોની ડાયટના આધારે લગાવ્યું છે. રિસર્ચ કરનાર પોટસ્ડેમ ઈન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચ કહે છે કે, વર્તમાનમાં લોકોની ડાયટ હાલ જેવી છે આગળ પણ આવી જ રહી તો આગામી 30 વર્ષમાં તેમનામાં પોષક તત્વોની ઊણપ સર્જાશે.

5 પોઈન્ટ્સ: કેવી રીતે શરુ થયો એનહેલ્ધી ફૂડનો ટ્રેન્ડ

  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 1965થી ધીરે ધીરે દુનિયાભરની ડાયટમાં ફેરફાર શરુ થયો. ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ, હાઈ પ્રોટીન નોનવેજ, વધારે ખાંડયુક્ત ખોરાક અને કાર્બોહાઈડ્રેટ સામેલ થયા છે.
  • સમય સાથે ડાયટમાં એક્સપિરિઅન્સ થયા. ખોરાકમાં નવી વસ્તુઓ ઉગાડવા કરતાં તેનાં મેન્યુફેક્ચરિંગ પર વધારે ફોકસ થયો.
  • ધીરે ધીરે પ્રોસેસ્ડ ફૂડ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી થવાને લીધે તે ઓછી કિંમતે મળવા લાગ્યું. મશીનરી પ્રયોગ વધવાને કારણે તે લોકો સુધી ઝડપથી પહોંચવા લાગ્યું.
  • પ્રોસેસ્ડ ફૂડ ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થઇને લોકો સુધી પહોંચે છે. તેથી, તેમાં પોષકતત્ત્વો ઘટી જાય છે. તેમાં ઘણા પ્રકારનાં રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ફક્ત નુકસાન જ પહોંચાડે છે.
  • આ જ કારણોસર વર્ષ 2010 સુધી વિશ્વની 29% વસ્તી ઓવરવેટ થઈ ચૂકી હતી. 9% લોકો મેદસ્વિતાથી પીડાતા હતા. તેમનું બોડી માસ ઇન્ડેક્સ 30થી ઉપર હતું, જે સરેરાશ કરતાં વધારે છે.

ભારત, અમેરિકા અને બ્રિટનની પરિસ્થિતિ સમજો
અમેરિકાની સૌથી મોટી હેલ્થ એજન્સી CDCનું કહેવું છે કે, વર્ષ 2009 અને 2010ની વચ્ચે અમેરિકામાં 35.7 ટકા લોકો પહેલાથી જ મેદસ્વિતાથી પીડાતા હતા. વર્ષ 2018 સુધીમાં, આ આંકડો વધીને 42.4 ટકા થઈ ગયો હતો.

બ્રિટનના 28 ટકા લોકો સ્થૂળતાથી પીડિત છે તેમજ, ભારતમાં 13.5 કરોડ લોકો મેદસ્વિતાથી પીડાઈ રહ્યા છે. ભારતીય અન્ય રોગો સામે પણ લડી રહ્યા છે. દેશમાં 7.2 કરોડ લોકો ડાયાબિટીસ અને 8 કરોડ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત છે. જર્મન વૈજ્ઞાનિકોનો રિપોર્ટ કહે છે કે, વિશ્વભરમાં સ્થૂળતા વધવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ દર્દીઓમાં પણ વધારો થશે. કોરોના જેવો રોગચાળો તેમના માટે મૃત્યુનું જોખમ વધારે છે.

અમીર દેશોમાં માંસાહારની માગ બમણી થઈ
જર્મન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર, અમીર દેશોમાં દૂધની માગમાં 50 ટકાનો વધારો થશે. માંસાહારની માગ પણ બમણી થશે. રિસર્ચર ડૉ. બેન્જામિન બોડિર્સ્કીર્સ્કાય કહે છે કે, વિશ્વમાં દરેક મનુષ્ય માટે પૂરતો ખોરાક ઉપલબ્ધ છે. પરંતુ સૌથી મોટો અવરોધ એ છે કે ગરીબ લોકોની આવક તેને ખરીદવા માટે પૂરતી નથી.

તેમજ, અમીર દેશો એ નથી સમજી રહ્યા કે ખોરાક ફેંકવાથી તેના આર્થિક પરિણામો શું હશે અને તેની પર્યાવરણ પર શું અસર થશે. આ ટેવના કારણે ગ્લોબલ વોર્મિંગની અસરમાં વધારો થશે.

મેદસ્વિતા સંબંધિત 5 બાબતો જરૂરથી જાણવી જોઈએ
1. માત્ર વજન વધવું મેદસ્વિતા નથી

મુંબઈની જસલોક હોસ્પિટલના કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય બોરુડેના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા કેટલી છે તે ત્રણ રીતે માપી શકાય છે. પહેલી રીત શરીરમાં ફેટ, મસલ્સ, હાડકાં અને બોડીમાં હાજર પાણીનું વજન તપાસવામાં આવે છે. બીજું બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ્સ અને કમરનો ઘેરાવો જોવામાં આવે છે. આ તપાસ દર્શાવે છે તે તમે ખરેખર મેદસ્વી છો કે નહીં.

2. તે બીમારીઓનું મૂળ છે
સામાન્ય ભાષામાં કહીએ તો મેદસ્વિતા મોટાભાગની બીમારીઓનું મૂળ છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, જોઈન્ટ પેન અને કેન્સરનું કારણ ચરબી છે. ફેટ જ્યારે વધે છે તો શરીરના દરેક ભાગમાં વધે છે. ચરબીમાંથી નીકળતા હોર્મોન્સ નુકસાન પહોંચાડે છે તેથી શરીરના દરેક ભાગને તેની અસર થાય છે. જેમ કે, પેન્ક્રિયાજનું ફેટ ડાયાબિટીસ, કિડનીનું ફેટ બ્લડ પ્રેશર, હાર્ટની આસપાસ જમા ચરબી હૃદય રોગનું કારણ બને છે.

3. બે રીતે મેદસ્વિતા વધે છે
મેદસ્વિતા બે કારણોથી વધે છે. પ્રથમ ફેમિલી હિસ્ટ્રીના કારણે એટલે આનુવાંશિક મેદસ્વિતા. બીજી બાહ્ય કારણોથી વધતી મેદસ્વિતા. જેમ કે, ચરબીવાળો ખોરાક વધારે ખાવાથી, જેમ કે, તળેલી વસ્તુઓ અથવા વધારે કેલરીવાળો ખોરાક. સિટિંગ જોબવાળામાં મેદસ્વિતાનું કારણ કેલરી બર્ન ન થવાનું છે.

4. તેને ઘટાડવાની સરળ રીત સમજો
દરરોજ 30 મિનિટની વોક, સીઢી ચઢવી, રાતે હળવો ખોરાક લેવો અને ઘરનું કામ કરીને પણ મેદસ્વિતા સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. તે એટલા માટે પણ જરૂરી છે કેમ કે, તે શરીરની સાથે મગજ માટે પણ નુકસાનકારક છે.

5. ખાવાપીવામાં થોડો ફેરફાર કરો
નાસ્તામાં ફણગાવેલા કઠોળ એટલે કે મગ, ચણા અથવા સોયાબીન ખાઈ શકો છો. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા મળી રહે છે. મોસમી લીલા શાકભાજીને ડાયટમાં સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તથા પનીર લેવાનું ટાળવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો