લેઝી નહીં, ક્રેઝી બનો:ફિઝિકલ એક્ટિવિટીમાં પોતાને વ્યસ્ત રાખી અનિચ્છનીય આળસથી છૂટકારો મેળવો, કોઈ પણ કામ આવતીકાલ માટે ના છોડો

શાલિની પાંડે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનિચ્છનીય આળસ એન્ઝાયટીનું જ એક રૂપ છે
  • એન્ઝાયટીમાં તમારામાં આળસ ભરાઈ જાય છે અને તમારું રૂટિન બગાડે છે

થોડી આળસ અને ઓફિસ જવામાં લેટ, ટ્રાવેલ બેગ પેક કરવાની હતી પણ ના થઇ શકી, જિમ આજે નહીં પણ કાલે જઈશ, ઓફિસ લંચ વગર જ આવી ગઈ..આ બધી સ્થિતિમાંથી તમે પસાર થઈ ચૂક્યા હશો. ઘણીવાર તમને ઈચ્છા થતી હશે કે કોઈ કામ ના કરું અને એક જગ્યાએ પડ્યા રહું. શું તમે અનિચ્છનીય આળસ એટલે કે પ્રોકાસ્ટિનેશન એટલે શું? મનોચિકિત્સક આ સ્થિતિને એન્ઝાયટીનું એક રૂપ કહે છે. એન્ઝાયટીમાં તમારામાં આળસ ભરાઈ જાય છે અને તમારું રૂટિન બગાડે છે. રોજ સવારે આ આળસ તમારું સૌથી વધારે નુકસાન કરે છે, આ આળસથી છૂટકારો મેળવવાની રીત જણાવી રહ્યા છે મનોચિકિત્સક ડૉ. આશુતોષ સિંહ.

‘કલ કરે સો આજ કર, આજ કરે સો અબ’
ડૉ. આશુતોષે કહ્યું કે, પોતાનું કામ પૂરું કરવા માટે જો તમે કોઈ યોગ્ય સમયની રાહ જોત હો તો એક વાત યાદ રાખી લો કે રાઈટ ટાઈમ અત્યારે જ છે. કોઈ પણ કામ કાલ માટે ના છોડો. પોતાને આળસ કરવાની છૂટ નાખવાનો અર્થ છે પોતાનું કામ અધૂરું છોડવું.

મનોચિકિત્સક ડૉ. આશુતોષ સિંહ
મનોચિકિત્સક ડૉ. આશુતોષ સિંહ

કામ માટે પ્લાનિંગ કરો
યોગ્ય સમય પર પૂરો કરેલો ટાર્ગેટ તમને આગળ કામ કરવા માટે ઇન્સ્પાયર કરે છે. કામ માટે પ્લાનિંગ કરો.પ્લાનિંગથી તમને જલ્દી કામ કરવામાં મદદ મળશે.

કામને ઇન્ટરેસ્ટિંગ બનાવો અને સાથે કામ કરો
જો એકલા કામ કરવામાં કંટાળો આવતો હોય તો, કામ અધવચ્ચે છોડી દેતા હો કે તેમાં મન ના લાગતું હોય તો તમારા પાર્ટનર કે પછી ફ્રેન્ડને સામેલ કરી શકો છો. આ તમારી સપોર્ટ સિસ્ટમ બનશે. એક્સપર્ટ કે મિત્રની મદદથી તમારું કામ સરળ બનશે. તમે પોતાને નાના-નાના રીવોર્ડથી પણ બૂસ્ટ કરી શકો છો.

ડૉક્ટરની સલાહ લેવી
ડૉક્ટરે કહ્યું, કોઈ પણ પ્રકારની આળસ કે પ્રોકાસ્ટિનેશનથી છૂટકારો મેળવવાની બેસ્ટ રીત છે, એક્સર્સાઈઝ, મેડિટેશન કે યોગ. આ તમને પ્રોકાસ્ટિનેશન સામે લડવા માટે ફિઝીકલી નહીં પણ મેન્ટલી તૈયાર કરશે. જે કામ શરૂ કરો તેને પૂરું કરવું. આની પ્રેક્ટિસ કરવી જેથી તમારી તકલીફોનું નિરાકરણ આવી જશે. મોટર સ્કિલ્સ એટલે કે ફિઝિકલ એક્ટિવિટીમાં પોતાને એન્ગેજ રાખો. આ કરવા છતાં કોઈ સુધારો જોવા ના મળે તો ડૉક્ટરની સલાહ લો.