રિજેક્શન થેરાપી:રિજેક્ટ થવાના ડરને દૂર ભગાડો, તે જીવનમાં આપણને પાછળ ધકેલે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રીજેકશનનો ડર એ આપણામાંથી ઘણાં લોકોને હોય છે અને તે ડર આપણને જીવનમાં પાછળ ધકેલી દે છે. એવું લાગે છે કે જાણે આપણાં DNAમાં કંઈક એવું છે, જેનો આપણે સામનો કરવા માગતા નથી. કેનેડાનાં ઉદ્યમી જેસન કોમલીએ તેના માટે ‘રિજેક્શન થેરાપી’ તૈયાર કરી છે, જેમાં રિજેક્ટ થવાનાં ડરને દૂર કરવા માટે દરરોજ 30 ચેલેન્જ રાખવામાં આવે છે. તેનું લક્ષ્ય હોય છે રિજેક્ટ થવું. આમાં, તમારે કોઈ વિચિત્ર ઈચ્છા સાથે કોઈ અજાણી વ્યક્તિ પાસે જવું પડશે અને રીજેક્શનમાંથી પસાર થવું પડશે અને તમારી જાતને મજબૂત બનાવવી પડશે. રીજેક્શન મળવાથી જ તે સફળ થશે અને એવી આશા છે કે આ રિજેક્શનની પીડાથી તે તુરંત જ બહાર નીકળી જશે. કોમલીનું કહેવું છે, કે આ રિયલ લાઇફ ગેમથી તે સામાજીક ચિંતાની પીડાને દૂર કરવા માગતો હતો.

રીજેક્શન મળવા પર તમારી જાતને દોષિત ન માનો​​​​​​​

આપણે વારંવાર રિજેક્શનનો સામનો કર્યા બાદ પોતાની જાતને દોષી માની લઈએ છીએ, જો કે, આ ફક્ત એક અભિપ્રાય છે તેને સિરીયસ લેવાની જરુર નથી
આપણે વારંવાર રિજેક્શનનો સામનો કર્યા બાદ પોતાની જાતને દોષી માની લઈએ છીએ, જો કે, આ ફક્ત એક અભિપ્રાય છે તેને સિરીયસ લેવાની જરુર નથી

તેમની આ થેરાપીમાંથી પસાર થયેલી અમેરિકાની 40 વર્ષીય જિયા જિયાંગે ચેલેન્જનાં પહેલાં દિવસે જ એક અજાણી વ્યક્તિ પાસેથી 100 ડોલર માગ્યા હતા. તેની આ હરકતથી આશ્ચર્યચકિત માણસે ના પાડી અને ચૂપચાપ જિઆંગે તેનો આભાર માન્યો અને પાછો ગયો. સ્કૂલના દિવસોનાં કડવા અનુભવને કારણે જિયાંગનાં મનમાં એક ડર બેસી ગયો હતો, જે રિજેક્શન થેરાપીથી દૂર થઈ ગયો.

જિયાંગે વારંવાર એવું લક્ષ્ય રાખ્યું કે, જેનો તેને ડર હતો અને પોતાની જાતને મજબૂત બનાવી. તે કહે છે, કે રિજેક્શનથી ક્યારેય પણ બચી શકાતું નથી, તેને ટાળશો નહીં અને વ્યક્તિગત રીતે તો જરાપણ લેશો નહિ. આપણે વારંવાર રિજેક્શનનો સામનો કર્યા બાદ પોતાની જાતને દોષી માની લઈએ છીએ અને જો આપણો સ્વીકાર કરવામાં આવે તો આપણે આપણી જાતને યોગ્ય માની લઈએ છીએ. જો કે, આ ફક્ત એક અભિપ્રાય છે તેને સિરીયસ લેવાની જરુર નથી.

તેમનું કહેવું છે કે, રિજેક્શન થેરાપીમાં પણ તેમનાં અજીબોગરીબ આગ્રહને ઘણી વખત સ્વીકારવામાં આવ્યો હતો. આ વાત પરથી તે સ્વીકારે છે, કે ઘણી વાર ફક્ત પૂછવાથી જ હું મારાં જીવનનાં અનેક સપનાઓ સાકાર કરી શકીએ છીએ. આપણે ઘણીવાર રીજેક્શન પછી પોતાની જાત વિશે ખરાબ વિચારવા લાગીએ છીએ, પરંતુ હકીકતમાં લગભગ દરેક વ્યક્તિ સારી હોય છે.

ચિંતાને દૂર કરવા માટે પણ આ થેરાપી અસરકારક છે.
ચિંતાને દૂર કરવા માટે પણ આ થેરાપી અસરકારક છે.

સામાજિક ચિંતા માટે પણ આ થેરાપી અસરકારક છે
યુ.એસ.માં ક્લિનિકલ સાયકોલોજિસ્ટ માઈકલ સ્ટેઈન ‘રિજેક્શન થેરાપી’ વિશે કહે છે, કે રીજેક્શનની સ્થિતિ અને સામાજિક ચિંતાની સ્થિતિ બંને એક જ સમાન હોય છે. એક્સપોઝર થેરાપીથી 14 વર્ષથી એન્ઝાયટી ડિસઓર્ડરની સારવાર કરી રહેલાં સ્ટેઇનનું કહેવું છે, કે આ સારવાર સંશોધન પર આધારિત છે. જ્યારે તમને ચિંતા કે ડર મહેસૂસ થાય ત્યારે તમે તે સમય પર જે કંઈપણ કરો છો, તે સમય માટે તે ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ બીજી વાર આવી પરિસ્થિતિ તમારાં ડર અથવા ચિંતામાં વધારો કરે છે. એક્સપોઝર થેરાપી તેને અસ્વસ્થ સ્થિતિ માટે મજબૂત અને સહનશીલ બનાવે છે.

રીજેક્શનની પીડાની અસર મન પર શરીરને થયેલી ઇજા જેવી જ થાય છે
રીજેક્શનની પીડાની અસર મન પર શરીરને થયેલી ઇજા જેવી જ થાય છે

રીજેક્ટ થવાનાં દુ:ખની મગજ પર અસર
સોશિયલ સાયકોલોજીસ્ટ નાઓમી આઇઝનબર્ગરે લોકોમાં રહેલાં રિજેક્શનનાં ડરને શોધવા માટે એક રમત રમાડી અને FMRI સ્કેનરથી અભ્યાસ કર્યો. સામાજિક પ્રવૃત્તિમાં તેમની સંડોવણી અને બાકાત રાખવાના પરિણામો રસપ્રદ હતાં. આ પ્રવૃતિથી અલગ રહેવા પર તેમનાં મગજનો એ ભાગ સક્રિય જોવા મળ્યો કે, જે શારીરિક પીડા દરમિયાન એક્ટિવ થાય છે.