જીવલેણ ટેલ્કમ પાઉડર:ત્વચાથી લોહી સુધી પહોંચે છે, અંડાશય અને ફેફસાના કેન્સરનું કારણ બને છે

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની ટેક્સાસમાં રહેતી 52 વર્ષીય મહિલા ડાર્લિન કોકર મેસોથેલેમિયા નામના જીવલેણ કેન્સરથી પીડાઈ રહી છે અને આ બીમારીએ તેના ફેક્સાની સાથે જ શરીરના બાકીના અંગો પણ ખરાબ કરી નાખ્યા. તે અત્યારે એક-એક શ્વાસ માટે લડી રહી છે અને હવે તેને ખબર પડી કે, આ બીમારી ટેલ્કમ પાઉડરની દેન છે, જે તે તાજગી અને ખુશ્બુ માટે લગાવતી હતી. તેને ખ્યાલ નહોતો કે આ ટેલ્કમ પાઉડરની સુગંધ એક દિવસ તેને આ સ્થિતિમાં લઈ આવશે.

આખરે ડાર્લિન ‘એસ્બેસ્ટસ’ બીમારીના સંપર્કમાં કેવી રીતે આવી?
આ માટે તેણે પોતાના પર્સનલ ઇન્જરી વકીલ હર્શેલ હોબ્સન સાથે વાત કરી હતી. તેણે ડાર્લિનના ઘરનું નિરીક્ષણ કર્યું, જ્યાં જોનસન એન્ડ જોનસન પાઉડર રાખવામાં આવ્યો હતો. હોબ્સન તેના જૂના કિસ્સાઓને કારણે જાણતો હતો કે જ્યારે ટેલ્કને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેમાં ‘એસ્બેસ્ટસ’ પણ હોય છે, જેમાં કાર્સિનોજેન્સ હોય છે જે કેન્સરનું કારણ બને છે. ત્યારબાદ ડાર્લિન કોકરે કંપની સામે કેસ દાખલ કર્યો હતો. આ વાત વર્ષ 1999ની છે. જીવલેણ ટેલ્કમ પાઉડર સામે અવાજ ઉઠાવનારી તે પહેલી મહિલા હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને ત્યાં સુધી ખબર નહોતી કે ‘એસ્બેસ્ટસ’ કેટલું ખતરનાક હોઈ શકે છે?

આ વાત તમને એટલા માટે કહેવામાં આવી રહી છે કે તમે ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરતા પહેલા વિચાર કરો, કારણ કે તેનો ઉપયોગ દરેક ઉંમરના લોકો કરી રહ્યા છે. બાળપણમાં માતાએ તમને ક્યારેકને ક્યારેક ટેલ્કમ પાવડર લગાવી દીધો હશે, કારણ કે તે દરેક ઘરની જરૂરિયાત છે. પરસેવો થાય તો લગાવો, ખંજવાળ કે ફોલ્લીઓ થાય તો તરત યાદ રાખો. બ્યુટી પાર્લરમાં જે થ્રેડિંગ અને વેક્સિંગ માટે આવતા હોય છે, તે દરેક ક્લાયન્ટને સૌથી પહેલા ટેલ્કમ પાઉડર લગાવવામાં આવે છે,

જો તમે ટેલ્કમ પાઉડર ન લગાવ્યો હોય તો કેરમ રમતી વખતે તેને બોર્ડ પર જરુર છાંટ્યો હશે એટલે કે આપણા જીવનમાં ટેલ્કમ પાઉડર એટલો બધો સામેલ છે કે, તેના વગર તાજગીનો અનુભવ થતો નથી. તેથી, ક્યારે અને કેવી રીતે ટેલ્કમ પાઉડરની જરૂરિયાત ઉભી થઈ એ જાણવા માટે તમારે પ્રાચીન ઇજિપ્તમાં જવું પડશે. પરંતુ તે પહેલા તમને જણાવી દઈએ કે ટેલ્ક શબ્દ ક્યાંથી આવ્યો?

ઇજિપ્તના લોકો ભમરાની કલાકૃતિઓને ટેલ્કથી ચમકાવતા હતા
પ્રાચીન સમયમાં ટેલ્કમ પાઉડરનો નહીં પણ ‘ટેલ્ક’ નો ઉપયોગ થતો હતો. આ પાઉડર ટેલ્ક નામના ખનિજમાંથી બનાવવામાં આવ્યો હતો. ટેલ્ક વાદળી, આછો લીલો, રાખોડી, ગુલાબી, સફેદ, પીળો, કથ્થઈ અથવા ચાંદીનો રંગનો હોય છે. તે ભેજ અથવા તેલને શોષી લેવામાં મદદ કરે છે. પ્રાચીન ઇજિપ્તમાં ભમરાને શુભ માનવામાં આવતું હતું. ભમરાને એટલું મહત્વનું માનવામાં આવતું હતું કે, તેની કલાકૃતિઓ અને સીલ પણ બનાવવામાં આવ્યા હતા. આ કલાકૃતિઓને સુધારવા માટે ટેલ્કનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. તે ઇજિપ્તના દેવતા 'રા' સાથે પણ જોડાયેલું હતું.

ઇતિહાસકારો માને છે કે, પ્રાચીન ઇજિપ્તમાં ટેલ્કનો ઉપયોગ બ્યુટી પ્રોટક્ટ તરીકે પણ થતો હતો. એવું માનવામાં આવતું હતું કે આનાથી દેવતાઓ ખુશ થાય છે. ઈ.સ.પૂ. 10,000ની સાલમાં ઇજિપ્તમાં સ્ત્રી અને પુરુષો બંને પોતાની ત્વચાને નરમ રાખવા માટે સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. તેમાં ટેલ્કનો પણ સમાવેશ થતો હતો.

ટેલ્ક શું છે? તે સૌપ્રથમ 1880માં શોધી કાઢવામાં આવ્યું હતું, જાણો કેવી રીતે?

કેનેડાના એક ખેતરમાં મળી હતી ટેલ્કની ખાણ
ઈજિપ્તના લોકો ટેલ્કનો ઉપયોગ કરી રહ્યા હતા પણ તેમને ટેલ્ક વિશે વધુ માહિતી નહોતી. ટેલ્કને તેની પહેલી ઓળખ અને તેનૃં નામ ત્યારે મળ્યું જ્યારે તેની ખાણ કેનેડાના એક ખેતરમાં મળી, તે ટેલ્કની પહેલી ખાણ હતી. વર્ષ 1986માં Henderson Talc Mine નામની એક કંપની ખોલવામાં આવી. અહીથી ટેલ્કની બ્યુટી પ્રોડક્ટસના માર્કેટમાં એન્ટ્રી થઈ. ભલે ટેલ્કની શોધ કેનેડામાં થઈ પણ વિશ્વમાં સૌથી વધુ ટેલ્કમ પાઉડરનું ઉત્પાદન ભારતમાં થાય છે અને તેનો ઉપયોગ પણ અહી જ વધુ થાય છે.

જોનસન એન્ડ જોનસન કંપની ભારતમાં લાવી ટેલ્કમ પાઉડર
ભારતને આઝાદી મળ્યાના એક વર્ષ બાદ 1948માં જોનસન એન્ડ જોનસન કંપનીએ પહેલી વખત ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. તેણે ભારતમાં બેબી પાઉડર લોન્ચ કર્યો હતો, જે બાળકોને ફોલ્લીઓથી બચાવે છે. એ વખતે તેને મુંબઈની બ્રિટિશ ડ્રગ હાઉસ નામની સ્થાનિક કંપની બનાવી રહી હતી. વર્ષ 1957માં, ‘જોનસન એન્ડ જોનસન ઇન્ડિયા લિમિટેડ’નું રજિસ્ટ્રેશન થયું હતું. ત્યારે અહીં માત્ર 12 કામદારો કામ કરતા હતા. વર્ષ 1959માં મુંબઈમાં ઉત્પાદન માટે મુલુંડનો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો. આગળ વધતા પહેલા, નીચેના ગ્રાફિકમાંથી જોનસન એન્ડ જોનસનના પાવડર પરનો વિવાદ જાણો.

દરેક બ્યુટી પ્રોડક્ટમાં ‘ટેલ્ક’ હાજર હોય છે
માત્ર બેબી પાઉડર જ નહીં, ફૂટ પાવડર, ફર્સ્ટ એઇડ પાવડર, આઇશેડો, બ્લશર, મસ્કારા, આઇલાઇનર અને લિક્વિડ અને ડ્રાય ફાઉન્ડેશન સહિત અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં ‘ટેલ્ક’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાંથી ડિઓડરન્ટ્સ પણ બની રહ્યા છે. ઘણી જાણીતી કંપનીઓએ તેનો ઉપયોગ કર્યો છે. તે મહિલાઓ માટે બજારમાં વેચાતા ઘણા હાઈજીન પ્રોડક્ટસમાં પણ ઉમેરવામાં આવી રહ્યું છે.

ત્વચાને નરમ બનાવવા અને પરસેવાની ગંધ દૂર કરવા માટે ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, તેનો ઉપયોગ એ રોગનું ઘર બની જાય છે. ઘણા લોકોને ‘ટેલકમ પાઉડર’ના કારણે કેન્સર થયું હતું. ખાસ કરીને સ્ત્રીઓમાં અંડાશયના કેન્સરના કેસો વધ્યા હતા. તમે ઉપર આવા જ એક કેન્સર પીડિત, ડાર્લિન કોકરનો ઉલ્લેખ વાંચ્યો. નીચેનું આ ગ્રાફિક બતાવે છે કે કયા બ્યુટી પ્રોડક્ટમાં ટેલ્કમનો ઉપયોગ થાય છે.

અમેરિકામાં ટેસ્ટ થયા તો 4,000 મહિલાઓ કેન્સરગ્રસ્ત નીકળી
અમેરિકામાં ટેલ્કમ પાવડર સામેની લડાઈ શરૂ થઈ હતી. યુ.એસ.માં એક મિલિયનથી વધુ મહિલાઓ હજુ પણ ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરે છે, પરંતુ જે લોકો દરરોજ તેનો ઉપયોગ કરતા હતા તેમાંથી 4000થી વધુ મહિલાઓને અંડાશયનું કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. અમેરિકન કેન્સર સોસાયટીના અભ્યાસમાં આ વાત સામે આવી છે.

આફ્રિકન અમેરિકન કેન્સર એપિડેમિઓલોજી સ્ટડી અને ન્યૂ ઇંગ્લેન્ડ સ્ટડીએ આફ્રિકન-અમેરિકન મહિલાઓ પર સંશોધન હાથ ધર્યું હતું. આમાં 63 ટકા મહિલાઓ અંડાશયના કેન્સર સામે ઝઝૂમી રહી હતી. આ તે મહિલાઓ હતી કે, જે દરરોજ ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરતી હતી. એક રિસર્ચમાં ઉંદરની અંડાશયની પેશી પર ટેલ્કમ પાવડરનું ભયાનક સત્ય જોવા મળ્યું હતું. આ સંશોધન વર્ષ 1971માં મેડિકલ જર્નલ ‘ધ લેન્સેટ’માં પ્રકાશિત થયું હતું.

વર્ષ 1992માં ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે, જે મહિલાઓ 10 વર્ષ કે તેથી લાંબા સમયથી તેમના પ્રાઇવેટ પાર્ટની આસપાસ દરરોજ ટેલ્કમ પાવડર લગાવે છે તેમને અંડાશયનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. વર્ષ 2013માં કેન્સર પ્રિવેન્શન રિસર્ચે જણાવ્યું હતું કે, ‘ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવાથી મહિલાઓમાં કેન્સરનું જોખમ 30 ટકા વધી જાય છે.’

અહીં તમને વધુ એક માહિતી આપીએ કે, જોનસન એન્ડ જોનસન કંપની અમેરિકા અને કેનેડામાં 2 વર્ષ પહેલા જ પોતાની ટેલ્કમ પ્રોડક્ટને બજારમાંથી હટાવી ચૂકી છે.

શા માટે ટેલ્કમ પાવડરને ‘કેન્સરનો એજન્ટ’ કહેવામાં આવી રહ્યો છે?
જે ખાણમાંથી ટેલ્ક નીકળે છે, તેમાં એસ્બેટ્સ પણ ઉપલબ્ધ છે. એસ્બેટ્સ એટલે કે અબરખ એક પ્રકારનું સિલિકેટ ખનિજ છે. ભારતમાં તેનો ઉપયોગ સિમેન્ટની શીટ બનાવવા માટે થાય છે. એસ્બેટ્સને લઈને પહેલાથી જ ઘણો વિવાદ થઈ ચૂક્યો છે. ભારતમાં સફેદ એસ્બેટ્સના ખોદ0કામ પર પ્રતિબંધ છે. જો કે, બાંધકામ ઉદ્યોગમાં તેની આયાત, નિકાસ અને ઉપયોગ પર કોઈ પ્રતિબંધ નથી.

એસ્બેટ્સ લોહીમાં ભળી જાય છે
પીરિયડ્સ દરમિયાન જ્યારે તેમને ફોલ્લીઓ થાય છે ત્યારે સ્ત્રીઓ ઘણીવાર તેમના ખાનગી ભાગોની આસપાસ ટેલ્કમ પાવડર લગાવે છે. તેનાથી બચવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટ ડૉ. રીતુ સેઠી કહે છે, ‘ટેલ્કમ પાવડરમાં ઘણા પ્રકારના રસાયણો હોય છે. તેમાં એસ્બેટ્સ પણ મળી આવે છે. પાઉડર લગાવતી વખતે ત્વચા તેમાં ભળેલા એસ્બેટ્સના તંતુઓને શોષી લે છે. ત્વચા દ્વારા તે નસોમાં પ્રવેશે છે. આ તંતુઓ અંડાશયની પેશીઓ તરફ આકર્ષાય છે અને ત્યાં એકઠા થાય છે. તે અંડાશયમાં નાના સિસ્ટ બનાવે છે, જે ગર્ભાશય અને ફેલોપિયન ટ્યુબને નુકસાન પહોંચાડે છે. આ જ કારણે અંડાશયનું કેન્સર થાય છે. તેને યુટ્રસ કેન્સર પણ કહેવામાં આવે છે. તેના લક્ષણો ઝડપથી જોવા મળતા નથી. તે એટલું ખતરનાક છે કે કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજ પર પહોંચ્યા પછી જ આ બીમારીની જાણ થાય છે. આ પછી કિમોથેરાપી સિવાય સારવારનો બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

જો 10 વર્ષથી વધુ સમય સુધી ટેલ્કમ પાઉડરનો ઉપયોગ કરવામાં આવે તો ફેફસાના કેન્સરનું જોખમ
ફરિદાબાદની ફોર્ટિસ એસ્કોર્ટ્સ હોસ્પિટલના પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ડૉ. રવિ શેખર ઝા કહે છે કે, જો કોઈને પહેલેથી જ એલર્જી હોય તો, ટેલ્કમ પાવડરના કણો અને તેની સુગંધ તેમને અસ્થમાના દર્દીઓ બનાવી શકે છે અને જેને એલર્જી નથી ને નિયમિત ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરી રહ્યા છે તેમના ફેફસાં અને પર ખરાબ અસર પડી શકે છે.

જો 10 વર્ષથી વધુ સમય સુધી ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો ફેફસાના કેન્સરનું જોખમ વધી શકે છે. ઉપરાંત, તેમાં ખતરનાક પ્રકારનું મેસોથેલિઓમા હોય છે. આ કેન્સર ફેફસાના અસ્તરની બહાર થાય છે જે અસાધ્ય છે.

ટેલ્કમ પાવડર નહીં, નાળિયેરનું તેલ લગાવો
ટેલ્કમ પાવડર લગાવવાનું હંમેશા ટાળવું જોઈએ. દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલના ડર્મેટોલોજિસ્ટ ડૉ. રશ્મિ શર્માએ જણાવ્યું હતું કે, "ઘણીવાર મહિલાઓને જ્યારે ફોલ્લીઓ થાય છે ત્યારે અંડર આર્મ્સ અને પ્રાઇવેટ પાર્ટની નજીક પાવડર લગાવે છે, પરંતુ તે સલાહભર્યું નથી. હું હંમેશાં નાળિયેર તેલ લગાવવાની ભલામણ કરું છું.'

ટેલ્કમ પાવડરથી ત્વચાનું કેન્સર પણ થઈ શકે છે કે, કેમ તે અંગે કેટલાક સંશોધન થયા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ હવાઈ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે, ‘જો ઘણા વર્ષો સુધી દરરોજ એસ્બેટ્સ મળી આવતા ટેલ્કના સંપર્કમાં આવે છે, તો તે ત્વચામાં બળતરા, ખંજવાળ, ફોલ્લીઓ અને પીડાનું કારણ બની શકે છે. તે ત્વચા દ્વારા શરીરમાં સરળતાથી પ્રવેશ કરે છે. તેનાથી સ્કિન કેન્સરનો ખતરો પણ વધી જાય છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

મહિલાઓ માટે એ સમજવું જરૂરી છે કે, ટેલ્કમ પાવડર જેવી કોઈ પણ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા તેમાં સામેલ તત્વો વિશે જાગૃત રહો. તે ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતું નથી ને.