લાંબા સમય સુધી એર પોલ્યુશનનો સામનો કરનારી મહિલાઓ અને છોકરીઓમાં પીરિયડ્સ ક્રેમ્પ હોવાની શક્યતા વધારે હોય છે. આ વાત ચાઈના મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલ, તાઈવાનમાં રિસર્ચર્સે તેમના રિસર્ચમાં સાબિત કરી છે. તેમણે આ રિસર્ચ એર ક્વોલિટી અને ડિસમેનોરિયાના ડેવલપમેન્ટને આધારે કર્યું. ડિસમેનોરિયા એક ગાઈનેકોલોજિકલ ડિસીઝ છે. તે 16થી 91% મહિલાઓને અસર કરે છે. તેમાંથી 29% મહિલાઓને આ તકલીફથી પેટમાં દુખાવો રહે છે અને તેઓ રૂટીન કામ કરી શકતી નથી. ડિસમેનોરિયાના અમુક લક્ષણ જેમ કે પેટના નીચેના ભાગમાં દુખાવો, કમર અને પગમાં દુખાવો, વારંવાર ઉલટી જેવું લાગવું, ડાયરિયા, થાક અને નબળાઈનો સામનો મહિલાઓ આખી જિંદગી કરે છે.
ડિસમેનોરિયા ડેવલપ પાછળ જવાબદાર કારણ હવાનું પ્રદૂષણ છે
ચાઈના મેડિકલ યુનિવર્સિટીમાં કોલેજ ઓફ મેડિસિનના પ્રોફેસર અને આ રિસર્ચના ઓથર ચુંગ વાય સ્યૂના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચમાં ખબર પડી કે સિગારેટ કે દારૂનું સેવન કરતી ઓવેરવેટ છોકરીઓને પીરિયડ્સ ઘણી નાની ઉંમરમાં આવી જાય છે. તેમને ફર્ટીલિટી સંબંધિત તકલીફ પણ થઈ શકે છે અને ડિસમેનોરિયાની શક્યતા વધારે હોય છે. આ ઉપરાંત ડિસમેનોરિયા ડેવલપ પાછળ જવાબદાર કારણ હવાનું પ્રદૂષણ છે. વર્ષ 2000થી 2013 સુધી 16થી 55 વર્ષની છોકરીઓ અને મહિલાઓ પર રિસર્ચ કર્યું.
આ સ્ટડીમાં 4.2% તે મહિલાઓ અને છોકરીઓની સંખ્યા હતી જે 20થી 30 વર્ષની હતી અને તેઓ શહેરમાં રહેતા હતા તથા ત્યાં હવાનું પ્રદૂષણ પણ વધારે હતું. આ રિસર્ચ નિષ્કર્ષ જર્નલ ફ્રન્ટિયર ઈન પબ્લિક હેલ્થમાં પબ્લિશ થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.