• Gujarati News
  • Lifestyle
  • Health
  • Going To School In The Rising Heat Is A Disaster For Children, Adopt This Remedy To Save Your Children From Looting

ઉનાળાની ગરમીથી બચાવો બાળકોને:વધતી ગરમીમાં શાળાએ જવું બાળકો માટે છે આફત, તમારા બાળકોને લૂથી બચાવવા માટે અપનાવો આ ઉપાય

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે દેશમાં 2 વર્ષ સુધી ઓનલાઈન ક્લાસિસ અટેન્ડ કર્યા પછી હવે ફરીથી એક વખત બાળકોએ સ્કૂલે જવાનું શરૂ કરી દીધું છે. સ્કૂલમાં પાછા જવું અને મિત્રોને મળવું એ બાળકો માટે સારી બાબત છે, પરંતુ બાળકો માટે રેકોર્ડબ્રેક ગરમીએ નવું જોખમ ઉભું કરી દીધું છે. જેમ જેમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, તેમ તેમ થોડી મિનિટો માટે પણ બહાર જવાનું મુશ્કેલ થઈ રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે મિડ એપ્રિલ સાથે મિડ જૂનની વચ્ચે સ્થિતિ વધુ ખરાબ થવાની છે, જ્યારે નોર્થ વેસ્ટ, સેન્ટ્રલ અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના મેદાની વિસ્તારોમાં તાપમાન તેની ટોચ પર હશે. આ દરમિયાન બાળકોને હીટવેવનો ભોગ બનવાની સંભાવના વધુ રહે છે.

આકરી ગરમીમાં બાળકોને હીટવેવથી બચાવવાની રીતો:

ઉનાળાની ઋતુમાં બાળકોને વધુને વધુ પાણી પીવા માટે કહો, જેથી બાળકો દિવસભર એક્ટિવ રહે.
ઉનાળાની ઋતુમાં બાળકોને વધુને વધુ પાણી પીવા માટે કહો, જેથી બાળકો દિવસભર એક્ટિવ રહે.

1. હાઈડ્રેશન- ગરમીના કારણે તમારા બાળકો જલ્દી ડીહાઈડ્રેટ થઈ જાય છે. તેના કારણે તેમને ચક્કર આવી શકે છે. ગરમીની સિઝનમાં બાળકોને વધુમાં વધુ પાણી પીવા માટે કહો, જેથી બાળકો આખો દિવસ એક્ટિવ રહે. પાણીનું વધારે સેવન લૂની અસરને ઓછી કરે છે. જો બાળક પાણી ન પીવે તો સુનિશ્ચિત કરો કે તે દરરોજ 2થી 3 લિટર પાણી જરૂર પીવે. તે સિવાય તમે તેને નારિયેળ પાણી, લીંબુ પાણી, ખુસનું શરબત પણ આપી શકો છો.

2. બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરો- તમારા બાળકો બહાર રમવાની અથવા બહાર ફરવાની જીદ કરી શકે છે. એટલા માટે બપોરના સમયે તેમની બહારની પ્રવૃતિને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમને ઘરે રમવા માટે કહો અથવા બહાર તાપમાન ઠંડું ન થાય ત્યાં સુધી રાહ જોવા માટે કહો. ગરમીની સિઝનમાં સવારે 10થી સાંજના 5 વાગ્યાની વચ્ચે સખત તડકો હોય છે. સાંજે 5 વાગ્યા પછી વાતાવરણ થોડું ઠંડું થાય છે અને લૂનું જોખમ ઓછું થાય છે. જો તમારા બાળકો બહાર જવાની જીદ કરે છે તો તેમને સાંજે જવાનું કહો.

3. સનસ્ક્રીન લગાવો- સનસ્ક્રીન માત્ર મોટા જ નહીં, પરંતુ નાના બાળકો માટે પણ એટલું જ જરૂરી છે. મોટાની તુલનામાં બાળકોની ત્વચા વધારે નાજુક હોય છે. ગરમીની ઝપેટમાં આવવાથી સનબર્ન અને ખીલ થવાનું જોખમ રહે છે. તેથી જ્યારે પણ તમારું બાળક બપોરે ઘરની બહાર જાય છે, તો તેની બોડીના બધા ખુલ્લા ભાગ પર સારી રીતે સનસ્ક્રીન લગાવો. તીવ્ર તડકાથી બચવા માટે તમે તેને કેપ અને છત્રી પણ આપી શકો છો.

4. બાળકોને ખુલ્લા અને પાતળા કપડા પહેરાવો- આ સિઝનમાં બાળકોને હળવા રંગના કોટનના કપડા પહેરાવો. અન્ય કપડાની તુલનામાં કોટનના કપડા પરસેવો વધુ સારી રીતે શોષી લે છે. હળવા રંગના સુતરાઉ કપડાંમાં ગરમી ઓછી લાગે છે. તે સિવાય કોટનના કપડાથી સ્કિન રેશિઝ અને ખંજવાળ પણ નથી આવતી.

5. હેલ્ધી ડાયટ- સિઝનને ધ્યાનમાં રાખતા બાળકોને દરરોજ ફ્રેશ અને હળવું ખાવાનું ખવડાવો. ફેટી, વાસી અને ફ્રાય કરેલા ખોરાકથી ઝાડા-ઉલ્ટી થઈ શકે છે. બાળકોને ખોરાકમાં મોસમી, તાજા ફળ અને લીલા શાકભાજી સામેલ કરો. મોસમી ઉત્પાદનો તેમને હાઈડ્રેટેડ રાખી શકે છે અને તેમની ઈમ્યુનિટી પણ વધારી શકે છે.

6. હીટસ્ટ્રોકના લક્ષણો જુઓ- તમામ સાવધાનીઓ પછી પણ તમે લૂની શક્યતાને નકારી શકતા નથી. તેથી લૂના લક્ષણોને જાણવા જરૂરી છે, જેથી તમે કોઈપણ સમસ્યાથી બચવા માટે યોગ્ય સમયે એક્શન લઈ શકો. લૂના કોમન લક્ષણોમાં વધારે પરસેવો થવો, નિસ્તેજ, સ્નાયુઓમાં ખેંચાણ, થાક, નબળાઈ, ચક્કર આવવા, માથોનો દુખાવો, ઉલ્ટી સામેલ છે.

(Disclaimer: આ આર્ટિકલ માત્ર સામાન્ય જાણકારી માટે છે. ટિપ્સ/સારવાર/બચાવની રીત અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લો)