• Home
  • Lifestyle
  • Health
  • golden hair people are decreasing in the world due to imbalance in the population, the bondage of caste in India is declining

વર્લ્ડ પોપ્યુલેશન ડે / વસતીમાં અસંતુલનથી દુનિયામાં ગોલ્ડન વાળ ધરાવતા લોકોની સંખ્યા ઘટી રહી છે, ભારતમાં જાતિ-ધર્મનું બંધન તૂટી રહ્યું છે

golden hair people are decreasing in the world due to imbalance in the population, the bondage of caste in India is declining

  • 30 વર્ષ પહેલાં કેરળમાં પ્રો. જકારિયાની સલાહથી આ દિવસની ઉજવણી શરૂ  થઈ
  • ઘણી મોટી રાજનૈતિક, આર્થિક અને વૈશ્વિક સમસ્યાઓ પાછળ જનસંખ્યા અસંતુલન સૌથી મોટું કારણ: પ્રો. જકારિયા

Divyabhaskar.com

Jul 11, 2019, 01:41 PM IST

હેલ્થ ડેસ્કઃ આજે વર્લ્ડન પોપ્યુલેશન ડે છે. આજથી 30 વર્ષ પહેલાં દુનિયાની વસતી 500 કરોડ પહોંચી હતી. ત્યારથી સંયુક્ત રાષ્ટ્રે વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવવાનો હેતુ વધી રહેલી વસતી નિયંત્રણમાં લાવવાનો અને તેના કારણે પેદા થયેલી સમસ્યાઓનું સમાધાન શોધવાનો હતો. ત્યારે વર્લ્ડ બેંકમાં સીનિયર ડેમોગ્રાફર રહેલા કેરળના કેસી જકારિયાની સલાહ પર 11 જુલાઈએ વર્લ્ડ પોપ્યુલેશન ડે શરૂ થયો હતો. જકારિયા અત્યારે 95 વર્ષના થઈ ગયા છે. તેમણે વસતીના આધારે થઈ રહેલા ફેરફારો પર 'દિવ્ય ભાસ્કર' સાથે પોતાની વાત શેર કરી.


આજે ધરતી પર ક્યાંક વસતી વધવાનો તો ક્યાંક ઘટવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જે આપણને ડરાવી રહ્યો છે. વર્ષ 1900ની પહેલાં દુનિયાની સૌથી મોટી સમસ્યા શિશુ મૃત્યુ દર હતી. ત્યારે 4માંથી 1 જ બાળક જીવિત રહી શકતું હતું. બીજી સમસ્યા એ હતી કે દુનિયામાં લોકોનું સરેરાશ આયુષ્ય આશરે 30 વર્ષ હતું. વર્ષ 1900થી 1950 વચ્ચે મેડિકલ સાયન્સે ઘણી પ્રગતિ કરી. તેનાથી બાળકોનાં મૃત્યુને રોકવામાં તો મદદ મળી જ પણ સાથે ટીબી, કોલેરા અને પ્લેગ વગેરે જેવા જીવલેણ રોગોથી થતાં મૃત્યુ પર પણ નિયંત્રણ મળ્યું.


આ સારી વાત હતી કે એક બહુ જૂની સમસ્યા ઉકેલાઈ રહી હતી. પરંતુ વધતી વસતીની નવી સમસ્યા પેદા થવા લાગી હતી. ભારતે એ જ સમયે આ સમસ્યા ઓળખી કાઢી અને સત્તાવાર રીતે 1952માં પ્લાનિંગ કમિશનરે પણ વધતી વસતીની સમસ્યા માની. આવું કરનાર ભારત પ્રથમ દેશ હતો. ચીને સમસ્યાના સમાધાન માટે સિંગલ ચાઇલ્ડ પોલિસી શરૂ કરી. અસમાનતા, આતંકવાદ અને જળવાયુ પરિવર્તન વગેરે જેવી આજની ઘણી મોટી રાજનૈતિક, આર્થિક અને વૈશ્વિક સમસ્યાઓ પાછળ પણ જનસંખ્યા અસંતુલન મોટું કારણ છે. ધરતીનો ઉત્તરી ભાગ સંપન્ન છે. પરંતુ ત્યાં વસતીનો અભાવ એક સમસ્યા છે.


બીજી તરફ દક્ષિણી ભાગ વધતી વસતીના કારણે સંસાધનોની ઊણપ સામે લડી રહ્યું છે. તેથી દુનિયામાં વસતીનું સ્થળાંતર દક્ષિણથી ઉત્તરની બાજુ થઈ રહ્યું છે. ધરતી પર વસતી અસંતુલનના કારણથી અમેરિકા, યુરોપમાં ગોલ્ડન વાળ ધરાવતા વાળ - બ્લોન્ડ, ગોરી ચામડી અને કાળા વાળ વાળ, સફેદ અને પીળા રંગના લોકોનું મિશ્રણ એ રીતે થશે કે વિશ્વના લોકો મુખ્યત્ત્વે બ્રાઉન હશે.


ભારતની અંદર વાત કરીએ તો અહીં વસતીનું સ્થળાંતર ઉત્તરીય રાજ્યોથી દક્ષિણી રાજ્યો તરફ થઈ રહ્યું છે. લગ્નના નિર્ણયો જાતિ-ધર્મ અને ક્ષેત્રના આધારે ઓછા થઈ રહ્યા છે. તેમાં વધારો જોવા મળશે. દાખલા તરીકે, 15 વર્ષ અગાઉના અખબારોમાં લગ્નની જાહેરાતોમાં ઇન્ટરકાસ્ટ અને ઈન્ટર રિલિજનની જાહેરાતો નહોતી. પરંતુ આજે તેની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. જાતિ-ધર્મ અને પ્રદેશનું બંધન વધુ નબળું પડશે.

X
golden hair people are decreasing in the world due to imbalance in the population, the bondage of caste in India is declining
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી