ચારોળીનો ઉપયોગ ફક્ત મીઠાઈમાં કે ખીરમાં જ નહીં, પરંતુ અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. આ એક એવું ડ્રાયફ્રુટ છે, જેમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
ચારોળીમાં વિટામિન બી 1, બી 2 અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોવાની સાથે-સાથે આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવાં ઘણાં મિનરલ્સ હોય છે. ડાયટિશિયન મેઘા સિંહ જણાવે છે, આપણા ડાયટમાં ચારોળીના થોડા દાણા ઉમેરીને આપણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ.
માઇગ્રેન અને ખીલની સમસ્યામાંથી છુટકારો
માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ચારોળીને પીસીને માથા પર લગાવો અને પછી દૂધમાં મિક્સ કરીને પીઓ. એનાથી માથાની દુખાવાની સમસ્યામાંથી છુટકારો મળશે.
જો ચહેરા પર થતી ફોલ્લીઓ ને ખીલથી પરેશાન છે તો ચારોળીની પેસ્ટ તૈયાર કરો અને એમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને લગાવો, થોડા દિવસમાં ખીલથી સમસ્યાથી પણ છુટકારો મળશે.
ઝાડા માટે પણ કારગર
દરરોજ ચારોળીનું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર યોગ્ય રહે છે. આ સાથે જ ચારોળીથી શરીરમાંથી ટોક્સિન્સ દૂર થાય છે. જો તમે ઝાડા અથવા એના થતી સમસ્યાથી ચિંતિત છો તો ચારોળીના તેલમાં બનાવેલાં દલિયા, ખીચડી અથવા ઓટ્સ ખાઓ.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ચારોળીને ડાયટમાં સામેલ કરો
જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે અને ઇન્ફેક્શન અથવા વાઇરલ સરળતાથી થઈ જાય છે તો તમારા ડાયટમાં ચારોળીનો સમાવેશ કરો. તો શિયાળામાં શરદી-ઉધરસથી પરેશાન છો તો પછી દૂધમાં ચારોળી ઉકાળીને પીઓ.
બ્લડશુગરને રાખશે મેન્ટેઇન
ચારોળીમાં એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે અલ્સર જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ ચારોળીના પાઉડરને દૂધમાં ઉકાળવીને પીવો જોઈએ. ચારોળીમાં એન્ટીઑકિસડન્ટો જોવા મળે છે, જેને કારણે એ બ્લડશુગર જાળવવાનું કામ કરે છે.
ચારોળીથી વાળ ખરતા અટકે છે
ચારોળીમાં ઘણાં વિટામિન્સ હોય છે, જે વાળના પોષણ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. એમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોયછે, જે વાળને હાઇડ્રેટેડ રાખે છે અને એને તૂટવાથી બચાવે છે. વાળમાં ચારોળીનું તેલ અથવા માસ્ક લગાવવાથી હેર કંડિશનરની જરૂર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.