માણસોને લીધે મૃત્યુ થયાં:દુનિયામાં ગરમીને લીધે થતાં 37% મૃત્યુ પાછળ માણસો જવાબદાર, સૌથી વધારે અસર વૃદ્ધજનો અને અસ્થમાના દર્દીઓ પર થાય છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુના આંકડા જાણવા માટે 73 દેશોના 773 વિસ્તારનો ડેટા ભેગા કર્યો હતો
  • ક્લાઈમેન્ટ ચેન્જમાં 50%થી વધારે યોગદાન દક્ષિણ-પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય અને દક્ષિણ અમેરિકાનું છે

દુનિયામાં ગરમીને લીધે થતા એક તૃતિયાંશ મૃત્યુ માટે માણસ પોતે જ જવાબદાર છે. વર્ષ 1991થી 2018ના આંકડા પ્રમાણે, ગરમીને લીધે થયેલા 37% મૃત્યુ માણસોનાં કામને લીધે થાય છે. માનવ વસ્તીને લીધે ધરતી પર તાપમાન વધ્યું છે.

73 દેશોનો ડેટા ભેગા કર્યો
આ દાવો લંડનની સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના વૈજ્ઞાનિકોએ પોતાના રિપોર્ટમાં કર્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ દુનિયાની મોટી તકલીફોમાંની એક છે. વૈજ્ઞાનિકોએ માણસોના સ્વાસ્થ્ય પર વધારે તાપમાન અને તેનાથી થતી અસર જોવા માટે આ રિસર્ચ કર્યું છે. મૃત્યુના આંકડા જાણવા માટે 73 દેશોના 773 વિસ્તારનો ડેટા ભેગા કર્યો.

આ કારણે મૃત્યુનું જોખમ વધે છે
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, જેમ તાપમાન વધે છે, તેમ હવા ગરમ થાય છે. તેની સીધી અસર વૃદ્ધજનો અને અસ્થમાના રોગીઓ પર પડે છે. તેને પરિણામે સમય કરતાં પહેલાં લોકોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. નેચર ક્લાઈમેન્ટ ચેન્જ જર્નલમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, ગ્લોબલ વોર્મિંગનું સૌથી મોટું કારણ માણસનું કામ છે.

ક્લાઈમેન્ટ ચેન્જ આ વિસ્તારમાં 50% વધારે
રિપોર્ટ પ્રમાણે, ક્લાઈમેન્ટ ચેન્જમાં 50%થી વધારે યોગદાન દક્ષિણ-પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, મધ્ય અને દક્ષિણ અમેરિકાનું છે. સંશોધક એન્ટોનિયા ગેસ્પારિનીએ જણાવ્યું, રિપોર્ટના આંકડા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે જલ્દી પગલાં ભરવાની જરૂર છે. જો આ જ રીતે ગરમી વધતી રહેશે તો ભવિષ્યમાં તેનાં ખરાબ પરિણામ ભોગવવાં પડશે.

હાર્ટ અને શ્વાસના રોગ વધવાનું જોખમ
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, તાપમાન વધવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તકલીફ વધવા લાગે છે. ઘણીવાર આ તકલીફ વધી જતાં હોસ્પિટલનો આશરો લેવો પડે છે.

રિસર્ચ સાથે જોડાયેલા બર્ન યુનિવર્સિટીના સંશોધક એના એમના જણાવ્યા પ્રમાણે, એવરેજ ગ્લોબલ ટેમ્પરેચર પહેલેથી જ એક ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. જો તાપમાન આ જ રીતે સતત વધતું રહેશે જો મૃત્યુના આંકડામાં પણ વધારો થતો રહેશે.

અન્ય સમાચારો પણ છે...