સવારની વાસી લાળના ફાયદા:પેટની સમસ્યાઓ, ડાર્ક સર્કલ્સ અને મોંની દુર્ગંધથી છુટકારો મળે, દાંતનું સુરક્ષા કવચ છે

20 દિવસ પહેલાલેખક: મરજિયા જાફર
  • કૉપી લિંક

શું તમે સવારની લાળથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે જાણો છો? તે આંખો, સ્કિન અને દાંતોની અનેક પ્રકારની સમસ્યાઓ સામે રાહત આપે છે. આયુર્વેદમાં લાળના અનેક ફાયદાઓ જણાવ્યા છે. તેમાં એવા 18 તત્વો સામેલ છે, જે માટીમાં જોવા મળે છે. ચાલો આયુર્વેદાચાર્ય ડૉ. સિદ્ધાર્થ સિંહ પાસેથી લાળના ગુણો વિશે માહિતી મેળવીએ.

સવારની વાસી લાળના ફાયદા
સ્કિનની સમસ્યામાં સવારની વાસી લાળ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્કિનની સમસ્યાઓ જેમ કે, દાદ, ખરજવુ, ખીલ, ફોલ્લીઓ વગેરે જેવી સમસ્યાઓ દૂર કરવામાં લાભદાયી છે. જો તમને ખીલની સમસ્યા છે તો વાસી લાળને તમારા ચહેરા પર લગાવીને આ સમસ્યાથી મુક્તિ મેળવો. ખીલ અને ફોલ્લી ફૂટ્યા પછી જે દાગ રહી જાય છે તેને દૂર કરવા માટે પણ સવારની લાળ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. જો શરીરના કોઈ ભાગ પર કટ લાગ્યો હોય કે છોલાઈ ગયો હોય કે પછી ઈજા પહોંચી હોય તો તેના પર સવારની વાસી લાળ લગાવવી.

પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય
પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ જેમ કે, વારંવાર પેટ ખરાબ થઈ જવું, પાચનની તકલીફ વગેરે સમસ્યાઓ સામે રાહત અપાવવામાં લાળ ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવાથી લાળમાં સામેલ ટાયલિન એન્ઝાઈમ પેટમાં પહોંચીને પાચનને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

આંખો માટે લાભદાયી
આંખોની નીચે કાળા દાગ હોય છે અથવા જો આંખોનું તેજ ઓછું થઈ ગયુ હોય તો સવારની વાસી લાળ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાસી લાળને ધીમે-ધીમે આંખોની આસપાસ ઘસો. થોડા દિવસોમાં કાળા દાગ-ધબ્બા દૂર થઈ જશે. આંખોની નીચેના કાળા દાગ-ધબ્બા દૂર કરવાનો એક સારો એવો ઘરેલુ નુસ્ખો છે. લાળને જો આંજણની માફક દરરોજ આંખની નીચે લગાવવામાં આવે તો આંખનું તેજ વધે છે.

મોઢાની દુર્ગંધથી રાહત મળે
લાળની કમીના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. ઘણીવાર ભોજન કર્યા પછી તેના અમુક કણ દાંતમાં ફસાઈ રહેતા હોઈ છે, જેના કારણે દાંતમાં દૂષિત બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે અને ઈન્ફેક્શન થાય છે, જેના કારણે શ્વાસમાં દુર્ગંધ આવે છે. લાળથી આ કણો અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ મળી રહે છે.

લાળમાં એન્ટિબાયોટિક્સ હોય છે જે દાંતને ચેપથી બચાવે છે, જેથી દાંત સડી ન જાય.
લાળમાં એન્ટિબાયોટિક્સ હોય છે જે દાંતને ચેપથી બચાવે છે, જેથી દાંત સડી ન જાય.

દાંતોનું સુરક્ષા કવચ
વાસી લાળથી દાંતોને મજબૂતી મળે છે. લાળમાં પોટેશિયમ, સોડિયમ, ગ્લુકોઝ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટિન હોય છે કે જે દાંતોને મજબૂત કરે છે. લાળમાં એન્ટી-બાયોટિક હોય છે, જે દાંતને ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે અને દાંત સડતા પણ નથી. તે દાંતના સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

સવારની પહેલી લાળ કેવી રીતે ગળશો?
સવારે ઉઠતાની સાથે જ પહેલા ઉંમર પ્રમાણે નાના બાળકોએ 1 ગ્લાસ અને મોટા બાળકોએ 2-3 ગ્લાસ પાણી પીવું.

સૂતા સમયે મોઢાથી લાળ નીકળે તો હળવાશથી ન લો, જાણો લાળ કેમ નીકળે છે?
સૂઈને ઉઠો ત્યારે મોઢા પર સફેદ રંગનો દાગ દેખાય છે. આ દાગ રાતે સૂતા સમયે જે લાળ મોઢામાંથી નીકળી હોય તેના કારણે દેખાય છે. સૂતા સમયે મોઢામાંથી લાળ નીકળવી એ સામાન્ય વાત છે. ઘણીવાર તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. ચાલો જાણીએ ઊંઘ અને મોઢામાંથી લાળ નીકળવા વચ્ચે શું સંબંધ છે?

મોઢામાંથી લાળ નીકળવી સમસ્યા છે
સામાન્ય રીતે આ સમસ્યા બાળકોમાં જોવા મળે છે. મેડિકલમાં મોઢામાંથી લાળ નીકળવાની આ સમસ્યાને ‘સિઆલોરેહિઆ’ કહેવામાં આવે છે, તે વધુ પડતું બાળકોમાં જોવા મળે છે જેના દાંત આવી રહ્યા હોય અથવા તો જેને મસલ્સ સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય જેમ કે, સેરેબ્રલ પાલ્સી. મોઢામાંથી લાળ નીકળવી એ શરીરમાં અલગથી મળતી એક ગ્લેંડના કારણે થાય છે, જે સૂતા હોય ત્યારે વધુ પડતી લાળ બનાવે છે. દિવસ દરમિયાન આપણે મોઢાની લાળ ગળી જઈએ છીએ પણ રાતે સૂતા સમયે નસો એકદમ શિથિલ થઈ જાય છે, જેના કારણે લાળ મોઢાની બહાર નીકળવા લાગે છે. તમે જોયું હશે કે, સામાન્ય રીતે મોઢામાંથી લાળ ત્યારે જ નીકળે જ્યારે તમે પડખુ ફરો. સીધા સૂવા પર લાળ ખૂબ જ ઓછી બને છે કારણ કે, જયારે તમે પીઠના બળે સૂવો છો તો લાળ ગળાના રસ્તે સીધી અંદર ચાલી જાય છે.

એલર્જી: નાક સાથે જોડાયેલી એલર્જી હોય તો મોંમાંથી લાળ વહે છે.
ગેસ: એસિડ રિફ્લક્સથી ગેસ્ટ્રિક એસિડ થાય છે, જે શરીરમાં વધુ લાળ બનાવે છે.
સાઇનસ: શ્વાસ લેવામાં કે ગળવામાં તકલીફ થાય તો લાળ જમા થાય છે અને મોંમાંથી વહેવા લાગે છે. નાક બંધ થવાને કારણે લોકો રાત્રે મોઢા દ્વારા શ્વાસ લે છે, આવી સ્થિતિમાં મોંમાંથી લાળ વહેવા લાગે છે.
ટોન્સિલાઇટિસ: ગળામાં ટોન્સિલ ગ્રંથિમાં બળતરાને કારણે ટોન્સિલાઇટિસ થઈ શકે છે. બળતરાને કારણે ગળાનો માર્ગ અવરોધાય છે, જેના કારણે ગળામાંથી લાળ નીચે આવતી નથી અને મોંમાંથી વહેવા લાગે છે.
સૂતા સમયે ડર લાગવો: કેટલાક લોકો રાત્રે એકલા સૂવાથી ડરે છે. તેનું લક્ષણ પણ લાળ હોય છે. કેટલાક લોકોમાં લાળ વહેવાની સમસ્યા ટેન્શન, ડ્રગ્સ કે આલ્કોહોલ લેવાથી અને ઊંઘના અભાવે પણ થાય છે. ઘણી વખત ઊંઘને લગતી સમસ્યાઓ જેમ કે, ઊંઘમાં વાત કરવી કે ઊંઘમાં ચાલવું, તેના કારણે મોઢામાંથી લાળ પણ નીકળે છે. લાળનો ઉપયોગ શરીરની ચરબી સાથે સંકળાયેલા રોગોને શોધવા માટે પણ થઈ શકે છે.

લાળથી બીમારીઓ શોધી શકાય છે, વૈજ્ઞાનિકોએ શોધી નવી રીત
જે બાળકોની લાળમાં યુરિક એસિડનું પ્રમાણ ઊંચું હતું, તેમનામાં મેદસ્વીપણાને લગતા અનેક રોગોના લક્ષણો જોવા મળ્યા હતા. લાળ ઓરલ હેલ્થ તેમજ સંપૂર્ણ શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે વધારે ચરબીને કારણે થતાં રોગોને શોધવામાં પણ મદદ કરી શકે છે. મોઢાને ભેજયુક્ત રાખવા અને કીટાણુઓ સામે રક્ષણ આપવા ઉપરાંત લાળનો ઉપયોગ શરીરની ચરબી સાથે સંકળાયેલા રોગોને શોધવા માટે પણ કરી શકાય છે.

રિસર્ચ શું કહે છે?
ન્યૂટ્રિશન રિસર્ચ જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ લાળમાં યુરિક એસિડનું પ્રમાણ ચકાસવામાં આવ્યું હતું, જેથી કિશોરોમાં શરીરની ચરબીની ટકાવારી જાણી શકાય. આ સાથે તે લોકોની ઓળખ કરવામાં આવી હતી, જેમને સ્થૂળતાથી બીમારીના લક્ષણો દેખાતા ન હતા. આ સંશોધનનો હેતુ બાયોમાર્કર્સને ઓળખવાનો હતો, જે ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે કરવામાં આવ્યા છે.