હેલ્થ ટિપ્સ:વાયુ પ્રદૂષણમાં વૃદ્ધિ ઘટાડી રહ્યું છે બાળકોની જીવનરેખા, અભ્યાસમાં ખુલાસો થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવા સંશોધનમાં એવી વાત સામે આવી છે, કે બાળકો જ્યારે પ્રદૂષણનાં નિરંતર સંપર્કમાં રહે છે ત્યારે તેમની જીવનરેખા ટૂંકી થતી જાય છે. આ અભ્યાસ 'ન્યૂ ડાયરેક્શન્સ ફોર ચાઇલ્ડ એન્ડ એડોલસન્ટ રિસર્ચ' માં પ્રકાશિત થયો હતો. લોહીનાં નમૂનાઓ દર્શાવે છે, કે જો બાળકો ઉચ્ચ વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવે તો તેનાં શરીર પર તુરંત જ તેની નકારાત્મક અસરો દેખાય છે. આ અભ્યાસમાં બાળકનું હૃદય પ્રદૂષણના સંપર્કમાં આવતાં કેટલી ઝડપથી ધબકે છે અને તે કેટલું સખત પંપ કરે છે તે પણ જણાવાયું છે.

સંશોધકોએ 9-11 વર્ષની વયના 100થી વધુ તંદુરસ્ત બાળકોનાં લોહીના નમૂના લીધા હતાં, આ તારણો મહત્વપૂર્ણ છે કારણ કે જંગલી આગ દરમિયાન મુક્ત થતાં પ્રદૂષકોનાં સંપર્કમાં આવવાથી બાળકોમાં અસંખ્ય નકારાત્મક આરોગ્ય પરિણામો સાથે સંબંધિત છે જેમ કે, અસ્થમા અને ફેફસાની કામગીરીમાં ઘટાડો, એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર, ઓટિઝમ અને યાદશક્તિમાં ખામી વગેરે.

સંશોધકોએ EPA (PM2.5) અથવા ફેફસાંમાં પ્રવેશી શકે અને લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે તેવા સૂક્ષ્મ કણોનો અભ્યાસ કર્યો. સંશોધકોએ આ અભ્યાસ દરમિયાન EPA દ્વારા જાળવવામાં આવેલી ડેટા ફાઇલોનો ઉપયોગ કર્યો હતો, જેમાં દેશનાં દરેક આઉટડોર મોનિટરમાંથી દૈનિક હવાની ગુણવત્તાની સારાંશ માહિતી હોય છે. આ અભ્યાસમાં વાયુ પ્રદૂષણનાં સંપર્કના તાત્કાલિક પરિણામો ભવિષ્યમાં બાળકોમાં રોગનું જોખમ વધારી શકે છે. એક્સપર્ટે જણાવ્યું હતું કે, આબોહવામાં પરિવર્તન બાળકોને અસર કરતું હોવાથી, બાળકોનાં શરીરવિજ્ઞાન પર વાયુ પ્રદૂષણ જેવા પર્યાવરણીય દૂષકોની અસરને સમજવી સર્વોપરી છે.

બાળકો સાથેનાં અગાઉનાં અભ્યાસોએ આસપાસનાં વાયુ પ્રદૂષણ અને એલર્જીક સંવેદના, શ્વસન સંબંધી લક્ષણો અને તેમના ફેફસાં અને વાયુમાર્ગમાં અલ્ટ્રા-સ્ટ્રક્ચરલ અને સેલ્યુલર ફેરફારો વચ્ચે નોંધપાત્ર જોડાણ દર્શાવ્યું છે એવું સંશોધકોએ જણાવ્યું હતું. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે બાળકો ખાસ કરીને વાયુ પ્રદૂષણની અસરો માટે સંવેદનશીલ હોય છે, તે જોતાં, પુખ્ત વયના લોકોની સરખામણીમાં, તેમના શરીરનાં વજનની તુલનામાં દૂષકોનું પ્રમાણ વધુ હોય છે.