ગુંદરનો કોઈ ટેસ્ટ નથી હોતો કે કોઈ સુગંધ હોતી નથી પરંતુ લાઈફસ્ટાઈલમાં તેના અઢળક ફાયદા છે. જો પતિ ગુંદર ખાતો હોય તો પત્ની સાથે તેનું રિલેશન મજબૂત રહે છે. આયુર્વેદાચાર્ય ડૉ. રવિ કોઠારી પાસેથી જાણો ગુંદરના ફાયદાઓ...
સરગવો, ગુવાર અને લીમડાના ઝાડમાંથી ગુંદર કાઢવામાં આવે છે. સૂકવ્યા પછી ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. ગુંદર પાણીમાં સરળતાથી પલળી જતો ચીકણો પદાર્થ છે. ઠંડીના સમયમાં ગુંદર ખાવાથી શરીર ગરમ રહે છે.
ગુંદર ખાવાથી રોગ સામે લડવામાં મદદ મળે છે. તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને પ્રોટીન હોય છે. ગુંદરની અંદર રહેલા ઓક્સિડેઝથી વ્યક્તિની વધતી ઉંમર દેખાતી નથી.
મહિલાઓ માટે કેમ જરૂરી છે?
પ્રેગ્નન્ટ મહિલાઓએ થર્ડ ટ્રાયમેસ્ટર પછી ગુંદરમાંથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ. કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર હોવાને લીધે પ્રેગ્નન્સીમાં હાથ-પગ અને કમરના દુખાવામાં રાહત મળે છે. તે ખાવાથી થાક લાગતો નથી.
ડિલિવરી પછી માતાના શરીરમાં ઘણી નબળાઈ આવી જાય છે. શરીરમાં પાણીની માત્ર પણ ઓછી થઈ જાય છે. દિવસમાં બે વખત ખાવાથી જલ્દી અસર દેખાશે. શરૂઆતના 3 મહિના દરમિયાન ખાવો ના જોઈએ. પ્રેગ્નન્સી પછી રક્તની અછત થાય તો ગરમ દૂધ સાથે ગુંદર કે પછી તેના લાડુ ખાઓ. ગુંદરને સાંકર સાથે ખાવાને બદલે ગોળની સાથે ખાઓ.
શરીર સ્લિમ બનશે
ગુંદર ખાવાથી સ્થૂળ મહિલાઓનું વજન પણ ઓછું થશે. સતત 6 અઠવાડિયાં સુધી ગુંદર ખાઓ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગુંદરનો ઉપયોગ એક જ રીતે કરવો જોઈએ. જો લાડુ ખાતા હો તો લાડુ જ ખાઓ, રાબ પી રહ્યા હો તો રાબ જ પીઓ. ગુંદર ખાધાને થોડા જ સમય પછી બોડી શેપમાં આવવા લાગે છે.
ફેસપેકથી ચહેરા પર નિખાર આવશે
ગુંદરમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-ઈમફ્લામેટ્રી અને એન્ટિ-એજિંગ પ્રોપર્ટી હોય છે. તેનાથી શરીર પર સોજા આવતા નથી અને ઉંમર દેખાતી નથી. ત્વચાની કોશિકાઓમાં પણ સુધાર આવે છે અને સ્કિનના બહારના લેયરમાં અવેલેબલ કોલેજનને હેલ્ધી રાખવા માટે ચહેરા પર કરચલી મોડી આવે છે.
ગુંદર ખાવાથી મહિલાઓને હાડકા અને સાંધાની તકલીફો દૂર થાય છે. જમ્યા પછી તરત એસિડિટી થાય તો 4 ચમચી દૂધની સાથે 2-3 ગ્રામ ગુંદર ખાવો જોઈએ. એસિડિટી કન્ટ્રોલમાં રહેશે. તે મોઢું અને ગળું પણ સાફ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.