તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલર્ટ કરનાર રિસર્ચ:નવજાતને એન્ટિબાયોટિક્સ આપવાથી આગામી 6 વર્ષ સુધી તેની લંબાઈ અને વજન પર ખરાબ અસર પડી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈઝરાયલની બાર-ઈલન યુનિવર્સિટીએ રિસર્ચમાં દાવો કર્યો
  • જન્મથી 28 દિવસ સુધીના બાળકને નવજાત કહેવામાં આવે છે

બેક્ટેરિયાથી સુરક્ષિત રાખતી એન્ટિબાયોટિક્સ પર ઈઝરાયલના વૈજ્ઞાનિકોનું રિસર્ચ ચોંકાવનારું છે. રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જો બાળકને જન્મના 15 દિવસની અંદર એન્ટિબાયોટિકઆપવામાં આવે છે તો 6 વર્ષની ઉંમર સુધી તેના શરીરનો ગ્રોથ ધીમો થઈ શકે છે. તેનું વજન અને લંબાઈ સામાન્ય કરતા ઓછી હોઈ શકે છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવું માત્ર છોકરાઓમાં થશે, છોકરીઓમાં નહીં. આ દાવો ઈઝરાયલની બાર-ઈલન યુનિવર્સિટીએ તેના રિસર્ચમાં કર્યો છે.

નવજાતની ઈમ્યુન સિસ્ટમ કમજોર હોય છે
સંશોધક ઓમરી કોરિયનના જણાવ્યા પ્રમાણે, નવજાતમાં બીમારીઓ સામે લડતી ઈમ્યુનિ સિસ્ટમ કમજોર હોય છે. તેના કારણે તેમને સંક્રમણનું જોખમ વધારે હોય છે, તેથી તેમને એન્ટિબાયોટિક્સની જરૂર પડે છે. એન્ટિબાયોટિક્સ નવજાત શિશુઓનું જીવન બચાવવાતી દવા છે, પરંતુ રિસર્ચના પરિણામ દર્શાવે છે કે આ દવાઓથી ભવિષ્યમાં જોવા મળતી અસરને પણ સમજવાની જરૂર છે.

તો જોખમ ક્યાં છે?
રિસર્ચના અનુસાર, જન્મના શરૂઆતના સપ્તાહમાં નવજાતને એન્ટિબાયોટિક્સ દ્વારા બેક્ટેરિયાથી થતા સંક્રમણથી બચાવવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નવજાતને એન્ટિબાયોટિક્સ આપવાથી તેના શરીરમાં ફાયદો પહોંચાડતા બેક્ટેરિયા પર ખરાબ અસર પડે છે.

જન્મના શરૂઆતના દિવસમાં એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે તો તેની સીધી અસર તેના વિકાસ પર પડે છે. પરંતુ 28 દિવસથી વધારે ઉંમરના બાળકો પર દવાઓનું આવું જોખમ નથી જોવા મળ્યું.

બેક્ટેરિયા પર બેઅસર થઈ રહેલી એન્ટિબાયોટિક્સ
જ્યારે બેક્ટેરિયાથી થતા ઈન્ફેક્શન પર જરૂર કરતા વધારે એન્ટિબાયોટિક્સ દવાઓનો ઉપયોગ થાય છે તો એવા બેક્ટેરિયા ખાસ પ્રકારની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરી લે છે. આવું થવાથી દવાઓ તેના પર બેઅસર થવા લાગે છે. તેને એન્ટિમાઇક્રોબાયલ રેસિસ્ટન્સ (AMR) કહેવામાં આવે છે. તે દર્શાવે છે કે બેક્ટેરિયાએ દવાની વિરુદ્ધ તેની રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરી લીધી છે.

એન્ટિબાયોટિક્સ સંબંધિત તે ભૂલો જે ક્યારેય ન કરવી જોઈએ?

  • શરદી, ઉધરસ, તાવ અથવા માથાનો દુખાવો થવાના પહેલા જ દિવસે દવાઓ ન લેવી.
  • ઘરમાં પહેલાથી રાખેલી દવાઓનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
  • એન્ટિબાયોટિક્સનો ઉપયોગ માત્ર બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવા માટે થાય છે વાયરલ ઈન્ફેક્શન માટે નહીં.
  • દવાઓ ડૉક્ટરની સલાહ પર જ લેવી અને સમય સર લેવાની આદત પાડવી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો